૮૮ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
છે. વિશેષ વિસ્તાર જણાતો નથી.
આ બધી વાત વધારે સ્પષ્ટપણે યાદ આવતાં ચિત્તમાં દુઃખ
થાય છે, કે ક્યાં એ ક્ષેત્ર! ક્યાં એ નગર! ક્યાં એ
ભગવાનનાં દર્શન! વાણી! વગેરે યાદ આવતાં ખેદ થાય છે.
કેટલીક વાર એકાગ્રતા થતાં આ ક્ષેત્ર ભૂલી જવાય છે, ને ત્યાં
જ હોઉં એમ થઈ આવે છે.
તે નગરના રસ્તા, મકાનો વગેરે યાદ આવે છે; સીમંધર
ભગવાનનો સુયોગ વારંવાર યાદ આવે છે. અરેરે! જીવ પોતાના
જ પરિણામથી ક્યાંથી ક્યાં આવે છે.
રત્નમય દેવલોક, જિનમંદિર, ભગવાનનું અદ્ભુત
સમવસરણ, નરકનું દુઃખ વગેરે વારંવાર જણાતાં વૈરાગ્ય આવે
છે.
ભગવાનનાં દર્શન, મુનિરાજનાં દર્શન, ભગવાનની
મધુરી અદ્ભુત વાણી-ચૈતન્યના અનંત ગુણોને કહેનારી-તે
બધી વાતો વારંવાર યાદ આવતાં દુઃખ થાય છે.
સીમંધર ભગવાનની વાણી દ્રવ્યોના સામાન્ય અને વિશેષ
સ્વભાવોને પ્રકાશનારી, અનંત રહસ્યોથી ભરપૂર હતી તેમ યાદ
આવે છે, પરંતુ તેનો વિશેષ વિસ્તાર યાદ આવતો નથી. આ
બધી વાતનો વિશેષ વિસ્તાર જણાતો નથી, અંતરમાં ભાવના
ઘોળાતી હોવાથી લખાઈ જાય છે.
પરમકૃપાળુ કહાન ગુરુદેવનો આ પંચમ કાળમાં અદ્વિતીય