Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 93 of 153
PDF/HTML Page 106 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૯૩
________________________________________________________
હતું. પૂ. ગુરુદેવનો પ્રશ્ન આવતાં સ્પષ્ટપણે આવ્યું (આસો સુદ
બીજને દિવસે પણ આ સ્મરણ સહજપણે આવ્યા કરતું હતું.)
શ્રી કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં પધાર્યા હતા તે પ્રસંગ
સ્મરણમાં આવે છે. તે ટાઈમે સીમંધર ભગવાનનાં દર્શન કરવા
જવાનો પ્રસંગ બન્યો હતો. ત્યારે મારે એટલે દેવાભાઈના
જાણવામાં હતું અને લોકમાં પણ તે વાત પ્રસરેલી હતી તે યાદ
આવે છે કે આ રાજકુમાર અહીંથી ભરતક્ષેત્રમાં જન્મશે, ત્યાં આ
આચાર્યદેવના એટલે કે કુંદકુંદાચાર્યદેવના માર્ગે ચાલીને
પંચમકાળમાં ધર્મતીર્થનો પ્રકાશ કરશે.
ત્યાં તેમને બાળવયથી ધાર્મિક સંસ્કારો જાગવાથી
ત્યાગીપણે રહીને આ રાજકુમાર આ આચાર્યદેવના-આ
આચાર્યદેવના કહેલા-માર્ગે ચાલીને ભરતક્ષેત્રમાં પંચમ કાળમાં
ધર્મતીર્થનો પ્રકાશ કરશે.
આવા ભાવો ભગવાનની વાણીમાં આવ્યા હતા કે
મુનિરાજના કહેલા હતા તે સ્પષ્ટ યાદ આવતું નથી. પરંતુ
તેમાંના કોઈ દ્વારા આ વાત પ્રગટ થયેલી હતી, લોકસમુદાયમાં
પ્રસરેલી હતી, અને હું એટલે દેવાભાઈ પણ આ વાતને જાણતા
હતા. આ વાત સાવ સ્પષ્ટ છે. મહાવિદેહક્ષેત્રમાંથી ભરતમાં
આવ્યા તે વાત યાદ કરતાં ખેદ થાય છે, તેથી ઉપયોગ તે વાત
ઉપર વિશેષ જતો નથી. જે યાદ આવ્યું તે લખ્યું છે.
ગયા ભવના રાજકુમાર, વર્તમાનના શ્રી કહાનગુરુદેવનો
આત્મા આ ભરતક્ષેત્રમાંથી દેવભવમાં જશે, ત્યાંથી જંબુદ્વીપમાં