Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 108 of 153
PDF/HTML Page 121 of 166

 

background image
૧૦૮ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
શ્રી જિનેન્દ્રાય નમઃ ૨૦૦૪
અત્યારે વર્તમાન બિરાજતા પરમ કૃપાળુ, ભાવીના
તીર્થંકરભગવાન, એવા શ્રી અદ્વિતીય સદ્ગુરુદેવનાં ચરણકમળમાં
પરમ પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો.
શ્રી જિનેન્દ્રદેવની ભક્તિ- સેવા સિવાય બીજું શું કરીએ!
શું કરું અહો નાથ! શું કરું! અમારા જેવા પામર આપની શું
સેવા ભક્તિ કરી શકે! અહો! જિનેન્દ્રદેવનો મહિમા ત્રણ લોકમાં
ગાજી રહ્યો છે!
અહો શ્રી સદ્ગુરુદેવ! મારા જેવા પામર ઉપર આપે
અપાર કરુણા વરસાવી છે; આપની શું સેવા ભક્તિ કરીએ! જે
કરીએ તે બધું ઓછું છે. મન-વચન-કાયાએ કરીને નિરંતર
સમીપપણે આપની ચરણસેવા હોજો એ હૃદયની ઊંડી ભાવના
છે. આ કાળે આ ભરતક્ષેત્રમાં આપે આપની જાતે, છૂપાયેલો
મોક્ષમાર્ગ શોધીને બીજાને તે માર્ગ સમજાવી અપૂર્વ ઉપકાર કર્યો
છે. અહો! ગહન અને ઊંડું વસ્તુનું સ્વરૂપ સૂક્ષ્મ ને તીક્ષ્ણ
શ્રુતશૈલીથી સમજાવી, જ્ઞાનનાં રહસ્યો ખોલીને અમારા જેવા
પામર ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે. અહો! પ્રભુ! અમે
આપની ભક્તિ સેવા સિવાય બીજું શું કરી શકીએ!
આપનાં ચરણકમળમાં પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર નમસ્કાર.
**