જાતિસ્મરણજ્ઞાન ૧૦૯
________________________________________________________
ૐ
પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનું
આંતરિક ભાવ–અવલોકન
૨૦૨૭
ચૈતન્યતત્ત્વનો વૈભવ ચમત્કારિક ને આશ્ચર્યકારી છે.
ચૈતન્યદ્રવ્ય લોકોત્તર એટલે અલૌકિક મહિમાવંત છે. એવા
આત્મામાં જ આનંદ છે.
સર્વ પરદ્રવ્યોથી, મન-વચન-કાયાથી, સર્વ શુભાશુભ
પરભાવોથી, ભેદભાવોથી નિરાળા જ્ઞાયક આત્મામાં સુખ ને
સમાધિ છે, બીજે કયાંય વિશ્રાંતિ નથી; જ્ઞાયકની પરિણતિ
સિવાય બધું દુઃખમય ને ઉપાધિમય છે; ચૈતન્યની નિર્વિકલ્પ
આનંદમય દશા સિવાય કયાંય વિશ્રાંતિ નથી.
શુદ્ધાત્મદ્રવ્યની મુખ્યતા અને શુદ્ધ પરિણતિ-નિર્વિકલ્પ
આનંદમય સ્થિતિ ની મહિમા હોવાથી પુરુષાર્થની સહજ ગતિ તે
તરફ હોવાથી, પરિણતિની તે તરફ સહજ દોડ હોવાથી તે તરફ
પરિણતિ અને ઉપયોગ સહજ રહ્યા કરે. (તો પણ ઉપયોગ
બહાર હોય ત્યારે-)
દેવ-ગુરુ-શાસ્ત્રની મહિમા હોવાથી ત્યાં, અને
શ્રુતચિંતવનની મહિમા હોવાથી શ્રુતચિંતવનની સૂક્ષ્મતા તરફ પણ