જાતિસ્મરણજ્ઞાન ૧૧૧
________________________________________________________
અધ્યાત્મમૂર્તિ યુગપુરુષ પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી
સ્વામીએ પૂ. બહેનશ્રી ચંપાબેનને પૂછેલા જાતિસ્મરણ સંબંધી
પ્રશ્નો તથા પોતે (પરમપૂજ્ય ગુરુદેવશ્રીએ) કરેલી નોંધ
નૌવલપુરમાં શ્રી તીર્થંકર પ્રભુની સમીપે શ્રી
કુંદકુંદઆચાર્યજી પધાર્યા હતા કે બીજે? ને ત્યાં કેટલો કાળ રહ્યા
હતા? ચક્રવર્તીના સમીપમાં શ્રી કુંદકુંદઆચાર્ય પધાર્યા હતા એમ
ઈતિહાસમાં આવે છે તે...
**
શ્રી કુંદકુંદઆચાર્ય શ્રી તીર્થંકરના સમીપે, ત્યાં ચક્રવર્તીનું
મળવું અને અમુક દિવસનું રોકાવું, તથા તે જ ગામમાં પધાર્યા
હતા કે બીજે? શું સ્મરણ થાય છે વગેરે નવું હોય તે લખવું.
**
શ્રી તીર્થંકર પ્રભુના કે કોઈ શ્રુતકેવળી કે કોઈ મુનિના
ઉપદેશ સંબંધી કોઈ એક વાક્ય; ગામમાં ત્રણે એક જ ગામમાં કે
જુદા? તે ગામનું નામ; ચંદભાઈ તે કોણ? તે કંઈ સ્મરણમાં
આવે છે? ભવિષ્યે તીર્થંકર કેટલે ભવે? તે સંબંધી કંઈ વિશેષ
સ્મરણ સહજ થાય છે?
**
શ્રુતકેવળીના શરીરનો દેખાવ? રાજકુંવરનું નામ શું?
**