૧૧૨ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
શ્રી તીર્થંકર દેવ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ક્ષપકત્વ શ્રેણી ભૂદા દ્વે ભૂત્વા.
. . . . . . . . . . . . . . . . ।।
સિદ્ધિ ગવેષાં. . . . . . . . . . ।
. . . . . . . . . . . . . . . . ।।
**
શ્રી શ્રુતકેવળી ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ;
ક્ષાયકના ત્રણ પ્રકારઃ એક ધારાપ્રવાહી, બીજું જોડણી
અથવા જોડરૂપ ક્ષાયક, ત્રીજું યુગલ ક્ષાયક.
૧. ધારાપ્રવાહીઃ- શરૂઆતની ધારાનો પ્રવાહ, ક્ષાયકની
યોગ્ય શ્રેણીનો, તે ધારાપ્રવાહી.
૨. જોડણી અથવા જોડરૂપઃ- પૂર્ણ કૃતકૃત્યતાના અદ્ભુત
સુખ માંહેનું અંશ કૃતકૃત્યપણું પ્રગટ થઈને, તે અંશ દ્વારા વિશેષ
કૃતકૃત્યતાના અંશોનું જોડાવું-આવું ક્ષાયક જે કહેવાય છે; ત્યાંના
ટૂંકાણભાવમાં-એક અંશ દ્વારા વિશેષ અંશોનું પરસ્પર જોડાવું
તેનું નામ જોડણી ક્ષાયક.
૩. યુગલ ક્ષાયકઃ- પૂર્ણ કેવળીનું અથવા સિદ્ધના ક્ષાયકને
યુગલ ક્ષાયક કહેતા હોય.
ૐ ચિદાનંદ સહજ સ્વરૂપાય નમઃ
ચૈત્ર વદ ૮, સોમ, સવારના છ લગભગઃ કુંદકુંદાચાર્ય તથા
શ્રી સીમંધર પ્રભુ વગેરે.