Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 123 of 153
PDF/HTML Page 136 of 166

 

background image
૧૧૬ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
(રાજકોટ, સં. ૨૦૨૭)... બેન (ચંપાબેન) ને તો આમ
પ્રત્યક્ષ દેખતાં અંદર એવું થઈ જાય છે, ખેદ આવી જાય છેઃ
‘અરેરે! કયાં હતાં ને કયાં આવી ગયાં! અરે, પ્રત્યક્ષ બધું
દેખાય છે. અહા! આ સંસાર! આ પ્રાણી! આ દુઃખ!’... ઘણો
રૂડો જીવ, બહુ રૂડો જીવ; સંસારને કાંઠે આવેલો, જુદી જ
જાતનો. પોતે તો કહે જ નહિ. આ તો એમની ઉંમર થઈ ગઈ
પ૮, શરીર સાધારણ, ખોરાક સાધારણ... આ તો કેમ નભે છે!...
નામ-ઠામ, ભવિષ્યનાં નામ, તીર્થંકરનું નામ-બધી સિદ્ધ થઈ
ગયેલી વાત, (સીમંધર) ભગવાનના મુખે કહેલી. નાના મોઢે
આવી વાત લોકોને આકરી લાગે. એક એક, અક્ષરે અક્ષર સિદ્ધ
થયેલી. ભરતક્ષેત્ર જેવું ક્ષેત્ર! અત્યારે આવો કાળ! તેમાં આ
વાત લોકોને આકરી લાગે.
**
(શ્રાવણ વદ ર, સં. ૨૦૨૦) અરે! આ જીવ (બહેનશ્રી
ચંપાબેન) તો કોઈ અલૌકિક છે! વધારે બોલતાં નથી એટલે કંઈ
છે નહિ એમ નથી. આ તો ગંભીર દ્રવ્ય છે!
એમનો પુરુષાર્થ તો એવો ફાટફાટ ઊપડેલો છે કે જો એ
પુરુષ હોત તો કયારના મુનિદીક્ષા લઈ વનજંગલમાં ચાલ્યા જાત,
અહીંયાં દેખાત પણ નહિ; શું કરે, સ્ત્રીનો દેહ છે!
... જેમ માળામાં મણકાનો મેર હોય છે તેમ આ તો આખા
મંડળના-મણકાના મેર છે. એમનાથી જ મંડળ શોભે છે.
એમનાથી તો બધાં હેઠે, હેઠે ને હેઠે છે.
**