Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 124 of 153
PDF/HTML Page 137 of 166

 

background image
ગુરુદેવના હૃદયોદ્ગાર ૧૧૭
________________________________________________________
(તા ૮-૧૧-૬પ) અરે! એમનાં દર્શનથી તો ભવનાં પાપ
કપાય એવો આ જીવ છે. બધા ભાઈઓ એમનાં તળિયાં ચાટે તો
ઓછું છે એવું તો આ દ્રવ્ય છે!
**
(તા. ૨૧-૧૨-૬પ) ૨૮ વર્ષ થઈ ગયાં જાતિસ્મરણ
થયાંને, પણ બહાર પડવાની જરાય જેને (બહેનશ્રી ચંપાબેનને)
વૃત્તિ નથી ઊઠતી-પ્રતિબિંબ જેવાં ઠરી ગયાં છે. જેને પોતાને
સાગરોપમ વર્ષોનું જ્ઞાન છે તો પણ ગુપ્ત! મને પણ નથી કહ્યું.
મારી બધી વાત કહી જાય, પણ પોતાની નહિ... એમનો આત્મા
કેટલો ગંભીર! અલૌકિક! અચિંત્ય! અદ્ભૂત!-શબ્દો ઓછા પડે
છે. આ તો સાગર સમાન ગંભીર છે.
**
પૂજ્ય ગુરુદેવઃ- બેન! લૌકિક જ્ઞાનની (રાજુલના જાતિ
સ્મરણજ્ઞાનની) એટલી પ્રસિદ્ધિ, તો તમારો આત્મા તો મહાન
છે, તમારી (તમારા જ્ઞાનની) પ્રસિદ્ધિ થવી જોઈએ.
પૂ. બહેનશ્રીઃ- સાહેબ! દુનિયામાં પ્રસિદ્ધિ કરીને શું કરવું
છે?
દુનિયાને એમની (બહેનશ્રી ચંપાબેનની) કિમત કયાંથી
આવે? કારણ-કંઈ બોલતાં નથી અને બહારમાં કંઈ કરીને
દેખાડતાં નથી. દુનિયાને તો બહારના ચમત્કારની કિંમત છે ને!
એમના અંતરને એ શું જાણે?
**