બોલે એટલે જાણે કાંઈ આવડતું જ ન હોય એમ લોકો માને.
એમને! આ તો કોઈ અલૌકિક આત્મા છે. ચંપાબેનની શક્તિ તો
ગજબ છે. નરમ નરમ છે. સ્ત્રી-દેહ છે પણ કંઈ સ્ત્રીદેહ થોડો
નડે છે? ૩૪ વર્ષ થયાં એમને જ્ઞાન પ્રગટયાને. સ્ત્રીઓમાં
ધર્મરતન છે.
એમની છત્રછાયા આખા સોનગઢમાં છે. ઓહો! બેન તો
ભગવતીસ્વરૂપ છે. તારે બીજે કયાં ગોતવા જાવું છે? એમનાં
દર્શન કર ને! એક વાર ભાવથી જે એમનાં દર્શન કરશે એનાં
અનંત કર્મબંધન ઢીલાં થઈ જશે. એમનાં ચરણોમાં જે વિંટાઈને
રહેશે એને ભલે સમ્યગ્દર્શન ન થાય, તત્ત્વનો અભ્યાસ ન હોય,
તોય એનો બેડો પાર છે.
છે.