Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 127 of 153
PDF/HTML Page 140 of 166

 

background image
૧૨૦ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
બેન તો અણમોલ રતન છે; જો પુરુષ હોત તો એક સેકંડ
પણ જુદાં ન પડત.
**
એમના ફોટામાં કેટલા ઊંડા ભાવ આવી ગયા છે! ફોટામાં
આવા, તો અંદરમાં તો હજી કેટલા ઊંડા હશે?!
**
બેનશ્રીને દીકરી કહું, બેન કહું, ધર્મમાતા કહું કે સાધર્મી
કહું, જે કંઈ કહું-બધું છે.
**
ચંપાબેન તો આ કાળનું આશ્ચર્ય છે.
**
સ્ત્રીઓમાં તો કોઈ નહિ, પણ વર્તમાન બધા... કરતાં
એમની દશા વધારે છે.
**
નહિ-જેવા માયાના પરિણામમાં અહીં આ અવતાર! નહિ
તો એ અહીંયાં હોય જ શેના? પૂર્વના અખંડ બાળબહ્મચારી!
એમનો અવતાર જ અહીંયાં કયાંથી?
**
(તા. ૮-૭-૭૧) આજ બેનનો જન્મ દિન છે ને!...
બધાંને કેટલો ઉલ્લાસ દેખાય છે; એમને કાંઈ છે? અધ્યાત્મમાં
એમની સ્થિતિ ઉદાસ, ઉદાસ ને ઠરેલી છે.
**