Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 128 of 153
PDF/HTML Page 141 of 166

 

background image
ગુરુદેવના હૃદયોદ્ગાર ૧૨૧
________________________________________________________
(તા. ૧૨-૯-૭૧) બેન (ચંપાબેન) ની નિર્મળતા ઘણી
ઘણી! નિર્મળતા-નિર્મળતા! અપૂર્વ અપૂર્વ સ્મરણ! શાંત ને
ગંભીર! બેન તો ધર્મરતન છે. મહાવિદેહમાં ઘણી નિર્મળતા હતી;
ત્યાંની નિર્મળતા લઈને અહીંયાં આવ્યાં છે. એકાંતપ્રિય, શાંતિથી
એકલાં બેસી પુરુષાર્થ કર્યા કરે છે. એમને કયાં કોઈની પડી જ
છે! કુટુંબનીયે નથી પડી. અંતર સ્વરૂપપરિણતિમાં રહે છે.
**
(તા. ૧૯-૯-૭૧) ઓહો! બેનના જ્ઞાનની નિર્મળતાની
શી વાત કરવી! ઘણું સ્પષ્ટ જ્ઞાન!... બેન તો જબરી આરાધના
કરે છે. એકલાં બેઠાં પોતાનું કામ કર્યા જ કરે છે. ... હવે તો
એમને બહાર પાડવાં જ છે. એમનો જયજયકાર થશે, એમની
ઘણી જાહોજલાલી થશે, જે જીવશે તે જોશે. અલૌકિક દ્રવ્ય છે,
એમની લાઈન જ જુદી છે.
**
(ભા. સુ. ૧૧, સં. ૨૦૨૬)... બેન બોલે છે તો ઘણું થોડું.
દીકરીઓનાં ઘણાં ભાગ્ય છે. જો મૌન રહે તો પણ એનાં દર્શનથી
તો લાભ જ છે. ... અમને ઘણા વખતથી ખ્યાલમાં હતુંઃ બેનની
ઘણી શક્તિ છે.
**
(કા. વ. ૧૨ સં. ૨૦૨૨) રાજુલને પૂર્વભવનું ગીતાનું યાદ
આવ્યું તે તો સામાન્ય વાત; બેનને (બહેનશ્રીને) તો દ્રવ્યે ને ભાવે
બંને પ્રકારે સ્મરણ છે. શુદ્ધ આત્માના જ્ઞાન સહિતનું ઘણું જ્ઞાન
**