૧૨૨ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
છે. ભાવસ્મરણ એટલે નિજ શુદ્ધ આત્માનું, અને દ્રવ્યસ્મરણ
એટલે આ જીવ પોતે પૂર્વે કયાં હતો તે,-તે બંનેનું જ્ઞાન છે. એ
તો ભગવતીસ્વરૂપ છે, ભગવતી બેન છે.
**
શ્રી કુંદકુંદ-આચાર્યદેવ વિદેહમાં ગયા હતા તેના કોણ સાક્ષી
છે? સાક્ષી આ ચંપાબેન બેઠાં છે તે છે.
**
બેનની ગંભીરતા તો જુઓ! બેનના બોલ (વચનામૃત)
બહુ ગંભીર છે. બેનને તો કયાં બહાર પડવું છે? માંડ બેનનું
પુસ્તક બહાર આવ્યું. બેનનું પુસ્તક તો બહુ સરસ! બહુ સરસ!
અધ્યાત્મની રુચિ હોય તેને માટે તો બહુ સરસ. આવું કયારે
બહાર આવે! બેનને તો વિચાર નહોતો ને બહાર આવી ગયું.
જગતનાં ભાગ્ય છે!
**
(તા. ૨૬-૮-૭૨) બેનનો આત્મા તો મંગળમય છે,
ધર્મરતન છે. હિંદુસ્તાનમાં બેન જેવાં અજોડ સ્ત્રીઓમાં કોઈ છે
નહિ, અજોડ રત્ન છે. બાઈઓનાં તો મહાભાગ્ય છે કે આવું રત્ન
મળ્યું છે.
**
(તા. ૧૭-૩-૭૩) આ બેનની તો લાઈન જ જુદી છે.
એમનો વૈરાગ્ય, જાતિસ્મરણજ્ઞાન, એમની દશા-બધું જુદું જ છે.
એમને કયાં કોઈની પડી છે! કોઈ વંદન કરે કે ન કરે, એ
કયાં કોઈને