તેમના ઘરે ગયો ને મેં કહ્યું કે બેન! લોકોને ઘણો ઉત્સાહ છે.
વજુભાઈ-હિંમતભાઈ ત્યાં બેઠા હતા. બેન કહેઃ ‘હું તો આત્માની
સાધના કરવા અહીં આવી છું, આ તો બોજો લાગે છે.’ એમને
બહારની કાંઈ પડી નથી, જેટલું કરો તેટલું ઓછું છે.
તો સ્વરૂપમાં છે. ભગવતીસ્વરૂપ એક ચંપાબેન જ છે, તેમની
દશા અલૌકિક છે. એ તો અતીન્દ્રિય આનંદમાં લહેર કરે છે.
માખણ ભર્યું છે-એકલો માલ ભર્યો છે. ઘણું ગંભીર! થોડા
શબ્દોમાં ઘણું ગંભીર! આ તો અમૃતધારાનો વરસાદ છે.
વચનામૃત તો બાર અંગનું માખણ છે, સારમાં સાર આવી ગયું
છે. ‘દ્રવ્યદ્રષ્ટિપ્રકાશ’ કરતાં આ પુસ્તક અલૌકિક છે. જગતનાં
ભાગ્ય-આવી ચીજ બહાર આવી! આવાં વચનામૃત કોને ન
ગોઠે? સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથે જોયા તે આ ભાવ છે.