૧૨૪ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
આ તો બેનનાં અંદરનાં વચન છે ને! બેનની ભાષા
સાદી, પણ અંતરની છે. અનુભવ વિદ્વત્તા માગતો નથી, અંતર
અનુંભૂતિ અને રુચિ માગે છે. આ બેનના શબ્દો છે તે
ભગવાનના શબ્દો છે. ભાષા ય નવી ને ભાવો ય નવા! સાદી
ભાષામાં અંદર રહસ્ય છે. લાખો પુસ્તકો છપાયાં, મેં કોઈ દિવસ
કહ્યું ન હતું; જ્યાં આ (વચનામૃત) હાથમાં આવ્યું, (જોયું-
વાંચ્યું) ને રામજીભાઈને કહ્યુંઃ ભાઈ! આ પુસ્તક લાખ છપાવો.
**
(તા ૬-૯-૭૭) (બહેનશ્રીનાં વચનામૃત) પુસ્તક
ટાઈમસર બહાર પડયું. બેનને કયાં બહાર પડવું જ છે, પણ
પુસ્તકે બહાર પાડયાં ભાષા સરળ છે પણ ભાવ ઘણા ગંભીર છે,
મેં આખું વાંચી લીધું છે. એક વાર નહિ પણ પચીસ વાર વાંચે
તોય સંતોષ ન થાય એવું પુસ્તક છે. આ દસ હજાર પુસ્તક
છપાવીને બધા હિન્દી-ગુજરાતી ‘આત્મધર્મ’ ના ગ્રાહકોને ભેટ
દેવાં એમ મને થયું.
**
(તા ૧૬-૯-૭૭) હું કહું છું કે (વચનામૃત) પુસ્તક
સર્વોત્કૃષ્ટ છે-આખા સમયસારનો સાર આવી ગયો છે એટલે
સર્વોત્કૃષ્ટ છે. આ પુસ્તક બહાર માણસોના હાથમાં જશે તો
હિન્દુસ્તાનમાં ડંકો વાગશે. આ પુસ્તક વાંચતાં તો વિરોધી પણ
મધ્યસ્થ થઈ જશે-એવી વાત છે. ... જગતને લાભનું કારણ છે.
માન મૂકીને એક વાર મુનિઓ (પણ) વાંચે તો એમના લાભનું
કારણ છે.
**