Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 132 of 153
PDF/HTML Page 145 of 166

 

background image
ગુરુદેવના હૃદયોદ્ગાર ૧૨પ
________________________________________________________
(તા. ૧-૧૦-૭૭) પરિણમનમાંથી નીકળેલા શબ્દો છે.
બેનને તો નિવૃત્તિ ઘણી. નિવૃત્તિમાંથી આવેલ શબ્દો છે. પુસ્તકમાં
તો સમયસારનો સાર આવી ગયો છે-અનુભવનો સાર છે; પરમ
સત્ય છે. ‘વચનામૃત’ એ ચીજ તો એવી બહાર આવી ગઈ છે
કે હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ બહાર પાડવું જોઈએ.
**
આ બેનનાં વચનો છે તે અનંત જ્ઞાનીનાં વચનો છે.
ઈન્દ્રોની સમક્ષ અત્યારે શ્રી સીમંધરદેવ જે ફરમાવે છે તે આ
વાણી છે. આ ચોપડી સાધારણ નથી, આમાં તો બહુ ભર્યું છે.
ભાષા મીઠી છે, સાદી છે; ભાવો ઊંડા ને ગંભીર છે.
દિવ્યધ્વનિનો આ અવાજ છે. અરે! એક વાર મધ્યસ્થપણે આ
વાંચે તો ખરો! ભગવાને કહેલી જે ૐકાર ધ્વનિ છે એમાંથી
નીકળેલો આ સાર બેને કહેલ છે.
**
(સં. ૧૯૯૭) આ કાળનો જોગ અનુકૂળ છે; બેન જેવાંનો
આ કાળે અવતાર છે. એ ધર્માત્મા ગૃહસ્થના ભેટા થવા પણ
અનંત કાળે મોંઘા છે. ભાઈઓને આ કાળે ધર્માત્મા પુરુષ મળી
આવે, પણ આ કાળે બહેનોનાં પણ સદ્ભાગ્ય છે.
**
(તા. ૧૭-૯-૮૦) બેનથી બોલાઈ ગયું અંતરમાંથી.
ત્યાંથી (વિદેહક્ષેત્રથી) આવેલી વાત છે. બેન ત્યાંથી આવ્યા છે.
... બેન (દીકરિયું પાસે) બોલેલાં ને લખાઈ ગયું, નહિતર તો
બહાર આવે