ગુરુદેવના હૃદયોદ્ગાર ૧૨૭
________________________________________________________
(તા. ૧૯-૯-૮૦) અહાહાહા! બેનની લાયકાત! ... એ
(બેનની આ વાણી) તો કોતરાવાની છે પથ્થરમાં અઢી લાખ
રૂપિયા તે દી (શ્રાવણ વદ બીજે) થઈ ગયા. (વચનામૃતનું)
મકાન બનાવવામાં આવશે.
**
(રાજકોટ ઈ. સ. ૧૯૮૦) આ બેનનાં વચનો છે. અંતર
આનંદના અનુભવમાંથી આવેલી વાત છે. ઘણું જોર અંદરનું,
અપ્રતિહત ભાવના. આત્માનું સમ્યગ્દર્શન અને અતિન્દ્રિય આનંદની
અનુભૂતિ-એમાંથી આ વાત આવી છે. આનંદના સ્વાદમાં મડદાની
જેમ હાલે. અહાહા! સચ્ચિદાનંદ પ્રભુ છે બેન! અંતરની મહત્તા
આડે બહારનું કાંઈ લક્ષ જ નથી. અનુભવી, સમકિતી, આત્મજ્ઞાની
છે. આત્માનો અનુભવ તો છે પણ સાથે અસંખ્ય અબજ વર્ષોનું
જાતિસ્મરણજ્ઞાન છે. પણ લોકોને બેસવું કઠણ પડે.
**
બેન (ચંપાબેન) તો જૈનનાં મીરાંબાઈ છે. ભાનસહિતની
ભક્તિ છે, આંધળી દોડ નથી.
**
બેનને તો એક આનંદ આનંદ આનંદ! તે આખો દી સહજ
નિવૃત્તિ; બસ, બાકી કાંઈ કરતાં કાંઈ નહિ. કોઈ વંદન કરે કે
નહિ એની સામે પણ જુએ નહિ. કોઈ સાથે લવથવ નહિ.
**