આનંદને ગટક ગટક પીએ છે એવા ધર્મીનું (-સાધકનું) આ
સ્વરૂપ બેનના મુખેથી (વચનામૃતમાં) આવ્યું છે. તદ્ન સાદી
ભાષા. પ્રભુના સમોસરણમાં આમ વાત ચાલતી, ભાઈ! ...
અરે! આ વાત બેસે તે તો ન્યાલ થઈ જાય તેવું છે.
જિનેશ્વરદેવનું જે ફરમાન છે તે આ બેન કહી રહ્યાં છે.
અગાધતા લાગે સ્વભાવની. પર્યાયે પ્રભુને સંઘર્યો, આખો જ્ઞાનમાં
લઈ લીધો. આ તો સિદ્ધાન્તનું દોહન છે. જગતનાં ભાગ્ય કે આ
(બેનનું પુસ્તક) ટાણે બહાર આવી ગયું. થોડા શબ્દોમાં, સાદી
ભાષામાં, મૂળ તત્ત્વને પ્રગટ કર્યું.
પણ લોકોને તો ભક્તિપ્રેમથી બહુમાન કરવાના ભાવ આવે ને!