ગુરુદેવના હૃદયોદ્ગાર ૧૨૯
________________________________________________________
આવે છે ને ‘બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ
છે!’ ઘણું સરસ!
**
બેન તો મહાવિદેહથી આવ્યાં છે. એમના અનુભવની આ
(વચનામૃત) વાણી છે. હીરાથી વધાવ્યાં તો ય તેમને કાંઈ
નહિ. બેન તો (થોડા ભવમાં) કેવળજ્ઞાની થશે.
**
(તા. ૨૨-૧-૭૮) અમે (સીમંધર) ભગવાન પાસેથી
સીધા જ આવ્યા છીએ. આ વચનામૃતમાં ભગવાનની ધ્વનિનાં
મંત્રો ભરાઈ ગયા છે. બેનની (ચંપાબેનની) શી વાત કરવી! તે
તો ધ્યાનમાં ધ્યાનમાં બસ ધ્યાનમાં રહે છે. આનંદ આનંદ
આનંદમાં છે. તેમનો દેહ સ્ત્રીનો છે તેથી ખ્યાલ ન આવે.
**
(તા. ૧૯-૯-૮૦) વચનામૃતના એક-એક શબ્દમાં સારો
(-પુરો) સાર ભર્યો છે. વિચારને દીર્ઘપણે લંબાવીને અંતરમાં
જા. અહાહા! બેનની (ચંપાબેનની) કેવી સ્થિતિ છે! કહે છે-
‘આત્મા’ બોલતાં શીખ્યા તો અહીંથી (ગુરુદેવ પાસેથી)! ગજબ
છે એમનો વિનય અને નમ્રતા!
**
બેન વિદેહથી આવ્યાં છે. એમને તો અસંખ્ય અબજ વર્ષનું
જાતિસ્મરણજ્ઞાન છે. અસંખ્ય અબજ વર્ષની વાત, કાલની આજ
દેખાય તેમ દેખાય છે. ... આત્મજાતિનું જ્ઞાન થવું તે યથાર્થ