Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 137 of 153
PDF/HTML Page 150 of 166

 

background image
૧૩૦ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
જાતિસ્મરણ છે-અનંત અનંત ગુણોનો નાથ તેનું જ્ઞાન અંદરમાં
હોવું તે (પરમાર્થ) જાતિસ્મરણ છે.
**
(તા. ૧૯-૮-૮૦) બેનને ખબર નહિ કે કોઈ લખી લેશે.
એમને બહાર પડવાનો જરા પણ ભાવ નહિ. ધર્મરતન છે,
ભગવતી છે, ભગવતીસ્વરૂપ માતા છે. (એમનાં આ વચનો)
આનંદમાંથી નીકળ્‌યાં છે. ભાષા મીઠી આવી ગઈ છે.
**
બેન અત્યાર સુધી ગુપ્ત હતા. હવે ઢાંકયું નહિ રહે-છાનું
નહિ રહે. એમનાં વચનો તે ભગવાનની વાણી છે, તેમના ઘરનું
કાંઈ નથી-દિવ્ય-ધ્વનિ છે. બેન તો મહાવિદેહથી આવ્યાં છે. આ
વચનામૃત લોકો વાંચશે, વિચારશે, ત્યારે ખ્યાલ આવશે આ કેવું
પુસ્તક છે! એકલું માખણ છે.
**
(તા ૧૯-૨-૭૮) (બેનની) આ વાણી તો આત્માના
અનુભવમાં-આનંદમાં રહેતાં રહેતાં આવી ગઈ છે. અમે ભગવાન
પાસે પૂર્વે હતા. બહુ ઊંચી વાત છે. અત્યારે આ વાત બીજે
કયાંય નથી. બેન (ચંપાબેન) તો સંસારથી મરી ગયાં છે. અપૂર્વ
વાત છે બાપુ!
**
બેનનું પુસ્તક તો એવું બહાર પડયું છે કે મારા હિસાબે તો
બધાને ભેટ દેવું જોઈએ. બહુ સાદી-બાળક જેવી ભાષા; સંસ્કૃત