Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 138 of 153
PDF/HTML Page 151 of 166

 

background image
ગુરુદેવના હૃદયોદ્ગાર ૧૩૧
________________________________________________________
ભાષા નહિ. બહુ જોરદાર ગંભીર વાતો એમાં છે.
**
અહાહા! આ આવી ચીજ લોકોનાં ભાગ્યે બહાર આવી
ગઈ. પોકાર કર્યો છે એમાં આત્માનો. બેનનો ફોટો છે ઉપર-ઘણો
સારો; શાન્ત-શાન્ત!!
**
બેન તો બેન જ છે. એના જેવું બીજું કોઈ નથી. અહીં
કયાં અમારે કાંઈ છાનું રાખવું છે! બેન તો અજોડ છે, અકેલા
હી હૈ. અમારે ખાનગી-ગુપત છે નહિ.
**
બેનના પુસ્તકમાં બહુ ટૂંકું ને માલ-માલ છે.
અન્યદર્શનીઓને પણ ગમે તેવું છે. ... અરે! એમાં તો તારી
મહિમા ને મોટપની વાતો છે. મુનિઓની વાત કેવી લીધી છે!-
‘મુનિઓને બહાર આવવું એ બોજો લાગે છે.’ આ પુસ્તક બહાર
આવ્યું એ ઘણું જ સરસ! અંદર થોડામાં ઘણી વાતો છે.
**
બેન તો એક અદ્ભુત રતન પાકયાં છે. શક્તિ અદ્ભુત
છે. અતીન્દ્રિય આનંદના વેદનમાં એને કાંઈ પડી નથી.
હિન્દુસ્તાનમાં એમના જેવો કોઈ આત્મા નથી. આ પુસ્તક બહાર
પડયું એટલે કાંઈક ખબર પડે.
**
ચંપાબેન એટલે કોણ? ! એમનો અનુભવ, એમનું જ્ઞાન