૧૩૨ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
સમતા અલૌકિક છે. ... સ્ત્રીનો દેહ આવી ગયો છે. પણ
અંતરમાં અતીન્દ્રિય આનંદની લહેરમાં પડયાં છે; એમાંથી વાણી
નીકળી છે.-આ, એમની વાણીનું પ્રમાણપણું છે.
**
બેન અલૌકિક ચીજ છે; દેહથી ભિન્ન અને રાગથી ભિન્ન
આત્માને અનુભવે છે. એને (બહારમાં) મજા પડતી નથી. એ
તો અતીન્દ્રિય આનંદમાં લહેર કરે છે.
**
(સં. ૨૦૩૦) (શ્રાવણ વદ ૧૪ના દિને પંડિત શ્રી
હિંમતભાઈના ઘરે આહાર કરવા પધાર્યા ત્યારે-)
પૂજ્ય ગુરુદેવઃ- ‘હિંમતભાઈ! જુઓને, લોકોને કેટલા
ભાવ છે બેન ઉપર! બીજના ટાણે કેટલું બધું માણસ આવ્યું’ તું!
પૂ. બહેનશ્રી (અતિ નરમાશથી)ઃ- સાહેબ! મારે તો
આત્માનું કરવું છે. એ તો બધી ઉપાધિ લાગે છે.
પૂજ્ય ગુરુદેવઃ- બેનબા! તમારે શું છે? તમારે તો બધું
જોયા કરવું. મારા હિસાબે તો હજી ઓછું થાય છે. તમારા માટે
તો લોકો જેટલું કરે તેટલું થોડું છે.
**
(સં. ૨૦૩૩) એક સ્ત્રીનો દેહ આવી ગયો. નહિતર
(બેન) દૂર એક ક્ષણ ન રહે. ... કેટલીક શબ્દની શૈલી તો
એમના ઘરની,