Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 140 of 153
PDF/HTML Page 153 of 166

 

background image
ગુરુદેવના હૃદયોદ્ગાર ૧૩૩
________________________________________________________
નિવૃત્તિની છે. સાદી ભાષા બહુ, ચાર ચોપડી ભણેલાને બેસી
જાય એવી છે.
**
(તા. ૨૯-૧૧-૭૭) બેનનાં વચનામૃત એ કેવળજ્ઞાનનો
કક્કો છે. બે-ચાર વાર નહિ પણ દસ વાર વાંચશે ત્યારે
સમજાશે.
**
ઓહો! સાદી ભાષા, મંત્રો છે મંત્રો. આ તો લાખો શાસ્ત્રોનો
નિચોડ છે. લાખો શું? કરોડ, અનંત શાસ્ત્રોનો આશય સ્વઆલંબન
કરાવવું તે છે. લોકો વાંચશે તો અહાહા! ... બાહુબલીમાં ભટ્ટારકે
જોયું તો કહે કે ‘મને આપો; ઓહો! આવું પુસ્તક!’
**
બેનની (ચંપાબેનની) તો શી વાત કરું! તેમની નિર્મળ
દ્રષ્ટિ અને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ આ કાળે અજોડ છે. એ તો
અંદરથી જ ઉદાસ ઉદાસ છે. તેમને વિષે વિશેષ શું કહું? અમારે
મન તો તે ભારતનું ધર્મરતન, જગદમ્બા, ચૈતન્યરત્ન ધર્મમૂર્તિ
છે, હિન્દુસ્તાનનો ચળકતો તારો છે.
**
(જામનગર, એપ્રિલ-૭૯) બેનને અસંખ્ય અબજો વર્ષનું
જ્ઞાન છે-૯ ભવનું જ્ઞાન છે (-૪ભૂતના ૪ ભવિષ્યના). બેન તો
ભગવાન પાસેથી આવ્યાં છે. અનુભવમાંથી આ વાત આવી છે.