Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 31 of 153
PDF/HTML Page 44 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૩૧
________________________________________________________
હતું. શ્રી સીમંધર પ્રભુના ગળામાંથી અવાજ છૂટતો હતો. તે
અવાજમાં એકાકારતા હતી. તે એકાકારતામાં સમજી શકાય એવી
જાતના કાંઈક આકારો પડતા હતા. તેમની વાણી અને શરીર
બધું જાણે આત્માથી છૂટું છૂટું તરતું તરતું જણાતું હતું.
આ શ્રી સીમંધર પ્રભુ ને આ શ્રી કુંદકુંદાચાર્ય એમ
જ્ઞાનપર્યાયનું સહજ સ્મરણરૂપ વેદન પરિણમે છે.
પ્રભુ આગળ ત્યાં અધ્ધર બેસવાનું હતું. ત્યાં વાજાંના
ધમકાર પડી રહ્યા હોય એમ સ્મરણ આવે છે. શ્રી સીમંધર
પ્રભુનો દેહ જાણે ઘણો મોટો હોય એમ યાદ આવે છે, પણ કેટલો
મોટો એનું માપ આવતું નથી.
હું પુરુષપણે ત્યાં છું આ ભવ પહેલાંનો તે પુરુષનો સીધો
ભવ છે એમ જ્ઞાનમાં સ્મરણરૂપ વેદન પરિણમે છે. ત્યાંની
દેહમુદ્રામાં વૈરાગ દેખાય છે, સ્થિરતા દેખાય છે, બ્રહ્મચર્ય દેખાય
છે. સાદાં ખાદી જેવાં લુગડાં પહેર્યાં હતાં. બાળબહ્મચારી હતો,
પરણ્યો નહોતો, સ્ત્રી વગેરે કાંઈ ન હતું એમ સ્મરણરૂપ વેદન
સહજ આવે છે. હું ઘણી ઘણી વાર પ્રભુ પાસે ઉપદેશ સાંભળવા
આવતો હતો. ત્યાં હું નિર્વિકલ્પ સમકિત પામ્યો હતો, સ્વસન્મુખ
લક્ષને વાળ્‌યા કરતો હતો એમ યાદ આવે છે. શરીરનો વર્ણ
પીળા વર્ણ જેવો સહેજ ઊજળો હતો.
હું નાનો બાળક હતો ત્યારે મારી માતાના ખોળામાં સૂતો