વાર તે રાજકુમાર ફેંટો બાંધેલા આવે છે ને એક વાર ઉધાડે માથે
આવે છે.) તે ક્ષેત્રમાં એક ડુંગર જેવું હતું, નીચે થોડાં પગથિયાં
હતાં. તે પગથિયાં ચડતા રાજકુમારને મેં જોયા. તે વખતે જરીનાં
લુગડાં પહેરેલા હતા ને માથા ઉપર તદ્ન ખૂલતા બદામી રંગ
જેવો ફેંટો બાંધેલો હતો. તે વખતે તેમનું શરીર રાજને યોગ્ય
પુણ્યવંત હતું. તેમના પગની નીચે પાનીનો ભાગ વિશેષ પુણ્યવંત
દેખાતો હતો તેમ યાદ આવે છે. તે કુમાર રૂપે ગુણે શોભિત હતા.
ત્યારે પહેર્યાં હતાં. તે વખતે શરીરનો બાંધો ઠીક હતો;-તેના
કરતાં પગથિયે ચડતા જોયા ત્યારે શરીર પાતળું હતું.
રાજકુમાર ભવિષ્યે એટલે કાળક્રમે તીર્થંકર થવાના છે તેવી વાણી
ત્યાં મહાવિદેહક્ષેત્રમાં પુરુષદેહપણે મેં શ્રી તીર્થંકર અને શ્રી
શ્રુતકેવળી બંને પાસેથી સાંભળી છે તેમ સહજ સ્મરણરૂપ
વેદનની જ્ઞાનપર્યાય પરિણમે છે.
અધ્યાત્મતત્ત્વનો હૃદયગત રંગ એટલે મને ત્યાં રાજકુમાર પ્રત્યે
બહુ મહિમા હતી; તેમની સાથે હું પ્રશ્નચર્ચા કરતો હતો એમ