Benshreeno Gnan Vaibhav (Gujarati). Sankshep.

< Previous Page   Next Page >


Page 35 of 153
PDF/HTML Page 48 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૩પ
________________________________________________________
આ સર્વ હકીકત જેમ સહજ સ્મરણ આવ્યું છે તેમ, જેટલું
આવ્યું છે તેટલું, મધ્યસ્થ ભાવથી લખાયું છે. જે જે વાત
બરાબર સ્મરણમાં નથી આવતી તે નથી લખી.
શ્રી વીતરાગ આદિ પરમપુરુષોને નમસ્કાર.
**
(સંક્ષેપ)
૧૯૯૩, ચૈત્ર વદ આઠમ ને સોમવાર, સવારના દસ
લગભગ-શ્રી કુંદકુંદાચાર્યનું, પૂર્વભવના પુરુષપણાનું, શ્રી
સીમંધર પ્રભુનું સામાન્ય સ્મરણ, બ્રહ્મચારીપણા વગેરેનું સહજ
સ્મરણ.
૧૯૯૩, વૈશાખ સુદ ત્રીજ-લોક આદિનું સ્વરૂપ.
વૈશાખ સુદ ૬, સવારના નવ લગભગ-નાના બાળકનું
સ્મરણ.
વૈશાખ સુદ ૧૨, સવારના આઠથી સાડા આઠ લગભગ-
પૂર્વનું સમ્યગ્દર્શનપણું, ઘણા ટાઈમથી મહાવિદેહક્ષેત્રમાં હતો તે
સ્મરણ, રસ્તા વગેરેનું સામાન્ય સ્મરણ.
વૈશાખ સુદ તેરશ, સવારના નવ લગભગ-ત્રીજા
દેવલોકથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં પુરુષદેહપણે જન્મ તેમ
સ્મરણ.
જેઠ વદ તેરશ, સવારના છ થી સાડા છ -પૂજ્ય સાહેબનો
પૂર્વભવ રાજકુમાર, ફેંટો બાંધેલા.