ચર્ચા, શ્રી સીમંધર પ્રભુનું, વાણી આદિનું સામાન્ય સ્મરણ;
શાન્તાબેનના પૂર્વભવનું, તેમના ઘરનું વગેરેનું સામાન્ય સ્મરણ.
હતો; એમના શરીરનો વર્ણ ઊંચી જાતનો તેજસ્વી હતો; એમના
શરીરની આકૃતિ મોટા જબરા આડાભીડ યોગી જેવી દેખાતી
હતી;-તે પ્રકારે સામાન્ય સ્મરણ આવે છે. તેથી વિશેષ યાદ
આવતું નથી.
સ્થિરતા વધતાં, નિર્વિકલ્પ સ્થિતિ થતાં તેમાંથી બહાર આવતાં
જરા વાર પછી તે રાજકુમારનું નામ ફતેહમંદકુમાર એમ આવ્યું.
તે વખતે તે કુમારને તેમના મહેલ તરફ જતા જોયા; તેમનો
મહેલ નગરથી થોડો દૂર હતો ને ઊંચા ઊંચા માળ હતા, ઠેઠ
ઉપર ગોળ ગોળ કાંઈક નવીન જાતનો આકાર હતો, ઠેઠ ઉપર
વચ્ચે મહેલ જેવું હતું, આજુબાજુ ને ઉપર નવીન જાતનાં ગોળ
ગોળ છત્ર ને કોતરણી હતી તેમ સહજ યાદ આવ્યું.