Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 37 of 153
PDF/HTML Page 50 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૩૭
________________________________________________________
પછી સાંજે ચાર વાગ્યે, ફતેહકુમાર નામ સહિત શ્રી
તીર્થંકર પ્રભુની સમીપમાં રાજકુમારનું સ્મરણ આવ્યું; તેની સાથે
બીજી વાર ફતેહ રાણાસાહેબ એવા નામ સહિત, રસ્તામાં ચાલ્યા
જતા હતા તેવી રીતે, તે કુમારનું સ્મરણ આવ્યું.
આવી રીતે બે ત્રણ પ્રકારે નામ સાવ સહજ યાદ આવ્યું.
તે કુમારને માતાપિતા હતા એમ યાદ આવે છે. તે
માતાપિતા કેવાં હતાં તેનું સ્વરૂપ યાદ આવતું નથી. રાજકુમારનું
નામ ફતેહકુમાર ઉપરાંત બીજું પણ નામ હોય તેમ સહજ
સ્મરણમાં આવે છે પણ તે નામ શું હતું તે યાદ આવતું નથી.
કુમારનું નામ આવ્યું તેની સાથે, સાંજે ચાર વાગ્યે, તેમના
મહેલમાં ઠેઠ ઉપર એમને રાધા...નામની રાણી છે. (રાધાની
પછવાડે લક્ષ્મી જેવું, એવું કાંઈક લાંબુ નામ છે પણ બરાબર યાદ
આવતું નથી, પણ રાધા નામ બરાબર યાદ આવે છે.) એમ
સાવ સહજ યાદ આવ્યું. તે રાણીએ વાદળી રંગનું ઓઢેલું ને
જરિયાનની કોર હતી, તેનું પુણ્ય ને ગુણ સારા દેખાય છે એમ
ટૂંકી ભાષામાં લખ્યું છે.
તે રાજકુમારને રાણી હોવા છતાં બ્રહ્મચારી હતા એમ
સહજ યાદ આવે છે. ગુણવાન રાજકુમાર બ્રહ્મચારી પહેલેથી જ
હતા કે કયારથી હતા તે કાંઈ યાદ આવતું નથી. તે કુમારને આ
એક હતી કે બીજી કોઈ વધારે રાણી હતી તે કાંઈ ખ્યાલમાં
આવતું નથી. આ એક રાણી બરાબર યાદ આવે છે.