આ બંને કાગળમાં, જેટલું આવ્યું છે તેટલું લખ્યું છે. આથી
ગઈકાલે નોમની રાત્રે સાતથી સાડા સાત સુધીમાં એમ
અને હું કંઈક વાત કરતા હતા; શું વાત કરતા હતા તે યાદ
આવતું નથી; તેમનું નામ લાભ... ભાઈ હતું; હું એમને
લાભભાઈ કહીને બોલાવતો હતો; મારું નામ દેવાભાઈ હતું; તે
મને દેવા... ભાઈ કહીને બોલાવતા હતા;- આવી જાતના ભાવો
યાદ આવે છે. (લાભ... ભાઈ અને દેવા... ભાઈનું લાંબુ નામ
યાદ આવતું નથી.) તે સ્મરણ ત્યાંથી તે વખતે અટકી ગયું.
ધાર્મિક વૃત્તિમાં બહુ સજ્જડ છે. આવી જાતના ભાવો યાદ આવે
છે. તેમની રાણી નિર્વિકલ્પ સમકિત પામેલ હતાં અને બહુ ગુણી
હતાં એમ સહજ યાદ આવે છે. રાજકુમારને તે રાણીના ગુણોનું
બહુમાન હતું. આ બધું બરાબર યાદ આવે છે.