Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 39 of 153
PDF/HTML Page 52 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૩૯
________________________________________________________
તેવી જ રીતે નિઃશંકપણે યાદ આવે છે.
‘રાજકુમાર ભવિષ્યે કાળક્રમે તીર્થંકર થવાના છે’ તે
વાતને રાજકુમાર પોતે, તીર્થંકર આદિની વાણીના જ્ઞાન સહિત,
અંતરમાંથી જાણતા હતા. ‘હું તીર્થંકર થવાનો છું’ એમ એમનું
હૃદય કહેતું હતું. આ સ્મરણ અહીંથી અટકી ગયું.
ત્યાર પછી સાડા આઠ થી સવા નવ સુધીમાં -
હું દેવલોકમાં દેવ હતો તેનું સ્મરણ આવ્યું; ત્યાં દેવી હતી
ને કેટલાક દેવો હતા; તે દેવલોક, ત્યાંનાં લુગડાં ને દાગીના વગેરે
જુદી જાતનું લાગે છે. કઈ ભાષામાં લખવું ને બોલવું તે કાંઇ
સ્પષ્ટ આવતું નથી, વેદનમાં ગંભીરતા બહુ ભાસે છે. દેવીના
શરીર ઉપર ને દેવલોકમાં ને મારા દેવપણાના શરીર ઉપર જુદી
જુદી જાતના ચળકાટ, જુદી જુદી જાતના રંગના ચળકાટવાળાં
લુગડાં-તે લુગડાં મખમલ જેવાં હોય તેમ જણાતું હતું-ને દાગીના
વગેરે તથા દેવલોક પણ જુદી જુદી જાતના રંગ સહિત
ઝગઝગાટવાળું યાદ આવે છે. બધા દેવો ભેગા થઈને નાચ કરતા
હતા. (હું તાળી પાડતો હતો.) ત્યાં નલિની નામનું કોક હતું, તે
દેવીનું નામ હતું કે બીજા કોઈનું નામ હતું, તે યાદ આવતું નથી.
હું જાણે દેવ છું ને બધા પરિચિત દેવો-અમે બધા ભેગા થઈને
નાચ કરીએ છીએ એવું બધું જાણે દેવનો જ ભવ કેમ હોય એવું
લાગે છે. શું નાચ હતો તે સ્પષ્ટ યાદ આવતું નથી. તે દેવના
ભવ પહેલાં મહાવિદેહક્ષેત્રમાં બળદિયો હતો એમ સાવ સહજ યાદ
આવે છે. તે બળદ લાલ વર્ણે હતો, શરીર પાતળું સુકાયેલ જેવું
હતું. એ