બળદ છું તે પ્રકારે સહજ યાદ આવે છે.
ત્યાંના બે ત્રણ ભાઈબંધ નિશાળના અથવા ત્યાં આજુબાજુ
રહેવાવાળા યાદ આવે છે. તેમાંથી એક ચંદ... ભાઈ નામે હતા.
લાભભાઈની બા અને મારી બાને મેળ અને સંબંધ હતો.
નિશાળ કેવી હતી તે બરાબર યાદ આવતું નથી.
ત્યારે કોઈ પ્રસંગે નિશાળના ભણતરની અને માખણ છાશ વગેરે
વસ્તુની વાત કરતા હતા. આવા ભાવો યાદ આવે છે. તે વિષે
વિશેષ સ્પષ્ટ યાદ આવતું નથી. લાભ... ભાઈ પરણ્યા ત્યારે
આછા ગુલાબી રંગનું, અંદર સોનેરી લીટી હતી એવી જાતનું,
શરીર ઉપર રેશમી જેવું પહેર્યું હતું.
હતું તે યાદ નથી આવતું. આજુબાજુ રાતા રંગના ચળકાટ કરતા
મોટા મોટા વાંકિયા જેવો આકાર હતો. તેના ચળકાટ ઉપરથી તે