Benshreeno Gnan Vaibhav (Gujarati). Guru Ne Aatyanta Bhakti Thi Namaskar.

< Previous Page   Next Page >


Page 59 of 153
PDF/HTML Page 72 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન પ૯
________________________________________________________
પૂર્વના પરિચિત આત્માઓને ઓળખવા, તે આત્માઓના
જન્મ ફરી જવા છતાં ઓળખવા, તેનું સ્મરણ થાય એવા સંસ્કાર
અથવા ધારણા હોતી નથી છતાં પણ મતિની કોઈ એવી
નિર્મળતારૂપ સ્થિરતાને કારણે-સ્મરણ સાથેની નિર્મળતાને
કારણે-(જોકે અરૂપી આતમા દેખાતો નથી તોપણ) વર્તમાન
એની દેહપર્યાય ખ્યાલમાં હોય ને પૂર્વની દેહપર્યાય પણ જોયેલી
હોય, પરિચયમાં હોય, તેથી પૂર્વે જે પુરુષ જોયો હતો તે જ આ
પુરુષ છે તેમ જાણી શકાય છે, ઓળખી શકાય છે.
પૂર્વે જે આ પુરુષ જોયો હતો અથવા આ આત્માઓ પૂર્વે
જે જોયા હતા તે ‘જ’ આ આત્માઓ છે એમ મતિની
નિર્મળતારૂપ સ્થિરતાને કારણે જ્ઞાનમાં સહજ સચોટપણે
નિઃસંદેહપણે પકડાઈ જાય છે. તે આત્મા સીધો અહીં જન્મ
પામેલ છે કે બીજે કયાંય વચ્ચે ગયેલ તે પણ જણાય છે; જો
સીધો આવેલ હોય તો પૂર્વના પુરુષની ને અત્યારના પુરુષની
સીધી સંધિ, જ્ઞાનમાં આવે છે; નહિ તો સીધી સંધિ આવતી નથી
પણ વચ્ચે આડું કયાંય ગયેલ હોય તેમ જ્ઞાનમાં આવે છે.
પરમકૃપાળુ સદ્ગુરુદેવના કૃપામય ઉપકારને
અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર
શ્રી પ્રભુ સીમંધર ભગવાનનો તો અત્યારે આ કાળે વિરહ
પડયો, પણ પરમકૃપાળુ સદ્ગુરુદેવનો નજીકનો પરિચય ઈચ્છવા
છતાં વર્તમાન તેમનાથી દૂર પડયા તે પૂર્વ પરિણતિનો દોષ છે.
તે અપરાધની ક્ષમા ઈચ્છીએ છીએ.