Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 60 of 153
PDF/HTML Page 73 of 166

 

background image
૬૦ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
ગયા વર્ષે સ્મરણની શરૂઆત થયા પહેલાં એક વાર સ્વપ્ન
આવ્યું હતું કે લાભને ટાઈમે લાભ લીધો નથી, લાભના કાળે
લાભ લીધો નથી, તેથી અકાળે અવતાર થયા છે.
આ સહેજ જણાવવા ખાતર લખ્યું છે. ૧૯૯૪-
આ સર્વ સ્મરણમાં કૃપાળુ ગુરુદેવનો પરમ કૃપામય ઉપકાર
છે, પરમ કૃપામય પ્રતાપ છે.
શ્રી ગુરુદેવના ચરણકમળમાં પરમ ભક્તિથી વારંવાર
નમસ્કાર
પૂજ્ય ગુરુદેવના તીર્થંકરપણાનું વારંવાર સ્મરણ આવતું
હતું તેની સાથે આ ગણધરપણાનું સ્મરણ આવ્યું હતું.
પરમકૃપાળુ શ્રી સદ્ગુરુદેવશ્રીને પરમ ભક્તિથી વારંવાર
નમસ્કાર
૧૯૯૪માં આવેલ સ્મરણ-
(૨૦૦૪, પોષ સુદ ચૌદશે લખાયેલું)
સહજપણે એમ સ્મરણ આવેલ છે કે આ દેવાભાઈનો
આત્મા છે તે આ રાજકુમાર ભવિષ્યે તીર્થંકર થવાના છે તેના
ભવિષ્યે ગણધર થવાના છે.-એમ સીમંધરભગવાને કહ્યું છે.
આમ સ્પષ્ટપણે સ્મરણ આવેલ છે. જગતનાથ જગ-શ્રેષ્ઠ
તીર્થંકરદેવને નમસ્કાર.
સં. ૨૦૦૪ પોષ સુદ ૧૩ના રોજ આવેલું સ્મરણ-
ગણધરપણાનું ફરી ફરી સ્મરણ આવે છે. મહાવિદેહક્ષેત્રમાં