તીર્થંકરપણા વિષે તથા આગલા અને પાછલા ભવાંતરો વિષે
વાત કરી છે એમ બરાબર યાદ આવે છે; પણ તે કયા કયા ભવો
અને શું શું વાત છે તે યાદ આવતું નથી. તે ભવોની વાત કરી
તેમાં એમ કહ્યું હતું કે ‘આ રાજકુમાર ભવિષ્યે તીર્થંકર થવાના
છે.’ તેની સાથે સંબંધવાળી ગણધરપણાની વાત હોવાથી તે વાત
આવી હતી તે બરાબર સ્પષ્ટપણે સહજ સ્મરણમાં આવે છે.
તીર્થંકરદેવના ભવો વિષે શું શું વાત હતી તે સ્પષ્ટપણે સ્મરણમાં
આવતું નથી.
પૂર્વભવે શ્રી સીમંધર ભગવાન પાસેથી સાંભળ્યું છે તેમાંથી
વિદેહક્ષેત્રમાં તીર્થંકર થશે, તેમનું નામ શ્રી સૂર્યકીર્તિસ્વામી તથા
શ્રી સર્વાંગસ્વામી એમ બે પ્રકારે નામ યાદ આવે છે એટલે કે બે
જાતના નામ હોય તેમ યાદ આવે છે. આ દેવાભાઈ આ