૬૨ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
રાજકુમારના ભવિષ્યે ગણધર થવાના છે, તે સૂર્યકીર્તિ રાજાના
એટલે કે સૂર્યકીર્તિ તીર્થંકરના દેવેન્દ્રકીર્તિ નામના રાજકુમાર થશે;
આ લાભભાઈ આ રાજકુમારના ભવિષ્યે ગણધર થવાના છે, તે
સૂર્યકીર્તિ રાજાના એટલે કે સૂર્યકીર્તિ તીર્થંકરના બીજા ચંદ્રકીર્તિ
નામના રાજકુમાર થશે, એટલે કે સૂર્યકીર્તિ તીર્થંકરના દેવેન્દ્રકીર્તિ
અને ચંદ્રકીર્તિ નામના પુત્રો થશે અને તેમના બંને ગણધર થશે.
આ બધું શ્રી સીમંધર ભગવાન પાસેથી સાંભળ્યું છે
તેમાંથી યાદ આવે છે; આ સ્મરણ સાવ સ્પષ્ટ છે.
ભાવિ તીર્થાધિનાથ ક્હાનગુરુદેવને પરમ ભક્તિથી નમસ્કાર.
જગત-ઉદ્ધારક પરમ કૃપાળુ શ્રી સદ્ગુરુદેવ
(કાનજીમહારાજશ્રી) તે પૂર્વભવના ફતેહમંદ રાજકુમાર ભવિષ્યે
ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં તીર્થંકર થશે એમ શ્રી સીમંધર
ભગવાને કહેલું છે.
બળદેવ-વાસુદેવના સ્વપ્નાની આપે અમને વાત કરી ત્યાર
પછી તે વિચાર બહુ રહ્યા કરતા હતા તેથી આ સ્મરણ આવેલું છે.
આ સ્મરણ વારંવાર સ્પષ્ટપણે આવ્યા કરે છે. દેવાભાઈ
એટલે આ આત્મા, લાભભાઈ એટલે શાન્તાબેનનો આત્મા.
પરમ કૃપાળુ જ્ઞાનનિધિ ગુરુદેવના પરમ ઉપકારને વારંવાર
નમસ્કાર
*
અજોડ રત્ન પરમ કૃપાળુ ગુરુદેવનાં ચરણકમળમાં
પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર
૨૦૦૪, ચૈત્ર સુદ પૂનમે લખાયેલ