આત્માનો આ જંબુદ્વીપમાં કોઈ પણ ક્ષેત્રમાં રાજકુમારપણે જન્મ
થશે; તે ક્ષેત્રમાં કોઈ પણ તીર્થંકર ભગવાનની હાજરી હશે, તેમને
ઘેર પૂ. કહાન ગુરુદેવનો જન્મ થશે; ત્યાં આપ મહાન થશો;
ત્યાંથી આબેહૂબ મુનિપણું પાળીને ઊંચી જાતના દેવલોકમાં પૂ.
ગુરુદેવ અહમિન્દ્ર થશે; કયા દેવલોકમાં અહમિન્દ્ર થશે તે
સ્મરણમાં આવતું નથી, પણ અહમિન્દ્ર થશે તેમ સ્મરણમાં આવે
છે. આ આત્મા પણ અને શાંતાબેનનો આત્મા પણ ત્યાં આપના
કુટુંબી તરીકે બંને જણા જન્મશું, ત્યાંથી દેવલોકમાં પણ અમારા
આત્માને આપનો સાથ રહેશે.
ત્યાંથી દેવનો ભવ કરીને આપ ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં
તીર્થંકર ભગવાન જિનેન્દ્રદેવ થશો.
વાત સાવ સ્પષ્ટ છે. દેવલોકથી સીધું તીર્થંકરપણું સ્મરણમાં
આવતું નથી-તેમ ભવની સીધી સંધિ આવતી નથી પણ
અહમિન્દ્રપણા