બરાબર સ્પષ્ટપણે યાદ આવે છે અને તે કહાનગુરુદેવ પ્રત્યે બહુ
મહિમા આવે છે. શ્રી સીમંધર ભગવાનની વાણીમાં ફતેહમંદ
રાજકુમારના ભવાંતરની વાત આવી હતી તેને કારણે અને
જ્ઞાનની કોઈ જાતની સ્પષ્ટતાને કારણે રાજકુમારના
(કહાનગુરુદેવના) કોઈ કોઈ ભવ યાદ આવે છે, અને તે બધું
સ્પષ્ટપણે યાદ આવે છે.
આવે છે; ત્યાં મનુષ્યભવમાં તેમની શક્તિ દિવ્ય હતી, તેથી તે
દિવ્યતાવાળા પુરુષ હતા. આ ભવમાં તેમને પુણ્યના ફળનો રસ
ઘણો હતો. એક વાર કોઈ કારણસર દેવો તેમના ઉપર પ્રસન્ન
થયા હતા; કયા કારણે પ્રસન્ન થયા હતા તે યાદ આવતું નથી,
પરંતુ પ્રસન્ન થયા હતા તે વાત બરાબર યાદ આવે છે. દેવોએ
પ્રસન્ન થઈને કોઈ પ્રકારની સહાયતા તેમને કરી હતી અને બહુ
પ્રસન્ન થવાથી તે ફતેહમંદ રાજકુમારના આત્માને (એટલે કે
કહાનગુરુદેવના આત્માને), તે દિવ્યતાવાળા ભવમાં, મેરુપર્વતનાં
શાશ્વતાં જિનમંદિરો અને શાશ્વતાં જિનપ્રતિમાઓનાં દર્શન કરવા
તેડી ગયા હતા.
માતાપિતા વગેરે કુટુંબ હતું; વૈભવશાળી તેમનાં ઘર હતાં.