પણ, મનુષ્યપણાનો થયો; ત્યાં પણ તેઓ પુણ્યશાળી હતા, સર્વ
કાર્યોમાં જીત મેળવે એવી અજબ તેમની શક્તિ હતી. કયાં
કાર્યોમાં જીત મેળવી હતી તે સ્પષ્ટ યાદ આવતું નથી, પરંતુ જીત
મેળવતા હતા તે વાત યાદ આવે છે; આ બધી વાત સ્પષ્ટપણે
યાદ આવે છે.
ઉપદેશ સાંભળ્યા પછી તેઓએ મુનિરાજનાં દર્શન કર્યાં અને
ભાવ આવતાં તેઓએ મુનિને પોતાના ભવોની વાત પૂછી.
મુનિએ ભવોની વાત કરી. મુનિરાજે પૂર્વભવોની અને આવતા
ભવોની શું વાત કરી તે યાદ આવતું નથી; પરંતુ મુનિરાજે કહ્યું
કે તમે ભવાંતરે તીર્થંકર થવાના છો, તે વાત બરાબર યાદ આવે
છે. (તીર્થંકર ભગવાનનું દ્રવ્ય અદ્ભુત હોવાથી મુનિરાજની
વાણીમાં