Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 75 of 153
PDF/HTML Page 88 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૭પ
________________________________________________________
મહેલમાં માતા સૂતાં હશે, તેમને શુભ સ્વપ્નાં આવશે, ત્યાં
કહાનગુરુદેવનો જન્મ થશે.
તે તીર્થંકર ભગવાનનું નામ ‘સુજય’ અથવા ‘જય’ હશે;
પાછળ લાબું નામ છે પરંતુ યાદ આવતું નથી. પૂજ્ય ગુરુદેવ તે
ભવમાં આબેહૂબ મુનિપણું પાળીને દેવલોકમાં અહમિન્દ્ર થશે,
અને અમારા બંનેના આત્માને મનુષ્યમાં અને દેવમાં પૂ.
ગુરુદેવનો સાથ રહેશે; ત્યાંથી ધાતકીખંડદ્વીપમાં પરમ કૃપાળુ
કહાન ગુરુદેવ તીર્થંકરપણે જન્મશે, અને આ આત્મા એટલે કે
દેવાભાઈનો આત્મા તેમના ગણધર તથા પુત્રપણે જન્મશે અને
શાન્તાબેનનો આત્મા એટલે કે લાભભાઈનો આત્મા તેમના
ગણધર તથા પુત્રપણે જન્મશે.
અહીંથી પૂ. કહાનગુરુદેવ દેવલોકે જશે, ત્યાંથી તીર્થંકર
ભગવાનને ઘેર જન્મશે અને આ આત્મા એટલે કે દેવાભાઈનો
આત્મા અને લાભભાઈનો આત્મા તેમના કુટુંબી તરીકે જન્મશું.
પૂ. ગુરુદેવ ત્યાંથી મુનિપણું પાળીને ઊંચા દેવલોકમાં જશે, ત્યાંથી
પરમકૃપાળુ કહાનગુરુદેવ ધાતકીખંડ દ્વીપમાં તીર્થંકરપણે જન્મશે
એટલે કે સૂર્યકીર્તિસ્વામી નામે તીર્થંકર ભગવાન થશે. આ વાત
મહાવિદેહક્ષેત્રમાં, સમવસરણમાં સીમંધરભગવાન વગેરે પાસેથી
સાંભળેલી છે એમ સ્પષ્ટપણે યાદ આવે છે, નિઃશંકતા બહુ આવે
છે.
આ બધો પ્રતાપ ગુરુદેવનો જ છે.