Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 77 of 153
PDF/HTML Page 90 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૭૭
________________________________________________________
આવી તે પરમ ઉપકારી (કહાન) ગુરુદેવનાં ચરણોમાં વારંવાર
નમસ્કાર
ઉલ્લાસ આવવાથી આ બધું લખાઈ જાય છે.
આ મધ્યલોકમાં દેવોનાં નગર છે, તે એવી રીતે જણાય છે
કે આ રહ્યાં દેવોનાં નગર, આ રહ્યા પર્વતો, આ રહ્યાં વનો-તેમાં
કોઈ ચાંદી જેવા ચળકતા, કોઈ લીલા રત્ન જેવા ચળકતા પહાડો
નજરે પડે છે; એનો વિશેષ વિસ્તાર જણાતો નથી. દેવોના મહેલો
દિવ્યતાવાળા છે; તે મહેલો વનમાં, પર્વત ઉપર, નદી પાસે-મધ્ય
લોકમાં ઠેર ઠેર દેવોના મહેલો છે, અનેક જાતનાં રત્નોવાળા
સુશોભિત છે, અનેક જાતના દિવ્ય પ્રકાશમય છે; રત્ને જડિત
રસ્તાઓ છે, રત્નોથી સુશોભિત દેવોને ફરવાનાં સ્થાનો છે;-
દેવોનાં નગર અદ્ભુત છે. આ રહ્યાં દેવોનાં નગર તેમ જણાય
છે. લીલા, સફેદ, રાતા વગેરે રંગરંગના મોટા સુશોભિત મહેલો
છે. દિવ્ય વૈભવવાળાં જિનમંદિરો જોવામાં આવે છે, તે દિવ્ય
પ્રકાશમય રત્નોથી સુશોભિત છે. મહિમા બહુ આવે છે.
ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અસ્તિ જણાય છે. આ રહ્યાં ભિન્ન
ભિન્ન ક્ષેત્રો, તેમ જણાય છે પરંતુ તેનો વિસ્તાર જણાતો નથી.
રત્નેજડિત મોટા મોટા દરવાજાઓ ખંડોમાં છે તેમ જણાય છે.
આ બધું-દેવોનાં નગરની અસ્તિ, જુદા જુદા ખંડોની
અસ્તિ, રંગબેરંગી મહેલો, જિનમંદિરોની દિવ્યતા વગેરે-પ્રત્યક્ષની
જેમ જણાય છે. તેનો આ વિસ્તાર પૂર્વે જોયેલું, સાંભળેલું હોય
તેમાંથી યાદ આવે છે, અને જ્ઞાનની નિર્મળતાને