ભગવાનનાં મંદિરો દેખી હૃદય નમી પડે છે, ઉલ્લાસ આવે છે,
બહુમાન આવે છે.
મોટા મોટા કમાનવાળેલા મહેલો છે, તેમાં રત્ને જડિત પ્રકાશમાન
મોટા થંભ છે. વિવિધ રંગનાં રત્નોના મહેલો અદ્ભુત
દિવ્યતાવાળા પ્રકાશમાન છે, ત્યાં ફળફૂલ રત્નોનાં છે. રત્નોનાં
ફળોથી દેવો ભગવાનની પૂજા કરે છે. જ્યાં રત્નોનાં પાંદડાં અને
રત્નોનાં ફળોથી ભરેલાં વનો છે, અદ્ભુત જિનમંદિરો છે, સ્ફટિક
રત્નનાં અને વિવિધ રત્નોથી ભરપૂર જિનમંદિરો છે, આશ્ચર્યકારી
જિનપ્રતિમાઓ છે, જેની શોભા અદ્ભુત છે.
અને દિવ્યતા ભરી વ્યવહારે છે.
જણાય છે. આ રહ્યા મેરુપર્વતનાં જિનમંદિરો, આ રહ્યા વૈમાનિક
દેવોના મહેલો, આ રહી નરકની અશુચિમય પૃથ્વી, આ રહ્યાં