Page 269 of 272
PDF/HTML Page 281 of 284
single page version
विसएसु पवट्टंतं चित्तं धारेत्तु अप्पणो अप्पा ।
झायइ अप्पाणेणं जो सो पावेइ खलु सेयं ।।२३।।
અર્થઃ — જે આત્મા, વિષયોમાં પ્રવર્તતા મનને રોકીને, પોતાના આત્માનું આત્મા
વડે ધ્યાન કરે છે, તે ખરેખર સુખ પામે છે. ૨૩.
सम्मं जीवादीया णच्चा सम्मं सुकित्तिदा जेहिं ।
मोहगयकेसरीणं णमो णमो ठाण साहूणं ।।२४।।
અર્થઃ — જીવાદિને સમ્યક્ પ્રકારે જાણીને, જેમણે તે જીવાદિનું યથાર્થ વર્ણન કર્યું
છે, જે મોહરૂપી ગજને માટે કેસરી સિંહ સમાન છે તે સાધુઓને અમારા નમસ્કાર હો,
નમસ્કાર હો ! ૨૪.
सोमच्छलेण रइया पयत्त्थ – लक्खणकराउ गाहाओ ।
भव्वुवयारणिमित्तं गणिणा सिरिणेमिचंदेण ।।२५।।
અર્થઃ — શ્રી સોમશ્રેષ્ઠીના નિમિત્તે, ભવ્ય જીવોના ઉપકારને માટે, શ્રી નેમિચન્દ્ર
આચાર્યદેવે પદાર્થોનાં લક્ષણ બતાવનારી ગાથાઓ રચી છે. ૨૫.