Bruhad Dravya Sangrah (Gujarati). Choolika Athava Upasanhara Roope Dhyata Purushana Lakshan Ne Dhyanani Samagrinu Kathan; Panchamakalama Dhyanano Abhav Hovani Shankanu Samadhan; Aa Kale Moksha Nathi Mate Aa Kale Dhyan Nishprayojan Chhe Te Shankanu Nivaran; Mokshana Vishayama Nayavichar; Adhyatma Shabdano Arth; Granthakarana Abhimanana Pariharnu Kathan; Laghudravyasangrah: ,; Gatha: 1-22 (Laghudravyasangrah).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 15

 

Page 249 of 272
PDF/HTML Page 261 of 284
single page version

background image
છે તે જ નિશ્ચયમોક્ષમાર્ગસ્વરૂપ છે. તે બીજા ક્યા ક્યા પર્યાયવાચી નામોથી ઓળખાય
છે તે કહેવામાં આવે છેઃ તે જ શુદ્ધાત્મસ્વરૂપ છે, તે જ પરમાત્મસ્વરૂપ છે, તે જ
એકદેશ
પ્રગટતારૂપ વિવક્ષિતએકદેશશુદ્ધનિશ્ચયનયથી સ્વશુદ્ધાત્માના સંવેદનથી ઉત્પન્ન
સુખામૃતરૂપી જળના સરોવરમાં રાગાદિમળ રહિત હોવાને કારણે પરમહંસસ્વરૂપ છે. આ
એકદેશ વ્યક્તિરૂપ શુદ્ધનયના વ્યાખ્યાનને પરમાત્મધ્યાન
ભાવનાની નામમાળામાં યથાસંભવ
સર્વત્ર યોજવું.
તે જ પરબ્રહ્મસ્વરૂપ છે, તે જ પરમ વિષ્ણુસ્વરૂપ છે, તે જ પરમ શિવસ્વરૂપ છે,
તે જ પરમ બુદ્ધસ્વરૂપ છે, તે જ પરમ જિનસ્વરૂપ છે, તે જ પરમ સ્વાત્મોપલબ્ધિલક્ષણ
સિદ્ધસ્વરૂપ છે, તે જ નિરંજનસ્વરૂપ છે, તે જ નિર્મળસ્વરૂપ છે, તે જ સ્વસંવેદનજ્ઞાન છે,
તે જ પરમ તત્ત્વજ્ઞાન છે, તે જ શુદ્ધાત્મદર્શન છે, તે જ પરમાવસ્થાસ્વરૂપ છે, તે જ
પરમાત્માનું દર્શન છે, તે જ પરમાત્માનું જ્ઞાન છે, તે જ પરમાવસ્થારૂપ પરમાત્માનું
સ્પર્શન છે, તે જ ધ્યેયભૂત
શુદ્ધપારિણામિકભાવરૂપ છે, તે જ ધ્યાનભાવનાસ્વરૂપ છે, તે
જ શુદ્ધચારિત્ર છે, તે જ પરમપવિત્ર છે, તે જ અંતઃતત્ત્વ છે, તે જ પરમતત્ત્વ છે, તે
જ શુદ્ધાત્મદ્રવ્ય છે, તે જ પરમજ્યોતિ છે, તે જ શુદ્ધ આત્માની અનુભૂતિ છે, તે જ
આત્માની પ્રતીતિ છે, તે જ આત્માની સંવિત્તિ છે, તે જ સ્વરૂપની ઉપલબ્ધિ છે, તે જ
निश्चयमोक्षमार्गस्वरूपम् तच्च पर्यायनामान्तरेण किं किं भण्यते तदभिधीयते तदेव
शुद्धात्मस्वरूपं, तदेव परमात्मस्वरूपं, तदेवैकदेशव्यक्तिरूपविवक्षितैकदेशशुद्धनिश्चयनयेन
स्वशुद्धात्मसम्वित्तिसमुत्पन्नसुखामृतजलसरोवरे रागादिमलरहितत्वेन परमहंसस्वरूपम्
इदमेकदेशव्यक्तिरूपं शुद्धनयव्याख्यानमत्र परमात्मध्यानभावनानाममालायां यथासम्भवं सर्वत्र
योजनीयमिति
तदेव परब्रह्मस्वरूपं, तदेव परमविष्णुस्वरूपं, तदेव परमशिवस्वरूपं, तदेव परम-
बुद्धस्वरूपं, तदेव परमजिनस्वरूपं, तदेव परमस्वात्मोपलब्धिलक्षणं सिद्धस्वरूपं, तदेव निरञ्जन-
स्वरूपं, तदेव निर्मलस्वरूपं, तदेव स्वसम्वेदनज्ञानम्, तदेव परमतत्त्वज्ञानं, तदेव शुद्धात्मदर्शनं,
तदेव परमावस्थास्वरूपम्, तदेव परमात्मनः दर्शनं, तदेव परमात्मज्ञानं, तदेव परमावस्थारूप
परमात्मस्पर्शनं, तदेव ध्येयभूतशुद्धपारिणामिकभावरूपं, तदेव ध्यानभावनास्वरूपं, तदेव
शुद्धचारित्रं, तदेव परमपवित्रं, तदेवान्तस्तत्त्वं, तदेव परमतत्त्वं, तदेव शुद्धात्मद्रव्यं, तदेव
परमज्योतिः, सैव शुद्धात्मानुभूतिः, सैवात्मप्रतीतिः, सैवात्मसंवित्तिः, सैव स्वरूपोपलब्धिः,

Page 250 of 272
PDF/HTML Page 262 of 284
single page version

background image
નિત્યપદાર્થની પ્રાપ્તિ છે, તે જ પરમસમાધિ છે, તે જ પરમાનંદ છે, તે જ નિત્યાનંદ છે,
તે જ સહજાનંદ છે, તે જ સદાનંદ છે, તે જ શુદ્ધાત્મપદાર્થના અધ્યયનરૂપ છે, તે જ
પરમસ્વાધ્યાય છે, તે જ નિશ્ચયમોક્ષનો ઉપાય છે, તે જ એકાગ્રચિંતાનિરોધ છે, તે જ
પરમબોધ છે, તે જ શુદ્ધોપયોગ છે, તે જ પરમયોગ છે, તે જ ભૂતાર્થ છે, તે જ પરમાર્થ
છે, તે જ નિશ્ચય પંચાચાર છે, તે જ સમયસાર છે, તે જ અધ્યાત્મસાર છે, તે જ સમતા
આદિ નિશ્ચય
ષડ્આવશ્યકસ્વરૂપ છે, તે જ અભેદરત્નત્રયસ્વરૂપ છે, તે જ વીતરાગ
સામાયિક છે, તે જ પરમ શરણઉત્તમમંગળ છે, તે જ કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ
છે, તે જ સમસ્ત કર્મોના ક્ષયનું કારણ છે, તે જ નિશ્ચયચતુર્વિધ-આરાધના છે, તે જ
પરમાત્માની ભાવના છે, તે જ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન સુખની અનુભૂતિ પરમકળા
છે, તે જ દિવ્યકળા છે, તે જ પરમ અદ્વૈત છે, તે જ પરમઅમૃતરૂપ પરમ
- ધર્મધ્યાન છે,
તે જ શુક્લધ્યાન છે, તે જ રાગાદિવિકલ્પરહિત ધ્યાન છે, તે જ નિષ્કલ ધ્યાન છે, તે
જ પરમ સ્વાસ્થ્ય છે, તે જ પરમ વીતરાગપણું છે, તે જ પરમ સામ્ય છે, તે જ પરમ
એકત્વ છે, તે જ પરમ ભેદજ્ઞાન છે, તે જ પરમ સમરસીભાવ છે;
ઇત્યાદિ, સમસ્ત
રાગાદિ વિકલ્પઉપાધિથી રહિત પરમ - આહ્લાદરૂપ એક સુખ જેનું લક્ષણ છે એવા
ધ્યાનરૂપ નિશ્ચયમોક્ષમાર્ગના વાચક અન્ય પણ પર્યાયવાચી નામો પરમાત્મતત્ત્વના
જ્ઞાનીઓ દ્વારા જાણવા યોગ્ય છે. ૫૬.
स एव नित्योपलब्धिः, स एव परमसमाधिः, स एव परमानन्दः, स एव नित्यानन्दः, स
एव सहजानन्दः, स एव सदानन्दः, स एव शुद्धात्मपदार्थाध्ययनरूपः, स एव परमस्वाध्यायः,
स एव निश्चयमोक्षोपायः, स एव चैकाग्रचिन्तानिरोधः, स एव परमबोधः, स एव
शुद्धोपयोगः, स एव परमयोगः, स एव भूतार्थः, स एव परमार्थः, स एव निश्चयपञ्चाचारः,
स एव समयसारः, स एवाध्यात्मसारः, तदेव समतादिनिश्चयषडावश्यकस्वरूपं, तदेवाभेद-
रत्नत्रयस्वरूपंः, तदेव वीतरागसामायिकं, तदेव परमशरणोत्तममङ्गलं, तदेव केवलज्ञानोत्पत्ति-
कारणं तदेव सकलकर्मक्षयकारणं, सैव निश्चयचतुर्विधाराधना, सैव परमात्मभावना, सैव
शुद्धात्मभावनोत्पन्नसुखानुभूतिरूपपरमकला, सैव दिव्यकला, तदेव परमाद्वैतं, तदेव परमामृत-
परमधर्मध्यानं, तदेव शुक्लध्यानं, तदेव रागादिविकल्पशून्यध्यानं, तदेव निष्कलध्यानं, तदेव
परमस्वास्थ्यं, तदेव परमवीतरागत्वं, तदेव परमसाम्यं, तदेव परमैकत्वं, तदेव परमभेदज्ञानं,
स एव परमसमरसीभावः इत्यादि समस्तरागादिविकल्पोपाधिरहितपरमाह्लादैकसुखलक्षण-
ध्यानरूपस्य निश्चयमोक्षमार्गस्य वाचकान्यन्यान्यपि पर्यायनामानि विज्ञेयानि भवन्ति
परमात्मतत्त्वविद्भिरिति
।।५६।।

Page 251 of 272
PDF/HTML Page 263 of 284
single page version

background image
હવે આગળ, જોકે પહેલાં ધ્યાતા પુરુષનાં લક્ષણ અને ધ્યાનની સામગ્રીનું અનેક
પ્રકારે વર્ણન કર્યું છે, તોપણ ચૂલિકા તથા ઉપસંહારરૂપે ફરીથી પણ કથન કરે છેઃ
ગાથા ૫૭
ગાથાર્થઃકારણ કે તપ, શ્રુત અને વ્રતનો ધારક આત્મા ધ્યાનરૂપી રથની ધુરા
ધારણ કરનાર થાય છે, તે કારણે હે ભવ્ય પુરુષો! તમે તે ધ્યાનની પ્રાપ્તિ માટે નિરંતર
તપ, શ્રુત અને વ્રતમાં તત્પર થાઓ.
ટીકાઃ‘‘तवसुदवदवं चेदा ज्झाणरहधुरंधरो हवे जम्हा’’ કારણ કે તપ, શ્રુત અને
વ્રતધારી આત્મા ધ્યાનરૂપી રથની ધુરા ધારણ કરવાને સમર્થ થાય છે, ‘‘तम्हा तत्तियणिरदा
तल्लद्धीए सदा होह’ તે કારણે હે ભવ્યો! તપ, શ્રુત અને વ્રતએ ત્રણમાં સદા લીન થાઓ.
શા માટે? તે ધ્યાનની પ્રાપ્તિ માટે. વિશેષ વર્ણનઃઅનશન, અવમૌદર્ય,
વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશએ છ પ્રકારનાં
अतः परं यद्यपि पूर्बं बहुधा भणितं ध्यातृपुरुषलक्षणं ध्यानसामग्री च तथापि
चूलिकोपसंहाररूपेण पुनरप्याख्याति :
तवसुदवदवं चेदा ज्झाणरहधुरंधरो हवे जम्हा
तम्हा तत्तियणिरदा तल्लद्धीए सदा होह ।।५७।।
तपःश्रुतव्रतवान् चेता ध्यानरथधुरन्धरः भवति यस्मात्
तस्मात् तत्त्रिकनिरताः तल्लब्ध्यै सदा भवत ।।५७।।
व्याख्या‘‘तवसुदवदवं चेदा ज्झाणरहधुरन्धरो हवे जम्हा’’ तपश्रुतव्रतवानात्मा
चेतयिता ध्यानरथस्य धुरन्धरो समर्थो भवति, ‘‘जम्हा’’ यस्मात् ‘‘तम्हा तत्तियणिरदा
तल्लद्धीए सदा होह’’ तस्मात् कारणात् तपश्रुतव्रतानां सम्बन्धेन यत् त्रितयं तत् त्रितये
रताः सर्वकाले भवत हे भव्याः
किमर्थं ? तस्य ध्यानस्य लब्धिस्तल्लब्धिस्तदर्थमिति
तथाहिअनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशभेदेन बाह्यं
તપ ધારૈ અર આગમ પઢૈ, વ્રત પાલૈ આતમ ઇમ બઢૈ;
ધ્યાન - ધુરંધર હ્વૈ સિધિ કરે, તીનૂં ધરિ શિવ - રમણી વરૈ. ૫૭.

Page 252 of 272
PDF/HTML Page 264 of 284
single page version

background image
બાહ્યતપ અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાનએ છ પ્રકારનાં
અંતરંગ તપએમ બન્ને મળીને બાર પ્રકારનાં તપ છે. તે જ તપથી સાધ્ય
શુદ્ધાત્મસ્વરૂપમાં પ્રતપન અર્થાત્ વિજય કરવારૂપ નિશ્ચયતપ છે. તેવી જ રીતે આચાર
આરાધના આદિ દ્રવ્યશ્રુત અને તેના આધારે ઉત્પન્ન નિર્વિકાર સ્વસંવેદનજ્ઞાનરૂપ ભાવશ્રુત
છે. તથા હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહનો દ્રવ્ય અને ભાવરૂપે ત્યાગ કરવો તે
પાંચ વ્રત છે. એવી રીતે પૂર્વોક્ત લક્ષણવાળા તપ, શ્રુત અને વ્રત સહિત પુરુષ ધ્યાતા થાય
છે. તે જ (તપ, શ્રુત અને વ્રત જ) ધ્યાનની સામગ્રી છે. કહ્યું પણ છે કે
‘‘वैराग्यं तत्त्वविज्ञानं
नैर्ग्रन्थ्यं समचित्तता परीषहजयश्चेति पञ्चैते ध्यानहेतवः ।। [અર્થઃવૈરાગ્ય, તત્ત્વોનું જ્ઞાન,
પરિગ્રહોનો ત્યાગ, સામ્યભાવ અને પરિષહોનું જીતવું;એ પાંચ ધ્યાનનાં કારણ છે.]’’
શંકાઃભગવાન્! ધ્યાન તો મોક્ષના માર્ગરૂપ છે. મોક્ષાર્થી પુરુષે પુણ્યબંધનાં
કારણ હોવાથી વ્રતો ત્યાગવા યોગ્ય છે. પરંતુ આપે તો તપ, શ્રુત અને વ્રતોને ધ્યાનની
સામગ્રી કહી છે; તે કેવી રીતે ઘટે છે? તેનો ઉત્તરઃ
કેવળ વ્રતો જ ત્યાગવા યોગ્ય
નથી, પરંતુ પાપબંધના કારણ હિંસા આદિ અવ્રતો પણ ત્યાગવા યોગ્ય છે. એવી રીતે
षड्विधं, तथैव प्रायश्चित्तविनयवैय्यावृत्यस्वाध्यायव्युत्सर्गध्यानभेदेनाऽभ्यन्तरमपि षड्विधं चेति
द्वादशविधं तपः
तेनैव साध्यं शुद्धात्मस्वरूपे प्रतपनं विजयनं निश्चयतपश्च
तथैवाचाराराधनादिद्रव्यश्रुतं, तदाधारेणोत्पन्नं निर्विकारस्वसंवेदनज्ञानरूपं भावश्रुतं च तथैव
च हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहाणां द्रव्यभावरूपाणां परिहरणं व्रतपञ्चकं चेति
एवमुक्तलक्षणतपःश्रुतव्रतसहितो ध्याता पुरुषो भवति इयमेव ध्यानसामग्री चेति
तथाचोक्तम्‘‘वैराग्यं तत्त्वविज्ञानं नैर्ग्रन्थ्यं समचित्तता परीषहजयश्चेति पञ्चैते
ध्यानहेतवः ’’
भगवन् ! ध्यानं तावन्मोक्षमार्गभूतम् मोक्षार्थिना पुरुषेण पुण्यबन्धकारणत्वाद्व्रतानि
त्याज्यानि भवन्ति, भवद्भिः पुनर्ध्यानसामग्रीकारणानि तपःश्रुतव्रतानि व्याख्यातानि, तत् कथं
घटत इति ? तत्रोत्तरं दीयते
व्रतान्येव केवलानि त्याज्यान्येव न, किन्तु पापबन्ध-
कारणानि हिंसादिविकल्परूपाणि, यान्यव्रतानि तान्यपि त्याज्यानि तथाचोक्तम्
“ ‘वशचित्तता’ इत्यपि पाठः
૧. પ્રથમ મુનિને છઠ્ઠે ગુણસ્થાને શુદ્ધતા સહિત આવા વિકલ્પો હોય છે. તે વિકલ્પોનો અભાવ થતાં
શુદ્ધાત્મતત્ત્વમાં પ્રતપન થાય છે તે કારણે વ્યવહારનયે તેનાથી સાધ્ય કહેવાય. નિશ્ચયનયે શુદ્ધિ વધતાં
વધતાં નિશ્ચયતપ થાય છે.
૨.
શ્રી પરમાત્મપ્રકાશ અ. ૨ ગા.૧૯૨.

Page 253 of 272
PDF/HTML Page 265 of 284
single page version

background image
પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે કેઃ‘‘अपुण्यमव्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः अव्रतानीव मोक्षार्थी
व्रतान्यपि ततस्त्यजेत् ।। [અર્થઃઅવ્રતોથી પાપનો બંધ અને વ્રતોથી પુણ્યનો બંધ થાય છે,
તે બન્નેનો નાશ તે મોક્ષ છે; તેથી મોક્ષાર્થી પુરુષે અવ્રતોની જેમ વ્રતોનો પણ ત્યાગ
કરવો.]’’ પરંતુ અવ્રતોનો પહેલાં ત્યાગ કરીને પછી વ્રતોમાં સ્થિર થઈને નિર્વિકલ્પ
સમાધિરૂપ પરમાત્મપદ પામીને પછી એકદેશ વ્રતોનો પણ ત્યાગ કરે છે. તે પણ
શ્રીપૂજ્યપાદ સ્વામીએ જ કહ્યું છેઃ
‘‘अव्रतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः त्यजेत्तान्यपि
संप्राप्य परमं पदमात्मनः ।। [અર્થઃમોક્ષાર્થી પુરુષ અવ્રતોને છોડીને વ્રતોમાં સ્થિર થઈને
પરમાત્મપદ પ્રાપ્ત કરે અને પરમાત્મપદ પામીને તે વ્રતોનો પણ ત્યાગ કરે.]’’ પરંતુ આ
વિશેષ છેઃ
વ્યવહારરૂપ જે પ્રસિદ્ધ એકદેશ વ્રતો છે તેમનો ત્યાગ કર્યો છે, પણ જે
સર્વ શુભાશુભની નિવૃત્તિરૂપ નિશ્ચય વ્રતો છે તેમને ત્રિગુપ્તિલક્ષણ સ્વશુદ્ધાત્મસંવેદનરૂપ
નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વીકાર્યાં છે, તેમનો ત્યાગ કર્યો નથી.
પ્રશ્નઃપ્રસિદ્ધ (અહિંસાદિ) મહાવ્રતો એકદેશરૂપ કેવી રીતે થયાં?
ઉત્તરઃઅહિંસા મહાવ્રતમાં જોકે જીવોના ઘાતની નિવૃત્તિ છે, તોપણ
જીવોની રક્ષા કરવામાં પ્રવૃત્તિ છે. તેવી જ રીતે સત્ય મહાવ્રતમાં અસત્ય વચનોનો
જોકે ત્યાગ છે, તોપણ સત્ય વચનમાં પ્રવૃત્તિ છે. અચૌર્ય મહાવ્રતમાં જોકે દીધા વિના
કોઈ પણ વસ્તુ લેવાનો ત્યાગ છે પણ આપવામાં આવેલ વસ્તુ લેવામાં પ્રવૃત્તિ છે.
એ પ્રમાણે એકદેશ પ્રવૃત્તિની અપેક્ષાએ એ પાંચે મહાવ્રત દેશવ્રત છે. તે એકદેશ
વ્રતોનો ત્રિગુપ્તિલક્ષણ નિર્વિકલ્પ સમાધિના કાળે ‘ત્યાગ’ છે, પણ સમસ્ત શુભાશુભની
पूज्यपादस्वामिभिः‘‘अपुण्यमव्रतैः पुण्यं व्रतैमोक्षस्तयोर्व्ययः अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि
ततस्त्यजेत् ।।।। किंत्वव्रतानि पूर्वं परित्यज्य ततश्च व्रतेषु तन्निष्ठो भूत्वा निर्विकल्पसमाधिरूपं
परमात्मपदं प्राप्य पश्चादेकदेशव्रतान्यपि त्यजति तदप्युक्तम् तैरेव‘‘अव्रतानि परित्यज्य
व्रतेषु परिनिष्ठितः त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ।।।।’’
अयं तु विशेषःव्यवहाररूपाणि यानि प्रसिद्धान्येकदेशव्रतानि तानि त्यक्तानि
यानि पुनः सर्वशुभाशुभनिवृत्तिरूपाणि निश्चयव्रतानि तानि त्रिगुप्तिलक्षणस्वशुद्धात्म-
सम्वित्तिरूपनिर्विकल्पध्याने स्वीकृतान्येव, न च त्यक्तानि
प्रसिद्धमहाव्रतानि कथमेकदेश-
रूपाणि जातानि ? इति चेत्तदुच्यतेजीवघातनिवृत्तौ सत्यामपि जीवरक्षणे प्रवृत्तिरस्ति
तथैवासत्यवचनपरिहारेऽपि सत्यवचनप्रवृत्तिरस्ति तथैव चादत्तादानपरिहारेऽपि दत्तादाने
प्रवृत्तिरस्तीत्याद्येकदेशप्रवृत्त्यपेक्षया देशव्रतानि तेषामेकदेशव्रतानां त्रिगुप्तिलक्षणनिर्विकल्प-

Page 254 of 272
PDF/HTML Page 266 of 284
single page version

background image
નિવૃત્તિરૂપ નિશ્ચયવ્રતનો નહિ. ‘ત્યાગ’ નો શો અર્થ છે? જેવી રીતે હિંસા આદિરૂપ
પાંચ અવ્રતોની નિવૃત્તિ છે તેવી જ રીતે એકદેશ વ્રતોની પણ નિવૃત્તિ છે. શા માટે?
ત્રિગુપ્ત અવસ્થામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વિકલ્પનો સ્વયમેવ અવકાશ નથી. અથવા
વાસ્તવિક રીતે તે જ નિશ્ચયવ્રત છે. શા માટે? કારણ કે તેમાં પૂર્ણ નિવૃત્તિ છે.
દીક્ષા પછી બે ઘડીમાં જ ભરત ચક્રવર્તીએ જે મોક્ષ પ્રાપ્ત કર્યો તેમણે પણ જિનદીક્ષા
લઈને વિષય
કષાયની નિવૃત્તિરૂપ વ્રતના પરિણામ ક્ષણમાત્ર (થોડો વખત) કરીને પછી
શુદ્ધોપયોગરૂપ રત્નત્રયમય નિશ્ચયવ્રત નામક વીતરાગ સામાયિક નામના નિર્વિકલ્પ
ધ્યાનમાં સ્થિર થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ તેમને વ્રતના પરિણામ થોડો
સમય રહ્યા હોવાથી લોકો તેમના વ્રતના પરિણામને જાણતા નથી. તે જ ભરત
ચક્રવર્તીના દીક્ષા
- વિધાનનું કથન કરવામાં આવે છે કેશ્રીવર્દ્ધમાન તીર્થંકર પરમદેવના
સમવસરણમાં શ્રેણિક મહારાજે પ્રશ્ન કર્યો કે, ‘હે ભગવાન્! ભરત ચક્રવર્તીને
જિનદીક્ષા લીધા પછી કેટલા સમયમાં કેવળજ્ઞાન થયું?’ શ્રીગૌતમસ્વામીએ ઉત્તર
આપ્યો
‘‘पंचमुष्टिभिरुत्पाटय त्रोटयन् बन्धस्थितीन् कचान् लोचान्तरमेवापद्राजन् श्रेणिक
केवलम् ।। [અર્થઃહે શ્રેણિક! પંચ મુષ્ટિથી કેશલોચ કરીને, કર્મબંધની સ્થિતિ
તોડતાં, કેશલોચની પછી તરત જ ભરત ચક્રવર્તીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.]’’
समाधिकाले त्यागः, न च समस्तशुभाशुभनिवृत्तिलक्षणस्य निश्चयव्रतस्येति त्यागः कोऽर्थः ?
यथैव हिंसादिरूपाव्रतेषु निवृत्तिस्तथैकदेशव्रतेष्वपि कस्मादिति चेत् ? त्रिगुप्तावस्थायां
प्रवृत्तिनिवृत्तिरूपविकल्पस्य स्वयमेवावकाशो नास्ति अथवा वस्तुतस्तदेव निश्चयव्रतम्
कस्मात्सर्वनिवृत्तित्वादिति योऽपि घटिकाद्वयेन मोक्षं गतो भरतश्चक्री सोऽपि जिनदीक्षां
गृहीत्वा विषयकषायनिवृत्तिरूपं क्षणमात्रं व्रतपरिणामं कृत्वा पश्चाच्छुद्धोपयोगत्वरूपरत्नत्रयात्मके
निश्चयव्रताभिधाने वीतरागसामायिकसंज्ञे निर्विकल्पसमाधौ स्थित्वा केवलज्ञानं लब्धवानिति
परं किन्तु तस्य स्तोककालत्वाल्लोका व्रतपरिणामं न जानन्तीति तदेव भरतस्य दीक्षाविधानं
कथ्यते हे भगवन् ! जिनदीक्षादानानन्तरं भरतचक्रिणः कियति काले केवलज्ञानं जातमिति
श्रीवीरबर्द्धमानस्वामितीर्थकरपरमदेवसमवसरणमध्ये श्रेणिकमहाराजेन पृष्टे सति गौतमस्वामी
आह
‘पञ्चमुष्टिभिरुत्पाटय त्रोटयन् बन्धस्थितीन् कचान् लोचानंतरमेवापद्राजन् श्रेणिक
केवलम्
૧. એકલા અશુભભાવનો ત્યાગ તેને કેટલાક ત્યાગ માને છે તે માન્યતાનો નિષેધ કરી અશુભ અને શુભ
ભાવોબન્નેનો ત્યાગ; તેને અહીં ત્યાગ કહ્યો છે.

Page 255 of 272
PDF/HTML Page 267 of 284
single page version

background image
અહીં, શિષ્ય કહે છેઃઆ પંચમકાળમાં ધ્યાન નથી, કેમકે આ કાળમાં ઉત્તમ
સંહનનનો અભાવ છે અને દશ તેમ જ ચૌદપૂર્વનું શ્રુતજ્ઞાન પણ નથી.
સમાધાનઃઆ કાળમાં શુક્લધ્યાન નથી, પરંતુ ધર્મધ્યાન છે. શ્રીકુન્દકુન્દાચાર્યદેવે
મોક્ષપ્રાભૃતમાં (ગાથા ૭૬૭૭ માં) કહ્યું છે કે, ‘‘ભરતક્ષેત્રમાં દુઃષમ નામના પંચમકાળમાં
જ્ઞાની જીવને ધર્મધ્યાન હોય છે; તે ધર્મધ્યાન આત્મસ્વભાવમાં સ્થિત થનારને હોય છે;
જે આમ નથી માનતો તે અજ્ઞાની છે. અત્યારે પણ સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રરૂપ ત્રણ
રત્નથી શુદ્ધ જીવ આત્માનું ધ્યાન કરીને ઇન્દ્રપદ અથવા લૌકાંતિક દેવપદ પ્રાપ્ત કરે છે
અને ત્યાંથી ચ્યવીને (મનુષ્ય થઈને) મોક્ષને પામે છે.’’
તે જ પ્રમાણે તત્ત્વાનુશાસન નામના ગ્રન્થમાં (ગાથા ૮૩ માં) કહ્યું છે કે ‘‘આ
સમયે (પંચમકાળમાં) જિનેન્દ્રદેવ શુક્લધ્યાનનો નિષેધ કરે છે, પણ શ્રેણીઆરોહણ પહેલાં
થતા ધર્મધ્યાનનું અસ્તિત્વ બતાવ્યું છે.’’ તથા જે એમ કહ્યું છે કે, ‘ઉત્તમ સંહનનનો અભાવ
હોવાથી ધ્યાન થતું નથી’ તે ઉત્સર્ગવચન છે. અપવાદરૂપ વ્યાખ્યાનથી તો, ઉપશમશ્રેણી અને
ક્ષપકશ્રેણીમાં શુક્લધ્યાન થાય છે અને તે ઉત્તમ સંહનનથી જ થાય છે, પરંતુ અપૂર્વકરણ
(૮મા) ગુણસ્થાનથી નીચેનાં ગુણસ્થાનોમાં એ ધર્મધ્યાન થાય છે, તે પહેલાં ત્રણ ઉત્તમ
સંહનનોનો અભાવ હોય, તોપણ અંતિમ ત્રણ સંહનનોમાં પણ થાય છે. આ પણ તે જ
તત્ત્વાનુશાસન ગ્રન્થમાં (ગાથા ૮૪ માં) કહ્યું છે
‘‘વજ્રકાયવાળાને ધ્યાન થાય છે એવું
આગમનું વચન ઉપશમ અને ક્ષપકશ્રેણીના ધ્યાનની અપેક્ષાએ કહ્યું છે. એ વચન નીચેનાં
अत्राह शिष्यः अद्य काले ध्यानं नास्ति कस्मादिति चेत्
उत्तमसंहननाभावद्दशचतुर्दशपूर्वगतश्रुतज्ञानाभावाच्च अत्र परिहारःशुक्लध्यानं नास्ति
धर्मध्यानमस्तीति तथाचोक्तं मोक्षप्राभृते श्रीकुन्दकुन्दाचार्यदेवैः ‘भरहे दुस्समकाले धम्मज्झाणं
हवेइ णाणिस्स तं अप्पसहावठिए ण हु मण्णइ सो दु अण्णाणी अज्जवि तिरयणसुद्धा
अप्पा ज्झाऊण लहइ इंदत्तं लोयंतियदेवत्तं तत्थ चुदा णिव्वुदिं जंति ’ तथैव
तत्त्वानुशासनग्रन्थे चोक्तं ‘‘अत्रेदानीं निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः धर्मध्यानं पुनः प्राहुः
श्रेणीभ्यां प्राग्विवर्त्तिनाम् ’’ यथोक्तमुत्तमसंहननाभावात्तदुत्सर्गवचनम् अपवादव्याख्यानेन,
पुनरुपशमक्षपकश्रेण्योः शुक्लध्यानं भवति, तच्चोत्तमसंहननेनैव, अपूर्वगुणस्थानादधस्तनेषु
गुणस्थानेषु धर्मध्यानं, तच्चादिमत्रिकोत्तमसंहननाभावेऽप्यन्तिमत्रिकसंहननेनापि भवति
तदप्युक्तं तत्रैव तत्त्वानुशासने ‘‘यत्पुनर्वज्रकायस्य ध्यानमित्यागमे वचः श्रेण्योर्ध्यानं
प्रतीत्योक्तं तन्नाधस्तान्निषेधकम् ’’

Page 256 of 272
PDF/HTML Page 268 of 284
single page version

background image
ગુણસ્થાનોમાં ધર્મધ્યાનનું નિષેધક નથી. ૧.’’
જે એમ કહ્યું છે કે, ‘દશ તથા ચૌદ પૂર્વના શ્રુતજ્ઞાનથી ધ્યાન થાય છે’ તે
પણ ઉત્સર્ગવચન છે. અપવાદવ્યાખ્યાનથી તો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના
પ્રતિપાદક સારભૂત શ્રુતજ્ઞાનથી પણ ધ્યાન થાય છે અને કેવળજ્ઞાન પણ થાય છે.
જો એવું અપવાદવ્યાખ્યાન ન હોય તો ‘‘તુષ
માષનું ઉચ્ચારણ કરતાં શ્રીશિવભૂતિ
મુનિ કેવળજ્ઞાની થઈ ગયા’’ ઇત્યાદિ ગન્ધર્વારાધનાદિ ગ્રન્થોમાં કહેલું કથન કેવી રીતે
ઘટે? શંકાઃ
શ્રીશિવભૂતિ મુનિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પ્રતિપાદન
કરનાર દ્રવ્યશ્રુત જાણતા હતા અને ભાવશ્રુત તેમને પૂર્ણપણે હતું? ઉત્તરઃએમ
ન કહેવું જોઈએ; કેમ કે જો તેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પ્રતિપાદક
દ્રવ્યશ્રુતને જાણતા હોત તો ‘ન દ્વેષ કર, ન રાગ કર,’ એ એક પદ કેમ ન જાણે?
માટે જ જણાય છે કે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચનમાતાપ્રમાણ
જ ભાવશ્રુત તેમને હતું અને દ્રવ્યશ્રુત કાંઈ પણ નહોતું. આ વ્યાખ્યાન અમે કલ્પિત
નથી કહ્યું; તે ચારિત્રસાર આદિ શાસ્ત્રોમાં પણ કહેવાયેલું છે. તે આ પ્રમાણેઃ
અંતર્મુહૂર્તમાં જેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓ ક્ષીણકષાય ગુણસ્થાનમાં રહેનાર
‘નિર્ગ્રંથ’ નામના ૠષિ કહેવાય છે. તેમને ઉત્કૃષ્ટપણે ચૌદ પૂર્વ શ્રુતજ્ઞાન હોય છે અને
જઘન્યપણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેટલું જ શ્રુતજ્ઞાન હોય છે.
यथोक्तं दशचतुर्दशपूर्वगतश्रुतज्ञानेन ध्यानं भवति तदप्युत्सर्गवचनम्
अपवादव्याख्यानेन पुनः पञ्चसमितित्रिगुप्तिप्रतिपादकसारभूतश्रुतेनापि ध्यानं भवति
केवलज्ञानश्च
यद्येवमपवादव्याख्यानं नास्ति तर्हि ‘‘तुसमासं घोसन्तो सिवभूदी केवली जादो’’
इत्यादिगन्धर्वाराधनादिभणितं व्याख्यानम् कथम् घटते ? अथ मतम्पञ्चसमिति-
त्रिगुप्तिप्रतिपादकं द्रव्यश्रुतमिति जानाति इदं भावश्रुतं पुनः सर्वमस्ति नैवं वक्तव्यम् यदि
पञ्चसमितित्रिगुप्तिप्रतिपादकं द्रव्यश्रुतं जानाति तर्हि ‘‘मा रूसह मा तूसह’’ इत्येकं पदं किं
न जानाति
तत एव ज्ञायतेऽष्टप्रवचनमातृप्रमाणमेव भावश्रुतं, द्रव्यश्रुतं पुनः किमपि नास्ति
इदन्तु व्याख्यानमस्माभिर्न कल्पितमेव तच्चारित्रसारादिग्रन्थेष्वपि भणितमास्ते तथाहि
अन्तर्मुहूर्तादूर्ध्वं ये केवलज्ञानमुत्पादयन्ति ते क्षीणकषायगुणस्थानवर्त्तिनो निर्ग्रंथसंज्ञा ऋषयो
भण्यन्ते
तेषां चोत्कर्षेण चतुर्दशपूर्वादिश्रुतं भवति, जघन्येन पुनः पञ्चसमिति-
त्रिगुप्तिमात्रमेवेति

Page 257 of 272
PDF/HTML Page 269 of 284
single page version

background image
શંકાઃમોક્ષને માટે ધ્યાન કરવામાં આવે છે અને આ કાળે મોક્ષ તો નથી; તો
ધ્યાન કરવાનું શું પ્રયોજન છે? ઉત્તરઃએમ નથી, કેમ કે આ કાળે પણ પરંપરાએ
મોક્ષ છે. પ્રશ્નઃપરંપરાએ મોક્ષ કેવી રીતે છે? ઉત્તરઃધ્યાન કરનાર સ્વશુદ્ધાત્માની
ભાવનાના બળથી સંસારની સ્થિતિ અલ્પ કરીને સ્વર્ગમાં જાય છે, ત્યાંથી આવીને
મનુષ્યભવમાં રત્નત્રયની ભાવના પ્રાપ્ત કરીને શીઘ્ર મોક્ષ જાય છે. જે ભરત, સગર,
રામચંદ્રજી, પાંડવો વગેરે મોક્ષે ગયા છે તેઓ પણ પૂર્વભવમાં ભેદાભેદ
રત્નત્રયની
ભાવનાથી સંસારની સ્થિતિ ઘટાડીને પછી મોક્ષે ગયા છે. તે જ ભવે બધાને મોક્ષ થાય
છે, એવો નિયમ નથી.
ઉપરોક્ત કથન પ્રમાણે અલ્પ શ્રુતજ્ઞાનથી પણ ધ્યાન થાય છે એ જાણીને શું કરવું?
[દુર્ધ્યાન છોડીને ધ્યાન કરવું, એમ સમજાવવામાં આવે છે.] ‘‘દ્વેષથી કોઈને મારવા,
બાંધવા કે અંગ કાપવાનું અને રાગથી પરસ્ત્રી આદિનું જે ચિંતવન છે તેને નિર્મળબુદ્ધિના
ધારક આચાર્યો જિનમતમાં અપધ્યાન કહે છે.૧. હે જીવ, સંકલ્પરૂપી કલ્પવૃક્ષનો આશ્રય
કરવાથી તારું ચિત્ત આ મનોરથરૂપી સાગરમાં ડૂબી જાય છે; તે વિકલ્પોમાં વાસ્તવિક રીતે
તારું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી, ઊલટું કલુષતાનો આશ્રય કરનારાઓનું અકલ્યાણ
થાય છે. ૨. જેવી રીતે દુર્ભાગ્યથી દુઃખી મનવાળા તારા અંતરમાં ભોગ ભોગવવાની
ઇચ્છાથી વ્યર્થ તરંગો ઊઠ્યા કરે છે તેવી રીતે જો તે મન પરમાત્મરૂપ સ્થાનમાં સ્ફુરાયમાન
अथ मतंमोक्षार्थं ध्यानं क्रियते न चाद्य काले मोक्षोऽस्ति; ध्यानेन किं
प्रयोजनम् ? नैवं, अद्य कालेऽपि परम्परया मोक्षोऽस्ति कथमिति चेत् ? स्वशुद्धात्म-
भावनाबलेन संसारस्थितिं स्तोकां कृत्वा देवलोकं गच्छति, तस्मादागत्य मनुष्यभवे
रत्नत्रयभावनां लब्ध्वा शीघ्र मोक्षं गच्छतीति
येऽपि भरतसगररामपाण्डवादयो मोक्षं गतास्तेपि
पूर्वभवे भेदाभेदरत्नत्रयभावनया संसारस्थितिं स्तोकां कृत्वा पञ्चान्मोक्षं गताः तद्भवे सर्वेषां
मोक्षो भवतीति नियमो नास्ति एवमुक्तप्रकारेण अल्पश्रुतेनापि ध्यानं भवतीति ज्ञात्वा किं
कर्तव्यम्‘‘वधबन्धच्छेदादेर्द्वेषाद्रागाच्च परकलत्रादेः आध्यानमपध्यानं शासति जिनशासने
विशदाः संकल्पकल्पतरुसंश्रयणात्त्वदीयं चेतो निमज्जति मनोरथसागरेऽस्मिन् तत्रार्थतः
तव चकास्ति न किंचनापि पक्षेऽपरं भवति कल्मषसंश्रयस्य दौर्विध्यदग्धमन-
सोऽन्तरुपात्तमुक्तेश्चित्तं यथोल्लसति ते स्फु रितोत्तरङ्गम् धाम्नि स्फु रेद्यदि तथा परमात्मसंज्ञे
૧. શ્રી રત્નકરંડ શ્રાવકાચાર ગા. ૭૮
૨. શ્રી યશસ્તિલક ચમ્પૂ અ. ૨ ગા. ૧૩૨
૩. શ્રી યશસ્તિલક ચમ્પૂ અ. ૨ ગા. ૧૩૪

Page 258 of 272
PDF/HTML Page 270 of 284
single page version

background image
થાય તો તારો જન્મ કેવી રીતે નિષ્ફળ થાય? ૩. આકાંક્ષાથી કલુષિત થયેલો અને કામ
ભોગોમાં મૂર્ચ્છિત એવો આ જીવ ભોગ ન ભોગવવા છતાં પણ ભાવથી કર્મો બાંધે છે.
૪.
ઇત્યાદિરૂપ (ઉક્ત ગાથાઓમાં કહેલા) દુર્ધ્યાનને છોડીને (આમ કરવું)
નિર્મમત્વમાં સ્થિર થઈને, અન્ય પદાર્થોમાં મમત્વબુદ્ધિનો હું ત્યાગ કરું છું; મને આત્માનું
જ અવલંબન છે, અન્ય સર્વનો હું ત્યાગ કરું છું. ૧. મારો આત્મા જ દર્શન છે, આત્મા
જ જ્ઞાન છે, આત્મા જ ચારિત્ર છે, આત્મા જ પ્રત્યાખ્યાન છે, આત્મા જ સંવર છે અને
આત્મા જ યોગ છે. ૨. જ્ઞાનદર્શનલક્ષણવાળો એક મારો આત્મા જ શાશ્વત છે અને અન્ય
સર્વ સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે. ૩.ઇત્યાદિ સારભૂત પદોનું ગ્રહણ કરીને
ધ્યાન કરવું.
હવે, મોક્ષના વિષયમાં ફરીથી નયવિચાર કહેવામાં આવે છેઃપ્રથમ તો મોક્ષ
બંધપૂર્વક છે. તે જ કહ્યું છે‘‘જો જીવ મુક્ત છે તો પહેલાં એ જીવને બંધ અવશ્ય
હોવો જોઈએ. કેમ કે જો બંધ ન હોય તો મોક્ષ કેવી રીતે હોઈ શકે? અબંધની (બંધાયેલો
ન હોય તેની) મુક્તિ થતી નથી તો મુઞ્ચ્ ધાતુનો પ્રયોગ જ નકામો છે.’ શુદ્ધ નિશ્ચયનયથી
બંધ નથી તથા બંધપૂર્વક મોક્ષ પણ નથી. જો શુદ્ધ નિશ્ચયનયથી બંધ હોય તો સદાય બંધ
कौतस्कुती तव भवेद्विफला प्रसूतिः कंखिद कलुसिदभूतो कामभोगेहिं मुच्छिदो जीवो
ण य भुंजंतो भोगे बंधदि भावेण कम्माणि ’’ इत्याद्यपध्यानंत्यक्त्वा‘‘ममत्तिं
परिवज्जामि णिम्ममत्तिमुवट्ठिदो आलंवणं च मे आदा अवसेसाइं वोसरे आदा खु मज्झ
णाणे आदा मे दंसणे चरित्ते य आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे एगो मे सस्सदो
अप्पा णाणदंसणलक्खणो सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ’’
इत्यादिसारपदानि गृहीत्वा च ध्यानं कर्त्तव्यमिति
अथ मोक्षविषये पुनरपि नयविचारः कथ्यते तथा हिमोक्षस्तावत् बंधपूर्वकः
तथाचोक्तं‘‘मुक्तश्चेत् प्राक्भवेद्बन्धो नो बन्धो मोचनं कथम् अबन्धे मोचनं नैव
मुञ्चेरर्थो निरर्थकः ’’ बंधश्च शुद्धनिश्चयनयेन नास्ति, तथा बंधपूर्वको मोक्षोऽपि यदि
पुनः शुद्धनिश्चयेन बंधो भवति तदा सर्वदैव बंध एव, मोक्षो नास्ति किंचयथा
૧. શ્રી મૂળાચાર અ. ૨ ગા. ૮૧. ૨.શ્રી નિયમસાર ગાથા ૯૯.
૩. શ્રી નિયમસાર ગાથા ૧૦૦. ૪.શ્રી નિયમસાર ગાથા ૧૦૨.
૫. શ્રી પરમાત્મ પ્રકાશ અ. ૧ ગાથા ૫૯ ટીકા.

Page 259 of 272
PDF/HTML Page 271 of 284
single page version

background image
જ રહે, મોક્ષ થાય જ નહિ. વિશેષઃજેવી રીતે સાંકળથી બંધાયેલા પુરુષને, બંધનાશના
કારણભૂત ભાવમોક્ષસ્થાનીય (બંધને છેદવાના કારણભૂત જે ભાવમોક્ષ તેના સમાન)
સાંકળના બંધનને છેદવાના કારણભૂત જે ઉદ્યમ તે પુરુષનું સ્વરૂપ નથી, તેમ જ
દ્રવ્યમોક્ષસ્થાનીય જે સાંકળ અને પુરુષનું પૃથક્કરણ (જુદા પડવું) તે પણ પુરુષનું સ્વરૂપ
નથી, પરંતુ તે બન્નેથી (ઉદ્યમથી તેમ જ સાંકળથી પુરુષના પૃથક્કરણથી) જુદું જે હસ્ત
પાદાદિરૂપ જોવામાં આવે છે તે જ પુરુષનું સ્વરૂપ છે. તેવી જ રીતે શુદ્ધોપયોગલક્ષણવાળું
ભાવમોક્ષનું સ્વરૂપ તે શુદ્ધનિશ્ચયથી જીવનું સ્વરૂપ નથી, તેમજ તેનાથી સાધ્ય જીવ અને
કર્મના પ્રદેશોના પૃથક્કરણરૂપ (જુદા પડવારૂપ) દ્રવ્યમોક્ષ તે પણ જીવનો સ્વભાવ નથી,
પરંતુ તે બન્નેથી (ભાવમોક્ષથી તેમજ દ્રવ્યમોક્ષથી) ભિન્ન જે અનંત જ્ઞાનાદિ ગુણરૂપ
સ્વભાવવાળું છે, ફળભૂત છે, તે જ શુદ્ધ જીવનું સ્વરૂપ છે. અહીં તાત્પર્ય એ છે કે, જેમ
વિવક્ષિત
એકદેશશુદ્ધનિશ્ચયનયથી પૂર્વે મોક્ષમાર્ગનું વ્યાખ્યાન છે તેમ પર્યાયમોક્ષરૂપ જે
મોક્ષ છે તે પણ એકદેશશુદ્ધનિશ્ચયનયથી છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી નથી. જે શુદ્ધ
દ્રવ્યશક્તિરૂપ શુદ્ધ પારિણામિકપરમભાવ લક્ષણવાળો પરમનિશ્ચયમોક્ષ છે તે તો જીવમાં
પહેલેથી જ વિદ્યમાન છે, તે (પરમનિશ્ચયમોક્ષ) જીવમાં હવે થશે એમ નથી. તે જ પરમ
નિશ્ચયમોક્ષ રાગાદિ વિકલ્પ રહિત, મોક્ષના કારણભૂત, ધ્યાનભાવના
પર્યાયમાં ધ્યેય થાય
છે, પરંતુ તે નિશ્ચયમોક્ષ ધ્યાનભાવના પર્યાયરૂપ નથી. જો એકાંતે દ્રવ્યાર્થિકનયથી પણ તેને
જ (પરમ નિશ્ચય
મોક્ષને જ મોક્ષના કારણભૂત ધ્યાનભાવનાપર્યાય કહેવામાં આવે તો દ્રવ્ય
श्रृङ्खलाबद्धपुरुषस्य बंधच्छेदकारणभूतभावमोक्षस्थानीयं बंधच्छेदकारणभूतं पौरुषं पुरुषस्वरूपं न
भवति, तथैव श्रृङ्खलापुरुषयोर्यद्द्रव्यमोक्षस्थानीयं पृथक्करणं तदपि पुरुषस्वरूपं न भवति
किंतु
ताभ्यां भिन्नं यद्दृष्टं हस्तपादादिरूपं तदेव पुरुषस्वरूपम् तथैव शुद्धोपयोगलक्षणं
भावमोक्षस्वरूपं शुद्धनिश्चयेन जीवस्वरूपं न भवति, तथैव तेन साध्यं यज्जीवकर्मप्रदेशोः
पृथक्करणं द्रव्यमोक्षरूपं तदपि जीवस्वभावो न भवति; किंतु ताभ्यां भिन्नं
यदनन्तज्ञानादिगुणस्वभावं फलभूतं तदेव शुद्धजीवस्वरूपमिति
अयमत्रार्थ :यथा
विवक्षितैकदेशशुद्धनिश्चयेन पूर्वं मोक्षमार्गो व्याख्यातस्तथा पर्यायमोक्षरूपो मोक्षोऽपि, न च
शुद्धनिश्चयनयेनेति
यस्तु शुद्धद्रव्यशक्तिरूपः शुद्धपारिणामिकपरमभावलक्षणपरमनिश्चयमोक्षः,
स च पूर्वमेव जीवे तिष्ठतीदानीं भविष्यतीत्येवं न स एव रागादिविकल्परहिते मोक्षकारणभूते
ध्यानभावनापर्याये ध्येयो भवति, न च ध्यानभावनापर्यायरूपः यदि पुनरेकान्तेन
द्रव्यार्थिकनयेनापि स एव मोक्षकारणभूतो ध्यानभावना पर्यायो भण्यते तर्हि

Page 260 of 272
PDF/HTML Page 272 of 284
single page version

background image
અને પર્યાયરૂપ બે ધર્મોના આધારભૂત જીવધર્મીને મોક્ષની પર્યાય પ્રગટ થતાં જેમ
ધ્યાનભાવનાપર્યાયરૂપે વિનાશ થાય છે, તેમ ધ્યેયભૂત જીવનો શુદ્ધપારિણમિકભાવલક્ષણ-
વાળા દ્રવ્યરૂપે પણ વિનાશ થશે. પરંતુ દ્રવ્યરૂપે તો જીવનો વિનાશ નથી. તેથી સિદ્ધ થયું
કે ‘શુદ્ધ
પારિણામિકભાવથી (જીવને) બંધ અને મોક્ષ નથી.’
હવે, ‘આત્મા’ શબ્દનો અર્થ કહે છેઃ ‘‘अत्’’ ધાતુનો અર્થ ‘‘સતત ગમન’’ છે.
‘‘ગમન’’ શબ્દનો અહીં ‘‘જ્ઞાન’’ અર્થ થાય છે, કારણ કે ‘‘બધા ગતિરૂપ અર્થવાળા ધાતુઓ
જ્ઞાનરૂપ અર્થવાળા હોય છે’ એવું વચન છે. તે કારણે, યથાસંભવ જ્ઞાન
સુખાદિ ગુણોમાં
‘‘आ’’ અર્થાત્ સર્વપ્રકારે ‘‘अतति’’ અર્થાત્ વર્તે તે આત્મા છે અથવા શુભઅશુભ મન
- વચન - કાયાની ક્રિયા દ્વારા યથાસંભવ તીવ્રમંદાદિરૂપે જે ‘‘आ’’ અર્થાત્ પૂર્ણરૂપે ‘‘अतति’’
વર્તે તે આત્મા છે. અથવા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે ધર્મોદ્વારા જે ‘‘आ’’
અર્થાત્ પૂર્ણરૂપે ‘‘अतति’’ અર્થાત્ વર્તે તે આત્મા છે.
જેમ એક જ ચંદ્રમા અનેક જળભરેલા ઘડાઓમાં દેખાય છે તેમ એક જ જીવ
અનેક શરીરોમાં રહે છે, એમ કેટલાક કહે છે પણ તે ઘટતું નથી. કેમ ઘટતું નથી? ચંદ્રનાં
કિરણરૂપ ઉપાધિના વશે ઘડામાંના જળનાં પુદ્ગલો જ અનેક ચંદ્રના આકારરૂપે પરિણમ્યાં
છે, એક ચંદ્રમા અનેકરૂપે પરિણમ્યો નથી. તે બાબતમાં દ્રષ્ટાંત કહે છે
જેમ દેવદત્તના
द्रव्यपर्यायरूपधर्मद्वयाधारभूतस्य जीवधर्मिणो मोक्षपर्याये जाते सति यथा
ध्यानभावनापर्यायरूपेण विनाशो भवति, तथा ध्येयभूतस्य जीवस्य
शुद्धपारिणामिकभावलक्षणद्रव्यरूपेणापि विनाशः प्राप्नोति, न च द्रव्यरूपेण विनाशोऽस्ति
ततः
स्थितं शुद्धपारिणामिकमेव बन्धमोक्षौ न भवत इति
अथात्मशब्दार्थः कथ्यते ‘‘अत’’ धातुः सातत्यगमनेऽर्थे वर्तते गमनशब्देनात्र ज्ञानं
भण्यते, ‘‘सर्वे गत्यर्था ज्ञानार्था’’ इति वचनात् तेन कारणेन यथासंभवं ज्ञानसुखादिगुणेषु
आसमन्तात् अतति वर्तते यः स आत्मा भण्यते अथवा शुभाशुभमनोवचनकाय-
व्यापारैर्यथासम्भवं तीव्रमन्दादिरूपेण आसमन्तादतति वर्तते यः स आत्मा अथवा
उत्पादव्ययध्रौव्यैरासमन्तादतति वर्तते यः स आत्मा
किञ्चयथैकोऽपि चन्द्रमा नानाजलघटेषु दृश्यते तथैकोऽपि जीवो नानाशरीरेषु
तिष्ठतीति वदन्ति तत्तु न घटते कस्मादिति चेत्चन्द्रकिरणोपाधिवशेन घटस्थजलपुद्गला
एव नानाचन्द्राकारेण परिणता, न चैकश्चन्द्रः
तत्र दृष्टान्तमाहयथा देवदत्तमुखोपाधिवशेन

Page 261 of 272
PDF/HTML Page 273 of 284
single page version

background image
મુખરૂપ ઉપાધિના વશે અનેક દર્પણોનાં પુદ્ગલો જ અનેક મુખના આકારરૂપે પરિણમ્યાં
છે, એક દેવદત્તનું મુખ અનેકરૂપે પરિણમ્યું નથી. જો દેવદત્તનું મુખ જ અનેક મુખરૂપે
પરિણમતું હોય તો તો દર્પણમાં રહેલ દેવદત્તના મુખનાં પ્રતિબિંબ પણ ચેતન બની જાય;
પણ એમ તો બનતું નથી. વળી, જો એક જ જીવ હોય તો એક જીવને સુખ
- દુઃખ, જીવન
- મરણ આદિ પ્રાપ્ત થતાં તે જ ક્ષણે બધા જીવોને જીવન - મરણ આદિ પ્રાપ્ત થવાં જોઈએ;
પણ તેમ દેખાતું નથી. અથવા જે એમ કહે છે કે, ‘એક જ સમુદ્ર છે તે ક્યાંક ખારા
પાણીવાળો છે અને ક્યાંક મીઠા પાણીવાળો છે. તેમ એક જ જીવ બધાં શરીરોમાં વિદ્યમાન
છે.’ તેમનું એ કહેવું પણ ઘટતું નથી. કેમ નથી ઘટતું? સમુદ્રમાં જળરાશિની અપેક્ષાએ
એકતા છે, જળના કણોની અપેક્ષાએ એકતા નથી. જો જળકણોની અપેક્ષાએ એકતા હોય
તો સમુદ્રમાંથી થોડું જળ ગ્રહણ કરતાં બાકીનું બધું જળ તેની સાથે જ કેમ નથી આવતું?
તે કારણે એ સિદ્ધ થયું કે, સોળવલા સોનાના રાશિની જેમ અનંત જ્ઞાનાદિ લક્ષણની
અપેક્ષાએ જીવરાશિમાં એકતા છે પણ એક જીવની અપેક્ષાએ (સમસ્ત જીવરાશિમાં એક
જ જીવ હોવાની અપેક્ષાએ) જીવરાશિમાં એકતા નથી.
હવે, ‘અધ્યાત્મ’ શબ્દનો અર્થ કહેવામાં આવે છેઃ મિથ્યાત્વ, રાગ આદિ સમસ્ત
વિકલ્પજાળના ત્યાગથી સ્વશુદ્ધાત્મામાં જે અનુષ્ઠાન તેને ‘અધ્યાત્મ’ કહે છે.
એવી રીતે, ધ્યાનની સામગ્રીના વ્યાખ્યાનના ઉપસંહારરૂપે આ ગાથા પૂરી થઈ. ૫૭.
नानादर्पणस्थपुद्गला एव नानामुखाकारेण परिणता, न चैकं देवदत्तमुखं नानारूपेण
परिणतम्
परिणमतीति चेत्तर्हि दर्पणस्थप्रतिबिम्बं चैतन्यं प्राप्नोतीति, न च तथा किन्तु
यद्येक एव जीवो भवति, तदैकजीवस्य सुखदुःखजीवितमरणादिके प्राप्ते तस्मिन्नेव क्षणे सर्वेषां
जीवितमरणादिकं प्राप्नोति, न च तथा दृश्यते
अथवा ये वदन्ति यथैकोपि समुद्रः क्वापि
क्षारजलः क्वापि मिष्टजलस्तथैकोऽपि जीवः सर्वदेहेषु तिष्ठतीति तदपि न घटते कथमिति
चेत्जलराश्यपेक्षया तत्रैकत्वं, न च जलपुद्गलापेक्षया तत्रैकत्वम् यदि जलपुद्गलापेक्षया
भवत्येकत्वं तर्हि स्तोकजले गृहीते शेषजलं सहैव किन्नायाति ततः स्थितं
षोडशवर्णिकासुवर्णराशिवदनन्तज्ञानादिलक्षणं प्रत्येकं जीवराशिं प्रति, न चैकजीवापेक्षयैति
अध्यात्मशब्दस्यार्थः कथ्यते मिथ्यात्वरागादिसमस्तविकल्पजालरूपपरिहारेण
स्वशुद्धात्मन्यधि यदनुष्ठानं तदध्यात्ममिति एवं ध्यानसामग्रीव्याख्यानोपसंहाररूपेण गाथा
गता ।।५७।।

Page 262 of 272
PDF/HTML Page 274 of 284
single page version

background image
હવે, ગ્રન્થકાર પોતાના અભિમાનના પરિહારનું કથન કરે છેઃ
ગાથા ૫૮
ગાથાર્થઃઅલ્પશ્રુતના ધારક નેમિચન્દ્ર મુનિએ જે આ દ્રવ્યસંગ્રહ રચ્યું છે તેનું
દોષોથી રહિત અને શ્રુતજ્ઞાનથી પૂર્ણ એવા આચાર્યો શોધન કરો.
ટીકાઃ‘‘सोधयंतु’’ શુદ્ધ કરો. કોણ શુદ્ધ કરો? ‘‘मुणिणाहा’’ મુનિનાથ,
મુનિઓમાં પ્રધાન, કેવા મુનિનાથો? ‘‘दोससंचयचुदा’’ નિર્દોષ પરમાત્માથી વિલક્ષણ જે
રાગાદિ દોષો અને નિર્દોષ પરમાત્માદિ તત્ત્વોને જાણવામાં જે સંશયવિમોહવિભ્રમરૂપ
દોષોતેનાથી રહિત હોવાથી જેઓ ‘દોષસંચયચ્યુત’ છે. વળી કેવા મુનિનાથો? ‘‘सुदपुण्णा’’
વર્તમાન પરમાગમ નામક દ્રવ્યશ્રુતથી અને તે પરમાગમના આધારે ઉત્પન્ન નિર્વિકાર
સ્વસંવેદનજ્ઞાનરૂપ ભાવશ્રુતથી પરિપૂર્ણ હોવાથી શ્રુતપૂર્ણ છે. (તેઓ) કોને શુદ્ધ કરો?
‘‘दव्वसंगहमिणं’’ શુદ્ધ - બુદ્ધ - એકસ્વભાવ પરમાત્મા આદિ દ્રવ્યોનો સંગ્રહ તે દ્રવ્યસંગ્રહ, એવા
अथौद्धत्यपरिहारं कथयति :
दव्वसंगहमिणं मुणिणाहा दोससंचयचुदा सुदपुण्णा
सोधयंतु तणुसुत्तधरेण णेमिचन्दमुणिणा भणियं जं ।।५८।।
द्रव्यसंग्रहं इमं मुनिनाथाः दोषसंचयच्युताः श्रुतपूर्णाः
शोधयन्तु तनुश्रुतधरेण नेमिचन्द्रमुनिना भणितं यत् ।।५८।।
व्याख्या‘‘सोधयंतु’’ शुद्धं कुर्वन्तु के कर्तारः ? ‘‘मुणिणाहा’’ मुनिनाथा
मुनिप्रधानाः किं विशिष्टाः ? ‘‘दोससंचयचुदा’’ निर्दोषपरमात्मनो विलक्षणा ये
रागादिदोषास्तथैव च निर्दोषपरमात्मादितत्त्वपरिज्ञानविषये संशयविमोहविभ्रमास्तैश्च्युता रहिता
दोषसंचयच्युताः
पुनरपि कथम्भूताः ? ‘‘सुदपुण्णा’’ वर्तमानपरमागमाभिधानद्रव्यश्रुतेन तथैव
तदाधारोत्पन्ननिर्विकारस्वसम्वेदनज्ञानरूपभावश्रुतेन च पूर्णाः समग्राः श्रुतपूर्णाः कं
शोधयन्तु ? ‘‘दव्वसंगहमिणं’’ शुद्धबुद्धैकस्वभावपरमात्मादिद्रव्याणां संग्रहो द्रव्यसंग्रहस्तं
નેમિચંદ્ર મુનિ તનુ શ્રુત લિયો, ગ્રંથ દ્રવ્યસંગ્રહ મૈં કિયો;
જે મહાન્ મુનિ બહુ - શ્રુત - ધાર, દોષ - રહિત તે સોધહુ તાર. ૫૮.

Page 263 of 272
PDF/HTML Page 275 of 284
single page version

background image
‘દ્રવ્યસંગ્રહ’ નામના આપ્રત્યક્ષ ગ્રન્થને. કેવા દ્રવ્યસંગ્રહ ગ્રન્થને? ‘‘भणियं जं’’ જે ગ્રન્થનું
પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેને. કોણે પ્રતિપાદન કર્યું છે? ‘‘णेमिचन्दमुणिणा’’
સમ્યગ્દર્શન આદિ નિશ્ચય - વ્યવહારરૂપ પંચાચાર સહિત આચાર્ય શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ
નામના મુનિએ.
કેવા નેમિચંદ્ર મુનિએ? ‘‘तणुसुत्तधरेण’’ અલ્પશ્રુતધારીએ. જે અલ્પશ્રુતને ધારણ કરે
તે અલ્પશ્રુતધારી છે. (તેમણે આ ગ્રંથનું પ્રતિપાદન કર્યું છે.) એ પ્રમાણે ક્રિયા અને કારકોનો
સંબંધ છે.
એ રીતે ધ્યાનના ઉપસંહારરૂપ ત્રણ ગાથાઓ વડે અને ઉદ્ધતપણાના ત્યાગને માટે
એક પ્રાકૃત છંદથી બીજા અન્તરાધિકારમાં ત્રીજું સ્થળ સમાપ્ત થયું. ૫૮.
એવી રીતે બે અંતરાધિકારો દ્વારા વીસ ગાથાઓથી મોક્ષમાર્ગનો પ્રતિપાદક ત્રીજો
અધિકાર સમાપ્ત થયો.
આ ગ્રંથમાં ‘વિવક્ષિત વિષયની સંધિ થાય છે’ એ વચન પ્રમાણે પદોની સંધિનો
નિયમ નથી. (ક્યાંક સંધિ કરવામાં આવી છે, ક્યાંક નહિ.) સરળતાથી બોધ થાય માટે
વાક્યો નાનાં નાનાં બનાવવામાં આવ્યાં છે. લિંગ, વચન, ક્રિયાકારકસંબંધ, સમાસ, વિશેષણ
અને વાક્યસમાપ્તિ આદિ દોષ અને શુદ્ધાત્મા આદિ તત્ત્વોના કથનમાં વિસ્મરણનો દોષ
द्रव्यसंग्रहाभिधानम् ग्रन्थमिमं प्रत्यक्षीभूतम् किं विशिष्टं ? ‘‘भणियं जं’’ भणितः
प्रतिपादितो यौ ग्रन्थः केन कर्तृभूतेन ? ‘‘णेमिचन्दमुणिणा’’ श्री नेमिचन्द्रमुनिना श्री
नेमिचन्द्रसिद्धान्तिदेवाभिधानेन मुनिना सम्यग्दर्शनादिनिश्चयव्यवहाररूपपञ्चाचारोपेताचार्येण
कथम्भूतेन ? ‘‘तणुसुत्तधरेण’ तनुश्रुतधरेण तनुश्रुतं स्तोकं श्रुतं तद्धरतीति तनुश्रुतधरस्तेन
इति क्रियाकारकसम्बन्धः एवं ध्यानोपसंहारगाथात्रयेण, औद्धत्यपरिहारार्थं प्राकृतवृत्तेन च
द्वितीयान्तराधिकारे तृतीयं स्थलं गतम् ।।५८।। इत्यन्तराधिकारद्वयेन विंशतिगाथाभिर्मोक्ष-
मार्गप्रतिपादकनामा तृतीयोऽधिकारः समाप्तः
अत्र ग्रन्थे ‘विवक्षितस्य सन्धिर्भवति’ इति वचनात्पदानां सन्धिनियमो नास्ति
वाक्यानि च स्तोकस्तोकानि कृतानि सुखबोधनार्थम् तथैव लिङ्गवचनक्रियाकारक-
सम्बन्धसमासविशेषणवाक्यसमाप्त्यादिदूषणं तथा च शुद्धात्मादिप्रतिपादनविषये विस्मृतिदूषणं च
૧. નિશ્ચય - વ્યવહાર પંચાચાર એક સાથે ભાવલિંગી મુનિઓને જ હોય છે, એમ અહીં સ્પષ્ટ કર્યું છે.

Page 264 of 272
PDF/HTML Page 276 of 284
single page version

background image
વિદ્વાનોએ ગ્રહણ ન કરવો.
આમ પૂર્વોક્ત પ્રકારે ‘‘जीवमजीवं दव्वं’’ ઇત્યાદિ સત્તાવીસ ગાથાઓ વડે ષટ્દ્રવ્ય
પંચાસ્તિકાયપ્રતિપાદક નામનો પ્રથમ અધિકાર છે. ત્યારપછી ‘‘आसवबन्धण’ ઇત્યાદિ
અગિયાર ગાથાઓ વડે સાતતત્ત્વનવપદાર્થપ્રતિપાદક નામનો બીજો અધિકાર છે. ત્યારપછી
‘‘सम्मद्दंसण’’ ઇત્યાદિ વીસ ગાથાઓ વડે મોક્ષમાર્ગપ્રતિપાદક નામનો ત્રીજો અધિકાર
છે.
એ પ્રમાણે શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ વિરચિત ત્રણ અધિકારની અઠાવન ગાથાઓ
યુક્ત દ્રવ્યસંગ્રહ નામના ગ્રંથની શ્રી બ્રહ્મદેવકૃત સંસ્કૃત ટીકાનો બ્ર. વ્રજલાલ ગિરધરલાલ
શાહ (વઢવાણ નિવાસી) કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
विद्वद्भिर्न ग्राह्यमिति
एवं पूर्वोक्तप्रकारेण ‘‘जीवमजीवं दव्वं’’ इत्यादिसप्तविंशतिगाथाभिः षट्द्रव्यपञ्चास्ति-
कायप्रतिपादकनामा प्रथमोधिकारः तदनन्तरं ‘‘आसव बन्धण’’ इत्येकादशगाथाभिः
सप्ततत्त्वनवपदार्थप्रतिपादकनामा द्वितीयोऽधिकारः ततः परं ‘‘सम्मद्दंसण’’ इत्यादिविंशति-
गाथाभिर्मोक्षमार्गप्रतिपादकनामा तृतीयोऽधिकारः ।।
इत्यधिकारत्रयेनाष्टाधिकपञ्चाशत्सूत्रैः श्रीनेमिचन्द्रसिद्धान्तिदेवैर्विरचितस्य
द्रव्यसंग्रहाभिधानग्रन्थस्य सम्बन्धिनी श्रीब्रह्मदेवकृतवृत्तिः समाप्ता

Page 265 of 272
PDF/HTML Page 277 of 284
single page version

background image

લઘાુદ્રવ્યસંગ્રહ
छद्दव्वं पंच अत्थी सत्त वि तच्चाणि णव पयत्था य
भंगुप्पायधुवत्ता णिद्दिट्ठा जेण सो जिणो जयउ ।।।।
અર્થઃજેમણે છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ, નવ પદાર્થ અને ઉત્પાદ
- વ્યય - ધ્રૌવ્યનો નિર્દેશ કર્યો છે તે શ્રી જિનેન્દ્રદેવ જયવંત રહો. ૧.
जीवो पुग्गल धम्माऽधम्मागासो तहेव कालो य
दव्वाणि कालरहिया पदेश बाहुल्लदो अत्थिकाया य ।।।।
અર્થઃજીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ (એ છ) દ્રવ્યો છે; કાળ
સિવાયનાં બાકીનાં પાંચ દ્રવ્યો, બહુપ્રદેશી હોવાને કારણે અસ્તિકાય છે. ૨.
जीवाजीवासवबंध संवरो णिज्जरा तहा मोक्खो
तच्चाणि सत्त एदे सपुण्णपावा पयत्त्था य ।।।।
અર્થઃજીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો
છે; એ સાત તત્ત્વ પુણ્ય અને પાપ સહિત નવ પદાર્થ છે. ૩.
जीवो होइ अमुत्तो सदेहमित्तो सचेयणा कत्ता
भोत्ता सो पुण दुविहो सिद्धो संसारिओ णाणा ।।।।
અર્થઃજીવ (દ્રવ્ય) અમૂર્તિક, સ્વદેહપ્રમાણ, સચેતન, કર્તા અને ભોક્તા છે.
તે જીવ બે પ્રકારના છે, સિદ્ધ અને સંસારી; સંસારી જીવ અનેક પ્રકારના છે. ૪.
अरसमरूवमगंधं अव्वत्तं चेयणागुणमसद्दं
जाण अलिंगग्गहणं जीवमणिदिट्ठसंट्ठाणं ।।।।
અર્થઃજીવને રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત, શબ્દરહિત, લિંગ દ્વારા
ન ગ્રહી શકાય તેવો, જેનું સંસ્થાન નિર્દિષ્ટ નથી એવો અને ચેતના ગુણવાળો જાણવો. ૫.

Page 266 of 272
PDF/HTML Page 278 of 284
single page version

background image
वण्णरस गंधफासा विज्जंते जस्स जिणवरुद्दिट्ठा
मुत्तो पुग्गलकाओ पुढवी पहुदी हु सो सोढा ।।।।
અર્થઃજેને વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ વિદ્યમાન છે તે મૂર્તિક પુદ્ગલકાય પૃથ્વી
વગેરે છ પ્રકારની શ્રી જિનેંદ્રદેવે કહી છે. ૬.
पुढवी जलं च छाया चउरिंदियविसय कम्म परमाणू
छव्विहभेयं भणियं पुग्गलदव्वं जिणिंदेहिं ।।।।
અર્થઃપૃથ્વી, જળ, છાયા, (નેત્રેન્દ્રિય સિવાયની) ચાર ઇન્દ્રિયોના વિષયો,
કર્મવર્ગણા અને પરમાણુ; શ્રી જિનેંદ્રદેવે પુદ્ગલ દ્રવ્યને (ઉપરોક્ત) છ પ્રકારનું કહ્યું
છે. ૭.
गईपरिणयाण धम्मो पुग्गलजीवाण गमणसहयारी
तोयं जह मच्छाणं अच्छंता णेव सो णेई ।।।।
અર્થઃગતિરૂપે પરિણમેલા પુદ્ગલ અને જીવોને ગમનમાં સહકારી ધર્મદ્રવ્ય છે,
જેમ માછલીને (ગમન કરવામાં) જળ સહકારી છે. ગમન ન કરનાર (પુદ્ગલ અને જીવો)
ને તે (
ધર્મદ્રવ્ય) ગતિ કરાવતું નથી. ૮.
ठाणजुयाण अधम्मो पुग्गलजीवाण ठाणसहयारी
छाया जह पहियाणं गच्छांता णेव सो धरई ।।।।
અર્થઃસ્થિત થતા પુદ્ગલ અને જીવોને સ્થિર થવામાં સહકારી અધર્મદ્રવ્ય છે;
જેમ છાંયો મુસાફરોને સ્થિર થવામાં સહકારી છે. ગમન કરતા જીવ અને પુદ્ગલોને તે
(અધર્મ દ્રવ્ય) સ્થિર કરાવતું નથી. ૯.
अवगासदाणजोग्गं जीवादीणं वियाण आयासं
जेण्हं लोगागासं अल्लोगागासमिदि दुविहं ।।१०।।
અર્થઃજે જીવ આદિ દ્રવ્યોને અવકાશ દેવાને યોગ્ય છે તેને (શ્રી જિનેંદ્રદેવે
કહેલ) આકાશ દ્રવ્ય જાણો. જેના લોકાકાશ અને અલોકાકાશ એવા બે પ્રકાર છે. ૧૦.
द्रव्यपरियट्टजादो जो सो कालो हवेइ ववहारो
लोगागासपएसो एक्केक्काणु य परमट्ठो ।।११।।

Page 267 of 272
PDF/HTML Page 279 of 284
single page version

background image
અર્થઃજે દ્રવ્યોના પરિવર્તનથી ઉત્પન્ન થાય છે તે વ્યવહારકાળ છે; લોકાકાશમાં
દરેક પ્રદેશ ઉપર એકેક કાલાણુ સ્થિત છે, તે પરમાર્થ (નિશ્ચય) કાળ છે. ૧૧.
लोयायासपदेसे एक्केक्के जि ट्ठिया हु एक्केक्का
रयणाणं रासीमिव ते कालाणू असंखदव्वाणि ।।१२।।
અર્થઃજે લોકાકાશના એકેક પ્રદેશ ઉપર રત્નોની રાશિ જેમ એકેક (કાલાણુ)
સ્થિત છે, તે કાલાણુ અસંખ્યાત દ્રવ્ય છે. ૧૨.
संखातीदा जीवे धम्माऽधम्मे अणंत आयासे
संखादासंखादा मुत्ति पदेसाउ संति णो काले ।।१३।।
અર્થઃએક જીવદ્રવ્યમાં, ધર્મદ્રવ્યમાં અને અધર્મદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશો છે,
આકાશ દ્રવ્યમાં અનંત પ્રદેશ છે, પુદ્ગલમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો છે;
કાળમાં પ્રદેશો નથી. (કાળાણુ એકપ્રદેશી છે, તેમાં શક્તિ અથવા વ્યક્તિની અપેક્ષાએ
બહુપ્રદેશીપણું નથી.) ૧૩.
जावदियं आयासं अविभागीपुग्लाणुवट्टद्धं
तं खु पदेसं जाणे सव्वाणुट्ठाणदाणरिहं ।।१४।।
અર્થઃઅવિભાગી પુદ્ગલ અણુ વડે જેટલું આકાશ રોકાય તેને પ્રદેશ જાણો.
તે પ્રદેશ બધા (પુદ્ગલ) પરમાણુઓને સ્થાન દેવામાં સમર્થ છે. ૧૪.
जीवो णाणी पुग्गलधम्माऽधम्मायासा तहेव कालो य
अज्जीवा जिणभणिओ ण हु मण्णइ जो हु सो मिच्छो ।।१५।।
અર્થઃજીવ જ્ઞાની છે, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અજીવ છે,
એમ શ્રી જિનેંદ્રદેવે કહ્યું છે, જે આમ નથી માનતો તે મિથ્યાદ્રષ્ટિ છે. ૧૫.
मिच्छत्तं हिंसाई कसाय - जोगा य आसवो बंधो
सकसाई जं जीवो परिगिण्हइ पोग्गलं विविहं ।।१६।।
અર્થઃમિથ્યાત્વ, હિંસા આદિ (અવ્રત), કષાય અને યોગોથી આસ્રવ થાય છે;
કષાય સહિત જીવ જે વિવિધ પ્રકારનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે તે બંધ છે. ૧૬.

Page 268 of 272
PDF/HTML Page 280 of 284
single page version

background image
मिच्छत्ताईचाओ संवर जिण भणइ णिज्जरादेसे
कम्माण खओ सो पुण अहिलसिओ अणहिलसिओ य ।।१७।।
અર્થઃશ્રી જિનેંદ્રદેવે મિથ્યાત્વ આદિના ત્યાગને સંવર કહેલ છે, કર્મોનો એકદેશ
ક્ષય તે નિર્જરા છે અને તે (નિર્જરા) અભિલાષા સહિત અને અભિલાષા રહિત (સકામ,
અકામ) એમ બે પ્રકારની છે. ૧૭.
कम्म बंधणबद्धस्य सब्भूदस्संतरप्पणो
सव्वकम्मविणिम्मुक्को मोक्खो होइ जिणेडिदो ।।१८।।
અર્થઃકર્મોના બંધનથી બદ્ધ સદ્ભૂત (પ્રશસ્ત) અંતરાત્માને જે સર્વકર્મોથી
(પૂર્ણપણે) મુક્ત થવું તે મોક્ષ છેએમ શ્રી જિનેંદ્રદેવે વર્ણન કર્યું છે. ૧૮.
सादाऽऽउणामगोदाणं पयडीओ सुहा हवे
पुण्ण तित्त्थयरादी अण्णं पावं तु आगमे ।।१९।।
અર્થઃશાતાવેદનીય, શુભ આયુષ્ય, શુભ નામ અને શુભ ગોત્ર તેમ જ તીર્થંકર
આદિ પ્રકૃતિઓ તે પુણ્ય - પ્રકૃતિઓ છે; બાકીની બીજી પાપ - પ્રકૃતિઓ છે, એમ પરમાગમમાં
કહ્યું છે. ૧૯.
णासइ णर - पज्जाओ उप्पज्जइ देवपज्जओ तत्थ
जीवो स एव सव्वस्सभंगुप्पाया धुवा एवं ।।२०।।
અર્થઃમનુષ્ય પર્યાય નાશ પામે છે, દેવ પર્યાય ઉત્પન્ન થાય છે અને જીવ તેનો
તે જ રહે છે; એવી રીતે સર્વ દ્રવ્યોને ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય હોય છે. ૨૦.
उप्पादप्पद्धंसा वत्त्थूणं होंति पज्जय - णाएण (णयण)
दव्वट्ठिएण णिच्चा बोधव्वा सव्वजिणवुत्ता ।।२१।।
અર્થઃવસ્તુમાં ઉત્પાદ અને વ્યય પર્યાયનયથી થાય છે, દ્રવ્યદ્રષ્ટિથી વસ્તુ નિત્ય
છે એમ જાણવું; શ્રી સર્વજ્ઞ જિનેન્દ્રદેવે આમ કહ્યું છે. ૨૧.
एवं अहिगयसुत्तो सट्ठाणजुदो मणो णिरुंभिता
छंडउ रायं रोसं जइ इच्छइ कम्मणो णास (णासं) ।।२२।।
અર્થઃજો કર્મોનો નાશ કરવા ઇચ્છતા હો તો તે પ્રમાણે સૂત્રના જ્ઞાતા થઈને,
પોતાનામાં સ્થિત રહીને અને મનને રોકીને રાગ અને દ્વેષને છોડો. ૨૨.