Bruhad Dravya Sangrah (Gujarati). Om Ae Panche Parameshthionu Aadi Pad Kevee Reete Chhe!; Arahant Parameshthinu Swaroop; Sarvagyanee Siddhi Ange Charcha; Siddha Parameshthinu Swaroop; Aacharya Parameshthinu Swaroop; Upadhyay Parameshthinu Swaroop; Sadhu Parameshthinu Swaroop; Dhyey-Dhyata-Dhyananu Tatha Nay Vibhag; Shubhashubh Man-Vachan-Kayana Nirodharoop Param Dhyananu Swaroop.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 15

 

Page 229 of 272
PDF/HTML Page 241 of 284
single page version

background image
પ્રશ્નઃ‘ઓં’ એ પાંચે પરમેષ્ઠીઓનું આદિપદ કેવી રીતે છે?
ઉત્તરઃ‘‘अरिहंता असरीरा आइरिया तह उवज्झाया मुणिणो पढमक्खरणिप्पण्णो
ओंकारो पंच परमेट्ठी ।। [અર્થઃઅરિહંતનો પ્રથમ અક્ષર ‘અ’, અશરીર (સિદ્ધ)નો પ્રથમ
અક્ષર ‘અ’, આચાર્યનો પ્રથમ અક્ષર ‘આ’, ઉપાધ્યાયનો પ્રથમ અક્ષર ‘ઉ’, મુનિનો પ્રથમ
અક્ષર ‘મ્’
એ રીતે પાંચે પરમેષ્ઠીઓના પ્રથમ અક્ષરોથી બનેલો ‘ઓંકાર’ છે, તે જ પંચ
પરમેષ્ઠીઓનાં નામનું આદિપદ છે.]’’આ ગાથામાં કહેલા જે પ્રથમ અક્ષર છે, તેમાં
પહેલા ‘समानः सवर्णे दीर्घो भवति’ એ સૂત્રથી ‘અ, અ, આ,’ મેળવીને દીર્ઘ ‘આ’ બનાવીને
‘परश्च लोपम्’ એ સૂત્રથી પછીના ‘આ’ નો લોપ કરીને, અ અ આ એ ત્રણેનો ‘આ’ સિદ્ધ
કર્યો. પછી ‘उवर्णे ओ’ એ સૂત્રથી આ + ઉ ના સ્થાનમાં ‘ઓ’ બનાવ્યો, એવી રીતે
સ્વરસંધિ કરવાથી ‘ઓમ્’ એ શબ્દ નિષ્પન્ન થયો. ‘‘जवह ज्झाएह’’ મંત્રશાસ્ત્રના સર્વપદોમાં
સારભૂત, આ લોક અને પરલોકમાં ઇષ્ટ ફળ આપનાર આ પદોનો અર્થ જાણીને પછી
અનંતજ્ઞાનાદિ ગુણોના સ્મરણરૂપે અને વચનના ઉચ્ચારણરૂપે જાપ કરો, તેમજ
શુભોપયોગરૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌનપૂર્વક ધ્યાન કરો. વળી તે પદો કેવાં છે?
‘‘परमेट्ठिवाचयाणं’’ ‘અરિહંત’ પદ વાચક છે અને અનંતજ્ઞાનાદિ ગુણોથી યુક્ત શ્રીઅરિહંત
એ પદનું વાચ્ય અર્થાત્ અભિધેય (કહેવા યોગ્ય) છે. ઇત્યાદિ પ્રકારે પંચ પરમેષ્ઠીના
વાચક છે. ‘‘अण्णं च गुरुवएसेण’’ પૂર્વોક્ત પદો સિવાય બીજાનું પણ બાર હજાર
શ્લોકપ્રમાણ પંચનમસ્કારમાહાત્મ્ય નામના ગ્રંથમાં કહ્યા પ્રમાણે લઘુ સિદ્ધચક્ર, બૃહત્
तत्कथमिति चेत् ? ‘‘अरिहंता असरीरा आइरिया तह उवज्झाया मुणिणो
पढमक्खरणिप्पण्णो ओंकारो पंच परमेट्ठि ’’ इति गाथाकथितप्रथमाक्षराणां ‘समानः सवर्णे
दीर्घो भवति’ ‘परश्च लोपम्’ ‘उवर्णे ओ’ इति स्वरसन्धिविधानेन ‘ओं’ शब्दो निष्पद्यते
कस्मादिति ? ‘जवह ज्झाएह’ एतेषां पदानां सर्वमंत्रवादपदेषु मध्ये सारभूतानां
इहलोकपरलोकेष्टफलप्रदानामर्थं ज्ञात्वा पश्चादनन्तज्ञानादिगुणस्मरणरूपेण वचनोच्चारणेन च
जापं कुरुत
तथैव शुभोपयोगरूपत्रिगुप्तावस्थायां मौनेन ध्यायत पुनरपि कथम्भूतानां ?
‘परमेट्ठिवाचयाणं’ ‘अरिहंत’ इति पदवाचकमनन्तज्ञानादिगुणयुक्तोऽर्हद्वाच्योऽभिधेय
इत्यादिरूपेण पञ्चपरमेष्ठिवाचकानां
‘अण्णं च गुरूवएसेण’ अन्यदपि द्वादशसहस्रप्रमित-
पञ्चनमस्कारग्रन्थकथितक्रमेण लघुसिद्धचक्रं, बृहत्सिद्धचक्रमित्यादिदेवार्चनविधानं भेदाभेद-
૧. આ શુભોપયોગીરૂપ ભાવો હેયબુદ્ધિએ સમ્યગ્દ્રષ્ટિ જીવોને ૪-૫-૬ ગુણસ્થાને આવ્યા વિના રહે નહિ,
અજ્ઞાની તેને ઉપાદેય માને છે.

Page 230 of 272
PDF/HTML Page 242 of 284
single page version

background image
સિદ્ધચક્ર ઇત્યાદિ દેવપૂજનના વિધાનનુંભેદાભેદ રત્નત્રયના આરાધક ગુરુના પ્રસાદથી
જાણીને, ધ્યાન કરવું. એ પ્રમાણે પદસ્થ ધ્યાનનું સ્વરૂપ કહ્યું. ૪૯.
એ પ્રમાણે ‘‘गुप्तेन्द्रियमना ध्याता ध्येयं वस्तु यथास्थितम् एकाग्रचिन्तनं ध्यानं फलं
संवरनिर्जरौ ।। [અર્થઃઇન્દ્રિય અને મનને રોકનાર ધ્યાતા છે, યથાસ્થિત પદાર્થ ધ્યેય છે,
એકાગ્રચિન્તન ધ્યાન છે, સંવર અને નિર્જરાએ ધ્યાનનું ફળ છે.]’’આ શ્લોકમાં
કહેલ લક્ષણવાળાં ધ્યાતા, ધ્યેય, ધ્યાન અને ફળનું સંક્ષેપમાં વ્યાખ્યાન કરીને ત્રણ ગાથા
દ્વારા બીજા અંતરાધિકારમાં પ્રથમ સ્થળ સમાપ્ત થયું.
હવે આગળ, રાગાદિ વિકલ્પરૂપ ઉપાધિથી રહિત નિજ પરમાત્મપદાર્થની ભાવનાથી
ઉત્પન્ન સદાનંદ (નિત્યઆનંદ) જેનું એક લક્ષણ છે, એવા સુખામૃતના રસાસ્વાદથી તૃપ્તિરૂપ
નિશ્ચયધ્યાનનું પરંપરાએ કારણભૂત જે શુભોપયોગ લક્ષણવાળું વ્યવહારધ્યાન છે, તેના
ધ્યેયભૂત પંચ પરમેષ્ઠીઓમાંથી પ્રથમ અરિહંત પરમેષ્ઠીનું સ્વરૂપ હું કહું છું
એ એક
પાતનિકા છે. પહેલાંની ગાથામાં કહેલ સર્વપદનામપદઆદિપદરૂપ વાચકોના વાચ્ય જે
પંચ પરમેષ્ઠી છે તેમનું વ્યાખ્યાન કરતાં પ્રથમ જ હું શ્રી જિનેન્દ્રનું સ્વરૂપ નિરૂપણ કરું
છું
એ બીજી પાતનિકા છે; અથવા પદસ્થ, પિંડસ્થ અને રૂપસ્થએ ત્રણ ધ્યાનના
ધ્યેયભૂત શ્રીઅરિહંતસર્વજ્ઞનું સ્વરૂપ હું દર્શાવું છુંએ ત્રીજી પાતનિકા છે. આ ત્રણ
रत्नत्रयाराधकगुरुप्रसादेन ज्ञात्वा ध्यातव्यम् इति पदस्थध्यानस्वरूपं व्याख्यातम् ।।४९।।
एवमनेन प्रकारेण ‘‘गुप्तेन्द्रियमना ध्याता ध्येयं वस्तु यथास्थितम् एकाग्रचिन्तनं ध्यानं
फलं संवरनिर्जरौ ।।।।’’ इति श्लोककथितलक्षणानां ध्यातृध्येयध्यानफलानां संक्षेप-
व्याख्यानरूपेण गाथात्रयेण द्वितीयान्तराधिकारे प्रथमं स्थलं गतम्
अतः परं रागादिविकल्पोपाधिरहितनिजपरमात्मपदार्थभावनोत्पन्नसदानन्दैकलक्षण-
सुखामृतरसास्वादतृप्तिरूपस्य निश्चयध्यानस्य परम्परया कारणभूतम् यच्छुभोपयोगलक्षणं
व्यवहारध्यानं तद्ध्येयभूतानां पंचपरमेष्ठिनां मध्ये तावदर्हत्स्वरूपं कथयामीत्येका पातनिका
द्वितीया तु पूर्वसूत्रोदितसर्वपदनामपदादिपदानां वाचकभूतानां वाच्या ये
पञ्चपरमेष्ठिनस्तद्व्याख्याने क्रियमाणे प्रथमतस्तावज्जिनस्वरूपं निरूपयामि
अथवा तृतीया
૧. ભેદાભેદ રત્નત્રય એકીસાથે મુનિઓને યથાખ્યાતચારિત્ર થયા પહેલાં હોય છે અને તે એકી સાથે પ્રથમ
ધ્યાનમાં પ્રગટે છે. જુઓ આ શાસ્ત્રની ગાથા૪૭.
૨. ભૂમિકા પ્રમાણમાં શુદ્ધિને અનુસાર સંવરનિર્જરા થાય છે. ૩. શ્રી તત્ત્વાનુશાસન ગાથા૩૮.

Page 231 of 272
PDF/HTML Page 243 of 284
single page version

background image
પાતનિકાઓને મનમાં ધારણ કરીને શ્રીનેમિચન્દ્ર આચાર્યદેવ આ (હવેની) ગાથાનું પ્રતિપાદન
કરે છેઃ
ગાથા ૫૦
ગાથાર્થઃચાર ઘાતીકર્મો જેણે નષ્ટ કર્યાં છે, જે (અનંત) દર્શનસુખજ્ઞાન
વીર્યમય છે, જે ઉત્તમ દેહમાં બિરાજમાન છે અને જે શુદ્ધ (અઢાર દોષ રહિત) છે
એવો આત્મા અર્હંત છે, તેનું ધ્યાન કરવા યોગ્ય છે.
ટીકાઃ‘‘णट्ठचदुघाइकम्मो’’ નિશ્ચયરત્નત્રયાત્મક, શુદ્ધોપયોગી ધ્યાન વડે પહેલાં
ઘાતીકર્મોમાં મુખ્ય એવા મોહનીયનો નાશ કરીને અને પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા
અંતરાય
એ ત્રણે ઘાતીકર્મોનો એક સાથે નાશ કરીને જે ચાર ઘાતીકર્મોના નષ્ટ કરનાર
થયા છે. ‘‘दंसणसुहणाणवीरियमईओ’’ તે ઘાતીકર્મોના નાશથી અનંત ચતુષ્ટય (અનંત જ્ઞાન,
દર્શન, સુખ અને વીર્ય) ને પ્રાપ્ત કરેલ હોવાથી સહજ શુદ્ધ, અવિનાશી દર્શનજ્ઞાનસુખ
અને વીર્યમય છે. ‘‘सुहदेहत्थो’’ નિશ્ચયથી શરીર રહિત છે, તોપણ વ્યવહારનયથી સાત
पातनिका पदस्थपिण्डस्थरूपस्थध्यानत्रयस्य ध्येयभूतमर्हत्सर्वज्ञस्वरूपं दर्शयामीति पातनिकात्रयं
मनसि धृत्वा भगवान् सूत्रमिदं प्रतिपादयति :
णट्ठचदुघाइकम्मो दंसणसुहणाणवीरियमईओ
सुहदेहत्थो अप्पा सुद्धो अरिहो विचिंतिज्जो ।।५०।।
नष्टचतुर्घातिकर्म्मा दर्शनसुखज्ञानवीर्यमयः
शुभदेहस्थः आत्मा शुद्धः अर्हन् विचिन्तनीयः ।।५०।।
व्याख्या‘‘णट्ठचदुघाइकम्मो’’ निश्चयरत्नत्रयात्मकशुद्धोपयोगध्यानेन पूर्वं घातिकर्म-
मुख्यभूतमोहनीयस्य विनाशनात्तदनन्तरं ज्ञानदर्शनावरणान्तरायसंज्ञयुगपद्घातित्रयविनाशकत्वाच्च
प्रणष्टचतुर्घातिकर्मा
‘‘दंसणसुहणाणवीरियमईओ’’ तेनैव घातिकर्माभावेन लब्धानन्त-
चतुष्टयत्वात् सहजशुद्धाविनश्वरदर्शनज्ञानसुखवीर्यमयः ‘‘सुहदेहत्थो’’ निश्चयेनाशरीरोऽपि
ચ્યારિ ઘાતિયા કર્મ નશાય, દર્શન જ્ઞાન સુખ વીરજિ પાય;
પરમ - દેહમેં તિષ્ઠૈ સંત, સો આતમ ચિતવો અરહંત. ૫૦.

Page 232 of 272
PDF/HTML Page 244 of 284
single page version

background image
ધાતુઓથી રહિત, હજારો સૂર્ય સમાન દેદીપ્યમાન એવા પરમ ઔદારિક શરીરવાળા હોવાથી
શુભદેહમાં બિરાજમાન છે.
‘‘सुद्धो’’‘‘क्षुधा तृषा भयं द्वेषो रागो मोहश्च चिन्तनम् जरा रुजा
च मृत्युश्च खेदः स्वेदो मदोऽरतिः ।। विस्मयो जननं निद्रा विषादोऽष्टादश स्मृताः एतैर्दोषैर्विनिर्मुक्तः
सोऽयमाप्तो निरञ्जनः ।।’’ [અર્થઃક્ષુધા, તૃષા, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, વૃદ્ધાવસ્થા,
રોગ, મૃત્યુ, ખેદ, સ્વેદ (પરસેવો), મદ, અરતિ, વિસ્મય, જન્મ, નિદ્રા અને વિષાદ
અઢાર દોષ રહિત નિરંજન પરમાત્મા તે આપ્ત છે.]આ બે શ્લોકમાં કહેલ અઢાર દોષોથી
રહિત હોવાને કારણે ‘શુદ્ધ’ છે. ‘‘अप्पा’’ આવા વિશિષ્ટ ગુણોવાળો આત્મા છે. ‘‘अरिहो’’
‘અરિ’ શબ્દથી વાચ્ય મોહનીય કર્મનો, ‘रज’ શબ્દથી વાચ્ય જ્ઞાનાવરણ અને દર્શનાવરણ
એ બે કર્મોનો અને ‘रहस्य’ શબ્દથી વાચ્ય અન્તરાયકર્મનોએમ ચારે કર્મોનો નાશ કરવાને
લીધે ઇન્દ્ર આદિ દ્વારા રચેલ ગર્ભાવતાર, જન્માભિષેક, તપ, કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને
નિર્વાણ નામના પાંચ મહા કલ્યાણકરૂપ પૂજાને યોગ્ય છે તે કારણે ‘અર્હન્’ કહેવાય છે.
‘विचिन्तिज्जो’ હે ભવ્યો! તમે ઉપરોક્ત વિશેષણોથી વિશિષ્ટ, આપ્તકથિત આગમ આદિ
ગ્રન્થોમાં કહેલ વીતરાગ, સર્વજ્ઞ આદિ એક હજાર આઠ નામવાળા અર્હંત્ જિનભટ્ટારકનું
પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ ધ્યાનમાં સ્થિત થઈને, વિશેષપણે ચિંતવન કરો, ધ્યાન કરો!
અહીં, ભટ્ટ અને ચાર્વાક મતનો આશ્રય લઈને શિષ્ય પૂર્વપક્ષ કરે છે કે
व्यवहारेण सप्तधातुरहितदिवाकरसहस्रभासुरपरमौदारिकशरीरत्वात् शुभदेहस्थः ‘‘सुद्धो’’
‘क्षुधा तृषा भयं द्वेषो रागो मोहश्च चिन्तनम् जरा रुजा च मृत्युश्च खेदः स्वेदो
मदोऽरतिः ।।।। विस्मयो जननं निद्रा विषादोऽष्टादश स्मृताः एतैर्दोषैर्विनिर्मुक्तः सो
अयमाप्तो निरञ्जनः ।।।।’’ इति श्लोकद्वयकथिताष्टादशदोषरहितत्वात् शुद्धः ‘‘अप्पा’’
एवं गुणविशिष्ट आत्मा ‘‘अरिहो’’ अरिशब्दवाच्यमोहनीयस्य, रजःशब्दवाच्यज्ञानदर्शनावरण-
द्वयस्य, रहस्यशब्दवाच्यान्तरायस्य च हननाद्विनाशात् सकाशात् इन्द्रादिविनिर्मितां
गर्भावतरणजन्माभिषेकनिःक्रमणकेवलज्ञानोत्पत्तिनिर्वाणाभिधानपञ्चमहाकल्याणरूपां पूजामर्हति
योग्यो भवति तेन कारणेन अर्हन् भण्यते
‘‘विचिन्तिज्जो’’ इत्युक्तविशेषणै-
र्विशिष्टमाप्तागमप्रभृतिग्रन्थकथितवीतरागसर्वज्ञाद्यष्टोत्तरसहस्रनामानमर्हंतं जिनभट्टारकं पदस्थ-
पिंडस्थरूपस्थध्याने स्थित्वा विशेषेण चिन्तयत ध्यायत हे भव्या यूयमिति
अत्रावसारे भट्टचार्वाकमतं गृहीत्वा शिष्यः पूर्वपक्षं करोति नास्ति सर्वज्ञोऽनुपलब्धेः
૧. શ્રી આપ્તસ્વરૂપ ગાથા
૧૫૧૬.

Page 233 of 272
PDF/HTML Page 245 of 284
single page version

background image
‘સર્વજ્ઞ નથી, કેમ કે તેની અનુપલબ્ધિ (અપ્રાપ્તિ) છે (અર્થાત્ જાણવામાં આવતા નથી),
ગધેડાનાં શિંગડાંની માફક.’ તેનો પ્રત્યુત્તરઃ
સર્વજ્ઞની પ્રાપ્તિ શું આ દેશ અને આ
કાળમાં નથી કે સર્વદેશ અને સર્વકાળમાં નથી? જો આ દેશ અને આ કાળમાં નથી,
એમ કહો તો અમે પણ તે માનીએ જ છીએ. જો તમે એમ કહો કે ‘સર્વદેશ અને
સર્વકાળમાં સર્વજ્ઞની પ્રાપ્તિ નથી’ તો ત્રણ લોક અને ત્રણ કાળ સર્વજ્ઞ વિનાના તમે
કેવી રીતે જાણ્યા? જો તમે કહો કે અમે જાણ્યા છે તો તમે જ સર્વજ્ઞ થયા. અને
જો તમે જાણ્યા ન હોય તો પછી નિષેધ કેવી રીતે કરો છો? ત્યાં દ્રષ્ટાંત છેઃ
જેમ કોઈ નિષેધ કરનાર મનુષ્ય, ઘટના આધારભૂત પૃથ્વીને આંખોથી ઘટરહિત જોઈને
પછી કહે કે આ પૃથ્વી ઉપર ઘટ નથી તો તેનું કહેવું બરાબર છે; પણ જેને આંખ
નથી તેનું એમ કહેવું અયોગ્ય જ છે; તેવી જ રીતે જે ત્રણ લોક અને ત્રણ કાળને
સર્વજ્ઞ રહિત જાણે છે તેનું એમ કહેવું કે ‘ત્રણ લોક અને ત્રણ કાળમાં સર્વજ્ઞ નથી’
તે યોગ્ય છે. પણ જે ત્રણ લોક અને ત્રણ કાળને જાણે છે તે સર્વજ્ઞનો નિષેધ કોઈ
પણ રીતે કરતો નથી. કેમ નથી કરતો? ત્રણ લોક અને ત્રણ કાળને જાણવાથી તે
પોતે સર્વજ્ઞ થયો, તેથી તે સર્વજ્ઞનો નિષેધ કરતો નથી.
खरविषाणवत् ? तत्र प्रत्युत्तरम्किमत्र देशेऽत्र काले अनुपलब्धिः, सर्वदेशे काले वा
यदत्र देशेऽत्र काले नास्ति तदा सम्मत एव अथ सर्वदेशकाले नास्तीति भण्यते तज्जगत्त्रयं
कालत्रयं सर्वज्ञरहितं कथं ज्ञातं भवता ज्ञातं चेत्तर्हि भवानेव सर्वज्ञः अथ न ज्ञातं तर्हि
निषेधः कथं क्रियते ? तत्र दृष्टान्त :यथा कोऽपि निषेधको घटस्याधारभूतं घटरहितं
भूतलं चक्षुषा दृष्ट्वा पश्चाद्वदत्यत्र भूतले घटो नास्तीति युक्तम्; यस्तु चक्षुः रहितस्तस्य
पुनरिदं वचनमयुक्तम्
तथैव यस्तु जगत्त्रयं कालत्रयं सर्वज्ञरहितं जानाति तस्य जगत्त्रये
कालत्रयेऽपि सर्वज्ञो नास्तीति वक्तुं युक्तं भवति, यस्तु जगत्त्रयं कालत्रयं जानाति स
सर्वज्ञनिषेधं कथमपि न करोति कस्मादिति चेत् ? जगत्त्रयकालत्रयपरिज्ञानेन स्वयमेव
सर्वज्ञत्वादिति
१. तथा योसौ जगत्त्रय कालत्रय सर्वज्ञरहितं प्रत्यक्षेण जानाति स एव सर्वज्ञनिषेधे समर्थो, न चान्योन्ध इव,
यस्तु जगत्त्रयं कालत्रयं जानाति स सर्वज्ञनिषेधं कथमपि न करोति कस्मात् ?
जगत्त्रयकालत्रयविषयपरिज्ञान सहितत्वेन स्वमेव सर्वज्ञत्वादिति (पंचास्तिकाय तात्पर्यवृत्तिः गा० २९)
२. ‘न जानाति’ इति पाठान्तरं
३. ‘किं भवतामनुपलब्धेः जगत्त्रय’ इति पाठान्तरं

Page 234 of 272
PDF/HTML Page 246 of 284
single page version

background image
સર્વજ્ઞના નિષેધમાં ‘સર્વજ્ઞની અનુપલબ્ધિ’ એવું જે હેતુવાક્ય છે તે પણ યોગ્ય નથી.
કેમ યોગ્ય નથી? શું આપને સર્વજ્ઞની અનુપલબ્ધિ (અપ્રાપ્તિ) છે કે ત્રણ લોક અને ત્રણ
કાળના પુરુષોને અનુપલબ્ધિ છે? જો આપને જ સર્વજ્ઞની અનુપલબ્ધિ હોય તો એટલાથી
જ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થતો નથી, કેમકે જેમ પરના મનના વિચાર તથા પરમાણુ આદિ
સૂક્ષ્મ પદાર્થોની આપને અનુપલબ્ધિ છે, તોપણ તેમનો અભાવ સિદ્ધ થતો નથી. અથવા
જો ત્રણ લોક અને ત્રણ કાળના પુરુષોને સર્વજ્ઞની અનુપલબ્ધિ છે, તો આપે તે કેવી રીતે
જાણ્યું? જો તમે કહો કે ‘અમે તે જાણ્યું છે’ તો આપ જ સર્વજ્ઞ થયા
એમ પહેલાં
કહેવાઈ ગયું છે. એ પ્રમાણે હેતુમાં દૂષણ છેએમ જાણવું.
સર્વજ્ઞના અભાવની સિદ્ધિમાં જે ‘ગધેડાનાં શિંગડાં’નું દ્રષ્ટાંત આપ્યું હતું તે પણ
બરાબર નથી. ગધેડાને શિંગડાં નથી પણ ગાય વગેરેને શિંગડાં છે, શિંગડાંનો અત્યંત
અભાવ નથી તેમ સર્વજ્ઞનો અમુક દેશ અને કાળમાં અભાવ હોવા છતાં પણ સર્વથા અભાવ
નથી. એ રીતે દ્રષ્ટાંતમાં દોષ કહ્યો. પ્રશ્નઃ
આપે સર્વજ્ઞની બાબતમાં બાધક પ્રમાણનું
તો ખંડન કર્યું, પરંતુ સર્વજ્ઞના સદ્ભાવને સિદ્ધ કરનાર પ્રમાણ કયું છે?
ઉત્તરઃ‘કોઈ પુરુષ સર્વજ્ઞ છે’ એ વાક્યમાં ‘પુરુષ’ ધર્મી છે અને ‘સર્વજ્ઞ છે’
તે સાધ્ય (જેની સિદ્ધિ કરવાની છે એવો) ધર્મ છે. એ રીતે ‘કોઈ પુરુષ સર્વજ્ઞ છે’ એ
વાક્ય ધર્મી અને ધર્મના સમુદાયરૂપે પક્ષવચન છે. ‘શા કારણથી? (અર્થાત્ કોઈ પુરુષ
अथोक्तमनुपलब्धेरिति हेतुवचनं तदप्ययुक्तम् कस्मादिति चेत्किं
भवतामनुपलब्धिः, किं जगत्त्रयकालत्रयवर्त्तिपुरुषाणां वा ? यदि भवतामनुपलब्धिस्तावता
सर्वज्ञाभावो न सिध्यति, भवद्भिरनुपलभ्यमानानां परकीयचित्तवृत्तिपरमाण्वादिसूक्ष्म-
पदार्थानामिव
अथवा जगत्त्रयकालत्रयवर्त्तिपुरुषाणामनुपलब्धिस्तत्कथं ज्ञातं भवद्भिः ज्ञातं
चेत्तर्हि भवन्त एव सर्वज्ञा इति पूर्वमेव भणितं तिष्ठति इत्यादिहेतुदूषणं ज्ञातव्यम् यथोक्तं
खरविषाणवदिति दृष्टान्तवचनम् तदप्यनुचितम् खरे विषाणं नास्ति गवादौ
तिष्ठतीत्यत्यन्ताभावो नास्ति यथा तथा सर्वज्ञस्यापि नियतदेशकालादिष्वभावेऽपि सर्वथा
नास्तित्वं न भवति इति दृष्टान्तदूषणं गतम्
अथ मतंसर्वज्ञविषये बाधकप्रमाणं निराकृतं भवद्भिस्तर्हि सर्वज्ञसद्भावसाधकं प्रमाणं
किम् ? इति पृष्टे प्रत्युत्तरमाहकश्चित् पुरुषो धर्मो, सर्वज्ञो भवतीति साध्यते धर्मः, एवं
धर्मिधर्मसमुदायेन पक्षवचनम् कस्मादिति चेत्, पूर्वोक्तप्रकारेण बाधकप्रमाणाभावादिति

Page 235 of 272
PDF/HTML Page 247 of 284
single page version

background image
સર્વજ્ઞ હોવામાં હેતુ શો છે?)’ એમ પૂછવામાં આવે તો, ‘પૂર્વોક્ત પ્રકારે બાધક પ્રમાણનો
અભાવ હોવાથી’;
એ હેતુવચન છે. શાની માફક? ‘પોતાના અનુભવમાં આવતાં સુખ
અને દુઃખ આદિની માફક’;એ દ્રષ્ટાંત વચન છે. આ પ્રમાણે સર્વજ્ઞના સદ્ભાવમાં પક્ષ,
હેતુ અને દ્રષ્ટાંતરૂપે ત્રણ અંગોવાળું અનુમાન જાણવું.
અથવા સર્વજ્ઞના સદ્ભાવનું સાધક બીજું અનુમાન કહે છેઃ‘રામ, રાવણ વગેરે
કાળથી અંતરિત (આચ્છાદિત) પદાર્થો, મેરુ વગેરે ક્ષેત્રથી અંતરિત પદાર્થો, ભૂત વગેરે
ભવથી અંતરિત પદાર્થો તથા બીજાઓનાં ચિત્તના વિકલ્પો અને પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થો
કોઈ પણ પુરુષવિશેષને દેખવામાં આવે છે.’ એ ધર્મી અને ધર્મના સમુદાયરૂપે પક્ષવચન
છે. તેમાં ‘રામ, રાવણ વગેરે કાળથી અંતરિત પદાર્થો, મેરુ વગેરે ક્ષેત્રથી અંતરિત પદાર્થો,
ભૂત વગેરે ભવથી અંતરિત પદાર્થો તથા બીજાઓનાં ચિત્તના વિકલ્પો અને પરમાણુ આદિ
પદાર્થો’ ધર્મી છે અને ‘કોઈ પણ પુરુષવિશેષને દેખવામાં આવે છે’ તે સાધ્ય ધર્મ છે.
‘અંતરિત ને સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ કેમ છે?’ એમ પૂછવામાં આવે તો, ‘અનુમાનનો
વિષય હોવાથી’;
એ હેતુવચન છે. કોની જેમ? ‘જે જે અનુમાનનો વિષય હોય છે તે
તે કોઈને પ્રત્યક્ષ હોય છે, જેમ કે અગ્નિ આદિ;’એ અન્વયદ્રષ્ટાન્તનું વચન છે.
‘અન્તરિત અને સૂક્ષ્મ પદાર્થો અનુમાનના વિષય છે’ એ ઉપનયનું વચન છે. તેથી ‘અંતરિત
हेतुवचनम् किंवत्, स्वयमनुभूयमानसुखदुःखादिवदिति दृष्टान्तवचनम् एवं सर्वज्ञसद्भावे
पक्षहेतुदृष्टान्तरूपेण त्र्यङ्गमनुमानं विज्ञेयम् अथवा द्वितीयमनुमानं कथ्यतेरामरावणादयः
कालान्तरिता, मेर्वादयो देशान्तरिता भूतादयो भवान्तरिताः परचेतोवृत्तयः परमाण्वाद-
यश्चसूक्ष्मपदार्था धर्मिणः कस्यापि पुरुषविशेषस्य प्रत्यक्षा भवन्तीति साध्यो धर्म इति
धर्मिधर्मसमुदायेन पक्षवचनम्
कस्मादिति चेत्, अनुमानविषयत्वादिति हेतुवचनम् किंवत्,
यद्यदनुमानविषयं तत्तत्कस्यापि प्रत्यक्षं भवति, यथाग्न्यादि, इत्यन्वयदृष्टान्तवचनं अनुमानेन
विषयाश्चेति, इत्युपनयवचनम् तस्मात् कस्यापि प्रत्यक्षा भवन्तीति निगमनवचनं इदानीं
व्यतिरेकदृष्टान्तः कथ्यतेयन्न कस्यापि प्रत्यक्षं तदनुमानविषयमपि न भवति, यथा खपुष्पादि,
इति व्यतिरेकदृष्टान्तवचनम् अनुमानविषयाश्चेति पुनरप्युपनयवचनम् तस्मात् प्रत्यक्षा
भवन्तीति पुनरपि निगमनवचनमिति किन्त्वनुमानविषयत्वादित्ययं हेतुः, सर्वज्ञस्वरूपे साध्ये
सर्वप्रकारेण सम्भवति यतस्ततः कारणात्स्वरूपासिद्धभावासिद्धविशेषणादसिद्धो न भवति
तथैव सर्वज्ञस्वरूपं स्वपक्षं विहाय सर्वज्ञाऽभावं विपक्षं न साधयति तेन कारणेन विरुद्धो न
१. ‘विशेषणाद्यसिद्धो’ इति पाठान्तरं

Page 236 of 272
PDF/HTML Page 248 of 284
single page version

background image
ને સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ હોય છે’ એ નિગમનવચન છે. હવે વ્યતિરેકનું દ્રષ્ટાંત
કહે છેઃ ‘જે કોઈને પણ પ્રત્યક્ષ હોતું નથી તે અનુમાનનો વિષય પણ હોતું નથી, જેમ
કે ‘આકાશનાં પુષ્પ આદિ’;
એ વ્યતિરેકદ્રષ્ટાંતનું વચન છે. ‘અંતરિત ને સૂક્ષ્મ પદાર્થો
અનુમાનના વિષય છે’ એ ફરીને ઉપનયનું વચન છે. તેથી ‘અંતરિત ને સૂક્ષ્મ પદાર્થો કોઈને
પ્રત્યક્ષ છે,’ એ ફરીને નિગમન
વચન છે.
‘અંતરિત અને સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ છે, અનુમાનના વિષય હોવાથી’અહીં
‘અનુમાનના વિષય હોવાથી’ એ હેતુ છે. સર્વજ્ઞરૂપ સાધ્યમાં આ હેતુ બધી રીતે સંભવે
છે; તે કારણે આ હેતુ ‘સ્વરૂપથી અસિદ્ધ’ કે ‘ભાવથી અસિદ્ધ’
એવા વિશેષણ વડે અસિદ્ધ
નથી. તથા ઉક્ત હેતુ, સર્વજ્ઞરૂપ પોતાનો પક્ષ છોડીને સર્વજ્ઞના અભાવરૂપ વિપક્ષને સિદ્ધ
કરતો નથી, તે કારણે વિરુદ્ધ પણ નથી. વળી તે (હેતુ) જેમ સર્વજ્ઞના સદ્ભાવરૂપ સ્વપક્ષમાં
વર્તે છે તેમ સર્વજ્ઞના અભાવરૂપ વિપક્ષમાં પણ વર્તતો નથી, એ કારણે ઉક્ત હેતુ
અનૈકાન્તિક પણ નથી. અનૈકાન્તિકનો શો અર્થ છે? વ્યભિચારી, એવો અર્થ છે. વળી ઉક્ત
હેતુ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી બાધિત પણ નથી. વળી તે હેતુ (સર્વજ્ઞને ન માનનાર)
પ્રતિવાદીઓને અસિદ્ધ એવો સર્વજ્ઞનો સદ્ભાવ સિદ્ધ કરે છે, તે કારણે અકિંચિત્કર પણ
નથી. આ રીતે ‘અનુમાનનો વિષય હોવાથી’
એ હેતુ અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાન્તિક
(બાધિત) અને અકિંચિત્કરરૂપ જે હેતુના દોષો તેમનાથી રહિત છે, તેથી તે સર્વજ્ઞના
સદ્ભાવને સિદ્ધ કરે જ છે. ઉપરોક્ત પ્રકારે સર્વજ્ઞના સદ્ભાવમાં પક્ષ, હેતુ, દ્રષ્ટાંત, ઉપનય
અને નિગમનરૂપ પાંચ અંગવાળું અનુમાન જાણવું.
વિશેષજેમ નેત્ર વિનાના પુરુષને દર્પણ વિદ્યમાન હોય, તોપણ પ્રતિબિંબોનું
પરિજ્ઞાન થતું નથી, તેમ નેત્રસ્થાનીય (નેત્ર સમાન) સર્વજ્ઞતારૂપ ગુણથી રહિત પુરુષને
भवति तथैव च यथा सर्वज्ञसद्भावे स्वपक्षे वर्तते तथा सर्वज्ञाभावेऽपि विपक्षेऽपि न वर्तते
तेन कारणेनाऽनैकान्तिको न भवति अनैकान्तिकः कोऽर्थो ? व्यभिचारिति तथैव
प्रत्यक्षादिप्रमाणबाधितो न भवति, तथैव च प्रतिवादिनां प्रत्यसिद्धं सर्वज्ञसद्भावं साधयति,
तेन कारणेनाकिंचित्करोऽपि न भवति
एवमसिद्धविरुद्धानैकान्तिकाकिञ्चित्करहेतु-
दोषरहितत्वात्सर्वज्ञसद्भावं साधयत्येव इत्युक्तप्रकारेण सर्वज्ञसद्भावे पक्षहेतुदृष्टान्तोपनय-
निगमनरूपेण पञ्चाङ्गमनुमानम् ज्ञातव्यमिति
किं च यथा लोचनहीनपुरुषस्यादर्शे विद्यमानेऽपि प्रतिबिम्बानां परिज्ञानं न भवति,
तथा लोचनस्थानीयसर्वज्ञतागुणरहितपुरुषस्यादर्शस्थानीयवेदशास्त्रे कथितानां प्रतिबिम्बस्थानीय-

Page 237 of 272
PDF/HTML Page 249 of 284
single page version

background image
દર્પણસ્થાનીય વેદશાસ્ત્રોમાં કહેલા પ્રતિબિંબસ્થાનીય પરમાણુ આદિ અનંત સૂક્ષ્મ
પદાર્થોનું કોઈ પણ કાળે પરિજ્ઞાન થતું નથી. એ રીતે કહ્યું પણ છે કે‘જે પુરુષને સ્વયં
બુદ્ધિ નથી, તેને શાસ્ત્ર શું (ઉપકાર) કરી શકે? કેમ કે નેત્રરહિત પુરુષને દર્પણ શું
ઉપકારકરે?
એ રીતે અહીં, સંક્ષેપમાં સર્વજ્ઞની સિદ્ધિ જાણવી.
આ પ્રમાણે પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ
એ ધ્યાનોના ધ્યેયભૂત સકલ પરમાત્મા
શ્રીજિનભટ્ટારકના વ્યાખ્યાનથી આ ગાથા સમાપ્ત થઈ. ૫૦.
હવે, સિદ્ધ સમાન નિજ પરમાત્મતત્ત્વમાં પરમ સમરસીભાવ જેનું લક્ષણ છે એવા
રૂપાતીત નામના નિશ્ચયધ્યાનનું પરંપરાએ કારણભૂત એવું, મુક્તિપ્રાપ્ત એવા સિદ્ધપરમેષ્ઠીની
ભક્તિરૂપ, ‘ણમો સિદ્ધાણં’ એ પદના ઉચ્ચારણરૂપ લક્ષણવાળું જે પદસ્થ ધ્યાન, તેના
ધ્યેયભૂત સિદ્ધપરમેષ્ઠીનું સ્વરૂપ કહે છેઃ
परमाण्वाद्यनन्तसूक्ष्मपदार्थानां क्कापिकाले परिज्ञानं न भवति तथा चोक्तं ‘‘यस्य नास्ति स्वयं
प्रज्ञा शास्त्रं तस्य करोति किम् लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ।।।।’’ इति
संक्षेपेण सर्वज्ञसिद्धिरत्र बोद्धव्या एवं पदस्थपिण्डस्थरूपस्थध्याने ध्येयभूतस्य सकलात्मनो
जिनभट्टारकस्य व्याख्यानरूपेण गाथा गता ।।५०।।
अथ सिद्धसदृशनिजपरमात्मतत्त्वपरमसमरसीभावलक्षणस्य रूपातीतनिश्चयध्यानस्य
पारम्पर्येण कारणभूतं मुक्तिगतसिद्धभक्तिरूपं ‘‘णमो सिद्धाणं’’ इति पदोच्चारणलक्षणं
यत्पदस्थं ध्यानं तस्य ध्येयभूतं सिद्धपरमेष्ठीस्वरूपं कथयति :
णट्ठट्ठकम्मदेहो लोयालोयस्स जाणओ दट्ठा
पुरिसायारो अप्पा सिद्धो झाएह लोयसिहरत्थो ।।५१।।
૧. અહીં નિમિત્ત અકિંચિત્કર છે, એમ સિદ્ધ કર્યું છે.
૨. શ્રી હિતોપદેશ પૃષ્ઠ ૧૦૫.
આઠ કરમ અર દેહ નશાય, લોકાલોક દેખિ જો જ્ઞાય;
પુરુષાકાર આત્મા સિદ્ધ, ધ્યાવો લોકશિખરસ્થિત ઇદ્ધ. ૫૧.

Page 238 of 272
PDF/HTML Page 250 of 284
single page version

background image
ગાથા ૫૧
ગાથાર્થઃજેણે આઠ કર્મનો અને દેહનો નાશ કર્યો છે, જે લોકાલોકને જાણનાર
અને દેખનાર છે અને જે પુરુષાકાર છે,એવો આત્મા સિદ્ધ છે; લોકના શિખર ઉપર
બિરાજમાન છે તે સિદ્ધપરમેષ્ઠીનું તમે ધ્યાન કરો.
ટીકાઃ‘णट्ठट्ठकम्मदेहो’ શુભાશુભ મન, વચન અને કાયાની ક્રિયારૂપ એવો જે
‘દ્વૈત’ શબ્દના અભિધેયરૂપ કર્મકાંડ તેનો નાશ કરવામાં સમર્થ એવા પરમ જ્ઞાનકાંડ વડે
કે જે જ્ઞાનકાંડમાંથી, નિજ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન, રાગાદિ વિકલ્પોપાધિરહિત
પરમ આહ્લાદ જેનું એકમાત્ર લક્ષણ છે એવો સુન્દર, મનોહર આનંદ ઝરે છે, જે નિષ્ક્રિય
છે અને જે અદ્વૈત શબ્દથી વાચ્ય છે તેના વડે
જ્ઞાનાવરણાદિ આઠ કર્મો અને ઔદારિક
આદિ પાંચ શરીરોનો નાશ કર્યો હોવાથી જે ‘નષ્ટઅષ્ટકર્મદેહ’ છે અર્થાત્ ‘જેણે આઠ
કર્મો અને દેહ નષ્ટ કર્યાં છે એવો’ છે; ‘लोयालोयस्स जाणओ दट्ठा’ જે પૂર્વોક્ત જ્ઞાનકાંડની
ભાવનાના ફળરૂપ સંપૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન અને કેવળદર્શનએ બન્ને વડે લોકાલોકના
ત્રણ કાળના સમસ્ત પદાર્થોના વિશેષ અને સામાન્ય ભાવોને એક જ સમયમાં જાણવા અને
દેખવાને લીધે લોકાલોકના જ્ઞાતા અને દ્રષ્ટા છે;
‘‘पुरिसायारो’’ જે નિશ્ચયનયથી અતીન્દ્રિય,
અમૂર્ત, પરમ ચૈતન્યથી ભરેલા શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ નિરાકાર છે, તોપણ વ્યવહારથી
ભૂતપૂર્વનયની અપેક્ષાએ અંતિમ શરીરથી કંઈક ઓછા આકારવાળો હોવાને લીધે, મીણ
વિનાના તેનાં બીબાં વચ્ચેના પૂતળાની જેમ અથવા છાયાના પ્રતિબિંબની જેમ, પુરુષાકાર
नष्टाष्टकर्म्मदेहः लोकालोकस्य ज्ञायकः द्रष्टा
पुरुषाकारः आत्मा सिद्धः ध्यायेत लोकशिखरस्थः ।।५१।।
व्याख्या‘‘णट्ठट्ठकम्मदेहो’’ शुभाशुभमनोवचनकायक्रियारूपस्य द्वैतशब्दाभिधेयकर्म-
काण्डस्य निर्मूलनसमर्थेन स्वशुद्धात्मतत्त्वभावनोत्पन्नरागादिविकल्पोपाधिरहितपरमाह्लादैकलक्षण-
सुन्दरमनोहरानन्दस्यंदिनिःक्रियाद्वैतशब्दवाच्येन परमज्ञानकाण्डेन विनाशितज्ञानावरणाद्यष्ट-
कर्मौदारिकादिपञ्चदेहत्वात् नष्टाष्टकर्मदेहः
‘‘लोयालोयस्य जाणओ दट्ठा’’ पूर्वोक्त-
ज्ञानकाण्डभावनाफलभूतेन सकलविमलकेवलज्ञानदर्शनद्वयेन लोकालोकगतत्रिकालवर्त्तिसमस्त-
वस्तुसम्बन्धिविशेषसामान्यस्वभावानामेकसमयज्ञायकदर्शकत्वात् लोकालोकस्य ज्ञाता द्रष्टा
भवति
‘‘पुरिसायारो’’ निश्चयनयेनातीन्द्रियामूर्त्तपरमचिदुच्छलननिर्भरशुद्धस्वभावेन
निराकारोऽपि व्यवहारेण भूतपूर्वनयेन किञ्चिदूनचरमशरीराकारेण गतसिक्थमूषागर्भाकार-

Page 239 of 272
PDF/HTML Page 251 of 284
single page version

background image
છે; ‘‘अप्पा’’ એવા લક્ષણવાળો આત્મા; તે કેવો કહેવાય છે? ‘सिद्धो’ અંજનસિદ્ધ,
પાદુકાસિદ્ધ, ગુટિકાસિદ્ધ, ખડ્ગસિદ્ધ અને માયાસિદ્ધ આદિ લૌકિકસિદ્ધોથી વિલક્ષણ,
કેવળજ્ઞાનાદિ અનંતગુણોની પ્રગટતા જેનું લક્ષણ છે, એવો સિદ્ધ કહેવાય છે.
‘‘झाएह
लोयसिहरत्थो’’ હે ભવ્યો! તમે જોયેલા, સાંભળેલા અને અનુભવેલા પંચેન્દ્રિયભોગાદિના
સમસ્ત મનોરથરૂપ અનેક વિકલ્પસમૂહના ત્યાગ વડે, મન - વચન - કાયાની ગુપ્તિ જેનું લક્ષણ
છે એવા રૂપાતીત ધ્યાનમાં સ્થિર થઈને, લોકના શિખર ઉપર બિરાજમાન, પૂર્વોક્ત
લક્ષણવાળા સિદ્ધ પરમેષ્ઠીનું ધ્યાન કરો.
આ રીતે, અશરીરી સિદ્ધપરમેષ્ઠીના વ્યાખ્યાનરૂપ આ ગાથા પૂરી થઈ. ૫૧.
હવે, ઉપાધિરહિત શુદ્ધાત્મભાવનાની અનુભૂતિના અવિનાભૂત નિશ્ચયપંચાચારલક્ષણ
નિશ્ચયધ્યાનનું પરંપરાએ કારણભૂત એવું, નિશ્ચય અને વ્યવહાર એ બન્ને પ્રકારના
પંચાચારોમાં પરિણત આચાર્ય પરમેષ્ઠીની ભક્તિરૂપ અને ‘‘ણમો આઈરિયાણં’’ એ પદના
वच्छायाप्रतिमावद्वा पुरुषाकारः ‘‘अप्पा’’ इत्युक्तलक्षण आत्मा किं भण्यते ? ‘‘सिद्धो’’
अञ्जनसिद्धपादुकासिद्धगुटिकासिद्धखङ्गसिद्धमायासिद्धादिलौकिकसिद्धविलक्षणः केवल-
ज्ञानाद्यनन्तगुणव्यक्तिलक्षणः सिद्धो भण्यते
‘‘झाएह लोयसिहरत्थो’’ तमित्थंभूतं सिद्ध-
परमेष्ठिनं लोकशिखरस्थं दृष्टश्रुतानुभूतपञ्चेन्द्रियभोगप्रभृतिसमस्तमनोरथरूपनानाविकल्प-
जालत्यागेन त्रिगुप्तिलक्षणरूपातीतध्याने स्थित्वा ध्यायत हे भव्या यूयम् इति
एवं
निष्कलसिद्धपरमेष्ठिव्याख्यानेन गाथा गता ।।५१।।
अथ निरुपाधिशुद्धात्मभावनानुभूत्यविनाभूतनिश्चयपञ्चाचारलक्षणस्य निश्चयध्यानस्य
परम्परया कारणभूतं निश्चयव्यवहारपञ्चाचारपरिणताचार्यभक्तिरूपं ‘‘णमो आइरियाणं’’ इति
पदोच्चारणलक्षणं यत्पदस्थध्यानं तस्य ध्येयभूतमाचार्यपरमेष्ठिनं कथयति :
दंसणणाणपहाणे वीरियचारित्तवरतवायारे
अप्पं परं च जुंजइ सो आइरिओ मुणी झेओ ।।५२।।
૧. છઠ્ઠે ગુણસ્થાને શુદ્ધ પરિણતિ ત્રણ કષાયના અભાવરૂપ છે તે નિશ્ચય પંચાચાર અને તેની સાથે તે જ
કાળે વ્યવહાર પંચાચાર હોય છે તે (વ્યવહાર પંચાચાર) નો અભાવ (વ્યય) થતાં સાતમે ગુણસ્થાને
નિશ્ચય પંચાચારરૂપ નિશ્ચયધ્યાન પ્રગટે છે, એમ અહીં સમજાવ્યું છે.
દર્શન જ્ઞાન સમગ્ર ઉદાર, ચારિત તપ વીરજ આચાર;
આપ આચરૈ પર અચરાય, ઐસૈં આચારિજ મુનિ ધ્યાય. ૫૨.

Page 240 of 272
PDF/HTML Page 252 of 284
single page version

background image
ઉચ્ચારણરૂપ જે પદસ્થ ધ્યાન, તેના ધ્યેયભૂત આચાર્ય પરમેષ્ઠીનું કથન કરે છેઃ
ગાથા ૫૨
ગાથાર્થઃદર્શનાચાર, જ્ઞાનાચારની મુખ્યતા સહિત વીર્યાચાર, ચારિત્રાચાર અને
તપાચારએ પાંચ આચારોમાં જે પોતાને તથા પરને જોડે છે તે આચાર્ય મુનિ ધ્યાન
કરવા યોગ્ય છે.
ટીકાઃ‘‘दंसणणाणपहाणे वीरियचारित्तवरतवायारे’ સમ્યગ્દર્શન અને જ્ઞાનની
પ્રધાનતા સહિત વીર્યાચાર, ચારિત્રાચાર અને તપાચારમાં ‘‘अप्पं परं च जुंजइ’ પોતાને અને
પરને અર્થાત્ શિષ્યોને જે જોડે છે ‘‘सो आइरियो मुणी झेओ’’ તે પૂર્વોક્ત લક્ષણવાળા
આચાર્ય, મુનિ, તપોધન ધ્યાન કરવા યોગ્ય છે.
વિશેષઃભૂતાર્થનયના વિષયભૂત, શુદ્ધ સમયસાર શબ્દથી વાચ્ય, ભાવકર્મ
- દ્રવ્યકર્મ - નોકર્મ આદિ સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન, પરમચૈતન્યવિલાસલક્ષણ, સ્વશુદ્ધાત્મા
જ ઉપાદેય છે એવી રુચિ તે સમ્યગ્દર્શન છે; તેમાં જે આચરણપરિણમન તે
નિશ્ચયદર્શનાચાર છે. તે જ શુદ્ધાત્માને ઉપાધિરહિત, સ્વસંવેદનલક્ષણ ભેદજ્ઞાનથી
મિથ્યાત્વરાગાદિ પરભાવોથી ભિન્ન જાણવો તે સમ્યગ્જ્ઞાન છે; તે સમ્યગ્જ્ઞાનમાં આચરણ
પરિણમન તે નિશ્ચયજ્ઞાનાચાર છે. તે જ શુદ્ધ આત્મામાં રાગાદિ વિકલ્પરૂપ ઉપાધિથી રહિત
સ્વાભાવિક સુખાસ્વાદથી નિશ્ચલચિત્ત થવું તે વીતરાગચારિત્ર છે; તેમાં જે આચરણ અર્થાત્
दर्शनज्ञानप्रधाने वीर्यचारित्रवरतपआचारे
आत्मानं परं च युनक्ति सः आचार्यः मुनिः ध्येयः ।।५२।।
व्याख्या‘‘दंसणणाणपहाणे वीरियचारित्तवरतवायारे’’ सम्यग्दर्शनज्ञानप्रधाने
वीर्यचारित्रवरतपश्चरणाचारेऽधिकरणभूते ‘‘अप्पं परं च जुंजइ’’ आत्मानं परं शिष्यजनं च
योऽसौ योजयति सम्बन्धं करोति ‘‘सो आइरिओ मुणी झेओ’ स उक्तलक्षण आचार्यो
मुनिस्तपोधनो ध्येयो भवति
तथाहिभूतार्थनयविषयभूतः शुद्धसमयसारशब्दवाच्यो
भावकर्मद्रव्यकर्मनोकर्मादिसमस्तपरद्रव्येभ्यो भिन्नः परमचैतन्यविलासलक्षणः स्वशुद्धात्मैवोपादेय
इति रुचिरूपं सम्यग्दर्शनं, तत्राचरणं परिणमनं निश्चयदर्शनाचारः
तस्यैव शुद्धात्मनो
निरुपाधिस्वसंवेदनलक्षणभेदज्ञानेन मिथ्यात्वरागादिपरभावेभ्यः पृथक्परिच्छेदनं सम्यग्ज्ञानं,
तत्राचरणं परिणमनं निश्चयज्ञानाचारः
तत्रैव रागादिविकल्पोपाधिरहितस्वाभाविक-

Page 241 of 272
PDF/HTML Page 253 of 284
single page version

background image
પરિણમન તે નિશ્ચયચારિત્રાચાર છે. સમસ્ત પરદ્રવ્યોની ઇચ્છા રોકવાથી તથા અનશન
આદિ બાર તપરૂપ બહિરંગ સહકારી કારણોથી નિજ સ્વરૂપમાં પ્રતપનવિજયન તે
નિશ્ચયતપશ્ચરણ છે; તેમાં જે આચરણપરિણમન તે નિશ્ચયતપશ્ચરણાચાર છે. આ ચાર
પ્રકારના નિશ્ચયઆચારની રક્ષા માટે પોતાની શક્તિ ન છુપાવવી તે નિશ્ચયવીર્યાચાર છે.
આ ઉક્ત લક્ષણોવાળા નિશ્ચયપંચાચારમાં અને એવી જ રીતે ‘‘छत्तीसगुणसमग्गे
पंचविहाचारकरणसन्दरिसे सिस्साणुग्गहकुसले धम्मायरिए सदा वंदे ।। [અર્થઃછત્રીસ ગુણોથી
સહિત, પાંચ પ્રકારના આચાર પાળવાનો ઉપદેશ દેનાર, શિષ્યો ઉપર અનુગ્રહ કરવામાં
કુશળ જે ધર્માચાર્ય છે તેમને હું સદા વંદન કરું છું.]’’
આ ગાથામાં કહ્યા પ્રમાણે આચાર,
આરાધના આદિ ચરણાનુયોગનાં શાસ્ત્રોમાં વિસ્તારથી કહેલ બહિરંગ સહકારી કારણરૂપ
પાંચ પ્રકારના વ્યવહાર
- આચારમાં જે પોતાને અને પરને જોડે છે તે આચાર્ય કહેવાય છે.
તે આચાર્ય પરમેષ્ઠી પદસ્થ ધ્યાનમાં ધ્યાન કરવા યોગ્ય છે. એ રીતે આચાર્ય પરમેષ્ઠીના
વ્યાખ્યાનથી ગાથા પૂરી થઈ. ૫૨.
હવે, સ્વશુદ્ધાત્મામાં જે ઉત્તમ અધ્યાયઅભ્યાસ તે નિશ્ચયસ્વાધ્યાય છે. તે
નિશ્ચયસ્વાધ્યાય જેનું લક્ષણ છે એવા નિશ્ચયધ્યાનના પરંપરાથી કારણભૂત એવું, ભેદાભેદ
सुखास्वादेन निश्चलचित्तं वीतरागचारित्रं, तत्राचरणं परिणमनं निश्चयचारित्राचारः
समस्तपरद्रव्येच्छानिरोधेन तथैवानशनादिद्वादशतपश्चरणबहिरङ्गसहकारिकारणेन च स्वस्वरूपे
प्रतपनं विजयनं निश्चयतपश्चरणं, तत्राचरणं परिणमनं निश्चयतपश्चरणाचारः
तस्यैव
निश्चयचतुर्विधाचारस्य रक्षणार्थं स्वशक्त्यनवगूहनं निश्चयवीर्याचारः इत्युक्तलक्षण-
निश्चयपञ्चाचारे तथैव ‘‘छत्तीसगुणसमग्गे’’ पंचविहाचारकरणसन्दरिसे सिस्साणुग्गहकुसले
धम्मायरिए सदा वंदे ’’ इति गाथाकथितक्रमेणाचाराराधानादिचरणशास्त्रविस्तीर्णबहिरङ्ग-
सहकारिकारणभूते व्यवहारपञ्चाचारे च स्वं परं च योजयत्यनुष्ठानेन सम्बन्धं करोति स
आचार्यो भवति
स च पदस्थध्याने ध्यातव्यः इत्याचार्यपरमेष्ठिव्याख्यानेन सूत्रं गतम् ।।५२।।
अथ स्वशुद्धात्मनि शोभनमध्यायोऽभ्यासो निश्चयस्वाध्यायस्तल्लक्षणनिश्चयध्यानस्य
पारम्पर्येण कारणभूतं भेदाभेदरत्नत्रयादितत्त्वोपदेशकं परमोपाध्यायभक्तिरूपं ‘‘णमो
૧. નિમિત્તકારણોથી, નિમિત્તકારણો તે ઉપચારરૂપ છે અને ઉપાદાનકારણ તે યથાર્થ કારણ છે, એમ
સમજવું.
૨. શ્રી ભાવસંગ્રહ ગાથા ૩૭૭.

Page 242 of 272
PDF/HTML Page 254 of 284
single page version

background image
રત્નત્રયાદિ તત્ત્વોના ઉપદેશક પરમ ઉપાધ્યાયની ભક્તિરૂપ અને ‘ણમો ઉવજ્ઝાયાણં’ એ
પદના ઉચ્ચારણરૂપ જે પદસ્થ ધ્યાન, તેના ધ્યેયભૂત ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ કહે
છેઃ
ગાથા ૫૩
ગાથાર્થઃજે રત્નત્રયસહિત, નિરંતર ધર્મનો ઉપદેશ આપવામાં તત્પર છે, તે
આત્મા ઉપાધ્યાય છે, મુનિવરોમાં પ્રધાન છે; તેમને નમસ્કાર હો.
ટીકાઃ‘‘जो रयणत्तयजुत्तो’’ જે બાહ્ય અને આભ્યંતર રત્નત્રયના આચરણ સહિત
છે; ‘‘णिच्चं धम्मोवदेसणेणिरदो’’ છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોમાં
નિજ શુદ્ધાત્મદ્રવ્ય, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધાત્મતત્ત્વ અને નિજ શુદ્ધાત્મપદાર્થ જ
ઉપાદેય છે અને અન્ય સર્વ હેય છે, એવો તથા ઉત્તમ ક્ષમા આદિ દશ ધર્મોનો જે નિરંતર
ઉપદેશ આપે છે તે નિત્ય ધર્મોપદેશ આપવામાં તત્પર કહેવાય છે;
‘‘सो उवज्झाओ अप्पा’’
उवज्झायाणं’ इति पदोच्चारणलक्षणं यत् पदस्थध्यानं, तस्य ध्येयभूतमुपाध्यायमुनीश्वरं
कथयति
जो रयणत्तयजुत्तो णिच्चं धम्मोवदेसणे णिरदो
सो उवज्झाओ अप्पा जदिवरवसहो णमो तस्स ।।५३।।
यः रत्नत्रययुक्तः नित्थं धर्मोपदेशने निरतः
सः उपाध्यायः आत्मा यतिवरवृषभः नमः तस्मै ।।५३।।
व्याख्या‘‘जो रयणत्तयजुत्तो’’ योऽसौ बाह्याभ्यन्तररत्नत्रयानुष्ठानेन युक्तः
परिणतः ‘‘णिच्चं धम्मोवदेसणे णिरदो’’ षट्द्रव्यपञ्चास्तिकायसप्ततत्त्वनवपदार्थेषु मध्ये
स्वशुद्धात्मद्रव्यं स्वशुद्धजीवास्तिकायं स्वशुद्धात्मतत्त्वं स्वशुद्धात्मपदार्थमेवोपादेयं शेषं च हेयं,
तथैवोत्तमक्षमादिधर्मं च नित्यमुपदिशति योऽसौ स नित्यं धर्मोपदेशने निरतो भण्यते
‘‘सो
उवज्झाओ अप्पा’’ स चेत्थंभूत आत्मा उपाध्याय इति पुनरपि किं विशिष्टः ?
રત્નત્રય જો ધારૈ સાર, સદા ધર્મ - ઉપદેશ કરાર;
યતિવરમૈં પરધાન મુનીશ, ઉપાધ્યાયકૂં નાવૌ શીશ. ૫૩.

Page 243 of 272
PDF/HTML Page 255 of 284
single page version

background image
આવો તે આત્મા ઉપાધ્યાય છે. વળી તે કેવા છે?‘‘जदिवरवसहो’ પાંચે ઇન્દ્રિયોના વિષયોને
જીતવાથી નિજશુદ્ધઆત્મામાં પ્રયત્ન કરવામાં તત્પર એવા મુનીશ્વરોમાં વૃષભ અર્થાત્
પ્રધાન હોવાથી યતિવરવૃષભ છે. ‘‘णमो तस्स’’ તે ઉપાધ્યાય પરમેષ્ઠીને દ્રવ્ય અને ભાવરૂપ
નમસ્કાર હો.
એ રીતે, ઉપાધ્યાય પરમેષ્ઠીના વ્યાખ્યાનરૂપ ગાથા પૂર્ણ થઈ. ૫૩.
હવે, નિશ્ચય
રત્નત્રયાત્મક નિશ્ચયધ્યાનનું પરંપરાએ કારણભૂત એવું, બાહ્ય
અભ્યંતર મોક્ષમાર્ગના સાધક પરમસાધુની ભક્તિરૂપ અને ‘ણમો લોએ સવ્વસાહૂણં’ એ
પદના ઉચ્ચારણ, જપન તથા ધ્યાનરૂપ જે પદસ્થ ધ્યાન, તેના ધ્યેયભૂત એવા સાધુ
પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છેઃ
ગાથા ૫૪
ગાથાર્થઃદર્શન અને જ્ઞાનથી પૂર્ણ, મોક્ષમાર્ગસ્વરૂપ, સદા શુદ્ધ એવા ચારિત્રને
જે સાધે છે, તે મુનિ‘સાધુ પરમેષ્ઠી’ છે, તેમને મારા નમસ્કાર હો.
‘‘जदिवरवसहो’’ पञ्चेन्द्रियविषयजयेन निजशुद्धात्मनि यत्नपराणां यतिवराणां मध्ये वृषभः
प्रधानो यतिवरवृषभः
‘णमो तस्य’’ तस्मै द्रव्यभावरूपो नमो नमस्कारोऽस्तु इत्युपाध्याय-
परमेष्ठिव्याख्यानरूपेण गाथा गता ।।५३।।
अथ निश्चयरत्नत्रयात्मकनिश्चयध्यानस्य परम्परया कारणभूतं बाह्याभ्यन्तर-
मोक्षमार्गसाधकं परमसाधुभक्तिरूपं ‘‘णमो लोए सव्वसाहूणं’’ इति पदोच्चारणजपध्यानलक्षणं
यत् पदस्थध्यानं तस्य ध्येयभूतं साधुपरमेष्ठिस्वरूपं कथयति
दंसणणाणसमग्गं मग्गं मोक्खस्स जो हु चारित्तं
साधयदि णिच्चसुद्धं साहू स मुणी णमो तस्स ।।५४।।
दर्शनज्ञानसमग्रं मार्गं मोक्षस्य यः हि चारित्रम्
साधयति नित्यशुद्धं साधुः सः मुनिः नमः तस्मै ।।५४।।
જો સાધૈ શિવ - મારગ સદા, દર્શનજ્ઞાનચરનસંપદા;
શુદ્ધ સાધુ મુનિ સો જગ દિપૈ, તાસ ધ્યાનતૈં પાપ ન લિપૈ. ૫૪.

Page 244 of 272
PDF/HTML Page 256 of 284
single page version

background image
ટીકાઃ‘‘साहू स मुणी’’ તે મુનિસાધુ છે; જે શું કરે છે? ‘‘जो हु साधयदि’’
જે પ્રગટરૂપે સાધે છે; શું સાધે છે? ‘‘दंसणणाणसमग्गं’’ વીતરાગ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનથી પરિપૂર્ણ ચારિત્રને સાધે છે; વળી તે ચારિત્ર કેવું છે? ‘‘मग्गं मोक्खस्स’’ જે
ચારિત્ર માર્ગરૂપ છે; કોના માર્ગરૂપ છે? મોક્ષના માર્ગરૂપ છે; વળી તે ચારિત્ર કેવું છે?
‘‘णिच्चसुद्धं’’ નિત્ય સર્વકાળે શુદ્ધ અર્થાત્ રાગાદિ રહિત છે. ‘‘णमो तस्स’’ આવા ગુણવાળા
જે છે તે સાધુપરમેષ્ઠીને નમસ્કાર હો. વિશેષઃ‘‘उद्योतनमुद्योगो निर्वहणं साधनं च
निस्तरणम् दृगवगमचरणतपसामाख्याताराधना सद्भिः ।। [અર્થઃદર્શન, જ્ઞાન, ચારિત્ર અને
તપનું ઉદ્યોતન, ઉદ્યોગ, નિર્વહણ, સાધન અને નિસ્તરણ જે છે તેને સત્પુરુષોએ આરાધના
કહી છે]’’
આ આર્યા છંદમાં કહેલ બહિરંગ ચતુર્વિધ (દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ)
આરાધનાના બળથી તેમજ ‘‘समत्तं सण्णाणं सच्चारित्तं हि सत्तवो चेव चउरो चिट्ठहि आदे तह्मा
आदा हु मे सरणं ।। [અર્થઃસમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપ
એ ચારે આત્મામાં નિવાસ કરે છે તે કારણે આત્મા જ મને શરણભૂત છે.]’’એ ગાથામાં
કહેલ અભ્યંતર એવી નિશ્ચય ચતુર્વિધ આરાધનાના બળથીબાહ્ય - અભ્યંતર મોક્ષમાર્ગ જેનું
(જે બાહ્ય - અભ્યંતર આરાધનાનું ) બીજું નામ છે તેના વડેજે વીતરાગચારિત્રના
व्याख्या‘‘साहू स मुणी’’ स मुनिः साधुर्भवति यः किं करोति ? ‘‘जो हु
साधयदि’’ यः कर्त्ता हु स्फु टं साधयति किं ? ‘‘चारित्तं’’ चारित्रं कथंभूतं ?
‘‘दंसणणाणसमग्गं’’ वीतरागसम्यग्दर्शनज्ञानाभ्यां समग्रम् परिपूर्णम् पुनरपि कथम्भूतं ?
‘‘मग्गं मोक्खस्स’’ मार्गभूतं; कस्य ? मोक्षस्य पुनश्च किम् रूपं ? ‘‘णिच्चसुद्धं’’ नित्यं
सर्वकालं शुद्धं रागादिरहितम् ‘‘णमो तस्स’’ एवं गुणविशिष्टो यस्तस्मै साधवे नमो
नमस्कारोस्त्विति तथाहि‘‘उद्योतनमुद्योगो निर्वहणं साधनं च निस्तरणम्
दृगवगमचरणतपसामाख्याताराधना सद्भिः ’’ इत्यार्याकथितबहिरङ्गचतुर्विधाराधनाबलेन,
तथैव ‘‘समत्तं सण्णाणं सच्चारित्तं हि सत्तवो चेव चउरो चिट्ठहि आदे तह्मा आदा हु मे
सरणं ’’ इति गाथाकथिताभ्यन्तरनिश्चयचतुर्विधाराधनाबलेन च बाह्याभ्यन्तरमोक्षमार्ग-
द्वितीयनामाभिधेयेन कृत्वा यः कर्त्ता वीतरागचारित्राविनाभूतं स्वशुद्धात्मानं साधयति भावयति
૧. શ્રી ભગવતી આરાધના ગાથા૨ છાયા.
૨. બહિરંગ = બહારની.
૩. સ્વાત્માને આશ્રયે નિશ્ચયબળ પ્રગટે ત્યારે ઉચિત વ્યવહાર હતો, એમ બતાવવા વ્યવહાર આરાધનાનું
બળ કહેવામાં આવે છે.

Page 245 of 272
PDF/HTML Page 257 of 284
single page version

background image
અવિનાભૂત નિજ શુદ્ધાત્માને સાધે છે અર્થાત્ ભાવે છે તે સાધુ પરમેષ્ઠી છે. તેમને જ
માત્ર સહજશુદ્ધ સદાનંદ (નિત્ય આનંદ) ની અનુભૂતિ જેનું લક્ષણ છે એવો ભાવનમસ્કાર
અને ‘ણમો લોએ સવ્વસાહૂણં’ એવો દ્રવ્યનમસ્કાર હો. ૫૪.
આમ, ઉપરોક્ત પ્રકારે પાંચ ગાથાઓ દ્વારા મધ્યમ પ્રતિપાદનથી પંચ પરમેષ્ઠીનું
સ્વરૂપ જાણવું. ‘‘अरुहा सिद्धाइरिया उवज्झाया साहु पंचपरमेट्ठी ते वि हु चिट्ठहि आदे तह्मा आदा
हु मे सरणं ।। [અર્થઃઅથવા નિશ્ચયથી જે અર્હંત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને
સાધુએ પાંચ પરમેષ્ઠી છે તે પણ આત્મામાં સ્થિત છે; તે કારણે આત્મા જ મને શરણ
છે.]’’આ ગાથામાં કહ્યા પ્રમાણે સંક્ષેપમાં પંચપરમેષ્ઠીનું સ્વરૂપ જાણવું અને વિસ્તારથી,
પંચપરમેષ્ઠીના સ્વરૂપનું કથન કરનાર ગ્રન્થોમાંથી જાણવું. સિદ્ધચક્ર આદિ દેવોની
પૂજનવિધિરૂપ મંત્રવાદ સંબંધી ‘પંચનમસ્કાર માહાત્મ્ય’ નામના ગ્રંથમાંથી તેમનું સ્વરૂપ
અતિ વિસ્તારથી જાણવું.
એ પ્રમાણે, પાંચ ગાથાઓ દ્વારા બીજું સ્થળ સમાપ્ત થયું.
હવે, તે જ ધ્યાનનું, વિકલ્પિત નિશ્ચયથી અને અવિકલ્પિત નિશ્ચયથી પ્રકારાન્તરે
ઉપસંહારરૂપે કથન કરે છે. ‘તેમાં ગાથાના પ્રથમ પાદમાં ધ્યેયનું લક્ષણ, બીજા પાદમાં
ધ્યાતાનું લક્ષણ, ત્રીજા પાદમાં ધ્યાનનું લક્ષણ અને ચોથા પાદમાં નયોનો વિભાગ હું કહીશ’
એવો અભિપ્રાય મનમાં રાખીને શ્રીનેમિચંદ્ર આચાર્યદેવ આ સૂત્રનું પ્રતિપાદન કરે છેઃ
स साधुर्भवति तस्यैव सहजशुद्धसदानन्दैकानुभूतिलक्षणो भावनमस्कारस्तथा ‘‘णमो लोए
सव्वसाहूणं’’ द्रव्यनमस्कारश्च भवत्विति ।।५४।।
एवमुक्तप्रकारेण गाथापञ्चकेन मध्यमप्रतिपत्त्या पञ्चपरमेष्ठिस्वरूपं ज्ञातव्यम् अथवा
निश्चयेन ‘‘अरुहा सिद्धाइरिया उवज्झाया साहु पंचपरमेट्ठी ते वि हु चिट्ठदि आदे तह्मा
आदा हु मे सरणं ’’ इति गाथाकथितक्रमेण संक्षेपेण, तथैव विस्तरेण पञ्च-
परमेष्ठिकथितग्रन्थक्रमेण, अतिविस्तारेण तु सिद्धचक्रादिदेवार्चनाविधिरूपमन्त्रवादसम्बन्धि-
पञ्चनमस्कारग्रन्थे चेति
एवं गाथापञ्चकेन द्वितीयस्थलं गतम्
अथ तदेव ध्यानं विकल्पितनिश्चयेनाविकल्पितनिश्चयेन प्रकारान्तरेणोपसंहाररूपेण
पुनरप्याह तत्र प्रथमपादे ध्येयलक्षणं, द्वितीयपादे ध्यातृलक्षणं, तृतीयपादे ध्यानलक्षणं,
चतुर्थपादे नयविभागं कथयामीत्यभिप्रायं मनसि धृत्वा भगवान् सूत्रमिदं प्रतिपादयति :
૧. શ્રી કુન્દકુન્દાચાર્યકૃત દ્વાદશાનુપ્રેક્ષા ગાથા૧૨

Page 246 of 272
PDF/HTML Page 258 of 284
single page version

background image
ગાથા ૫૫
ગાથાર્થઃધ્યેયમાં એકત્વ પ્રાપ્ત કરીને કોઈ પણ પદાર્થનું ધ્યાન કરતાં સાધુ
જ્યારે નિસ્પૃહ વૃત્તિવાળા હોય છે, ત્યારે તેમનું તે ધ્યાન નિશ્ચયધ્યાન કહેવાય છે.
ટીકાઃ‘‘तदा’’ તે કાળે, ‘‘आहु’’ કહે છે, ‘‘तं तस्स णिच्छयं ज्झाणं’’ તેને તેનું
નિશ્ચયધ્યાન (કહે છે). ક્યારે? ‘‘णिरीहवित्ती हवे जदा साहू’’ જ્યારે સાધુ નિસ્પૃહ વૃત્તિવાળા
હોય છે. શું કરતા થકા? ‘‘जं किंचिवि चिंतंतो’’ જે કોઈ પણ ધ્યેયનું વસ્તુરૂપે વિશેષ ચિંતવન
કરતા થકા. પહેલાં શુ કરીને? ‘‘लद्धूण य पयत्तं’’ તે ધ્યેયમાં પ્રાપ્ત કરીને. શું પ્રાપ્ત કરીને?
એકત્વને અર્થાત્ એકાગ્રચિંતાનિરોધને પ્રાપ્ત કરીને. વિસ્તાર કથનઃ‘જે કોઈ પણ
ધ્યેય (અર્થાત્ કોઈ પણ ધ્યાન કરવા યોગ્ય પદાર્થ)’ કહેલ છે, તેનો શો અર્થ છે? પ્રાથમિક
(પુરુષ)ની અપેક્ષાએ સવિકલ્પ અવસ્થામાં વિષય અને કષાયો દૂર કરવા માટે અને ચિત્તને
સ્થિર કરવા માટે પંચપરમેષ્ઠી વગેરે પરદ્રવ્ય પણ ધ્યેય હોય છે; પછી જ્યારે અભ્યાસના
जं किंचिवि चिंतिंतो णिरीहवित्ती हवे जदा साहू
लद्धूण य एयत्तं तदाहु तं तस्स णिच्छयं ज्झाणं ।।५५।।
यत् किंचित् अपि चिन्तयन् निरीहवृत्तिः भवति यदा साधुः
लब्ध्वा च एकत्वं तदा आहुः तत् तस्य निश्चयं ध्यानम् ।।५५।।
व्याख्या‘‘तदा’’ तस्मिन् काले ‘‘आहु’’ आहुर्ब्रुवन्ति ‘‘तं तस्स णिच्छयं
ज्झाणं’’ तत्तस्य निश्चयध्यानमिति यदा किम् ? ‘‘णिरीहवित्ती हवे जदा साहू’’
निरीहवृत्तिनिस्पृहवृत्तिर्यदा साधुर्भवति किं कुर्वन् ? ‘‘जं किंचिवि चिंतंतो’’ यत् किमपि
ध्येयं वस्तुरूपेण विचिन्तयन्निति किं कृत्वा पूर्वं ? ‘‘लद्धूण य एयत्तं’’ तस्मिन् ध्येये लब्ध्वा
किं ? एकत्वं एकाग्रचिन्तानिरोधनमिति अथ विस्तर :यत् किश्चिद् ध्येयमित्यनेन
किमुक्तं भवति ? प्राथमिकापेक्षया सविकल्पावस्थायां विषयकषायवञ्चनार्थं चित्तस्थिरीकरणार्थं
पञ्चपरमेष्ठियादिपरद्रव्यमपि ध्येयं भवति
पश्चादभ्यासवशेन स्थिरीभूते चित्ते सति
યક્તિશ્ચિત્ ચિતવન જામાહિ, ઇચ્છા - રહિત હોય જવ તાહિ;
એક ચિત્ત હ્વૈ મુનિ એકલો, નિશ્ચય ધ્યાન કહૈ જિન ભલો. ૫૫.

Page 247 of 272
PDF/HTML Page 259 of 284
single page version

background image
વશે ચિત્ત સ્થિર થઈ જાય છે ત્યારે શુદ્ધબુદ્ધએકસ્વભાવી નિજ શુદ્ધાત્માનું સ્વરૂપ જ
ધ્યેય હોય છે. વળી, ‘નિસ્પૃહ’ શબ્દથી, મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક,
ભય, જુગુપ્સા (એ છ) અને ક્રોધ, માન, માયા, લોભ (એ ચાર)
એ ચૌદ અભ્યંતર
પરિગ્રહથી રહિત અને ક્ષેત્ર, વાસ્તુ, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કુપ્ય અને
ભાંડ
એ દશ બહિરંગ પરિગ્રહોથી રહિત એવું ધ્યાતાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
‘એકાગ્રચિંતાનિરોધ’ પદથી, પૂર્વોક્ત જુદાજુદા પ્રકારના ધ્યેયભૂત (ધ્યાન કરવા યોગ્ય)
પદાર્થોમાં સ્થિરતાને
નિશ્ચલતાને ધ્યાનનું લક્ષણ કહ્યું છે. ‘નિશ્ચય’ શબ્દથી, પ્રાથમિક
(પુરુષ)ની અપેક્ષાએ વ્યવહારરત્નત્રયને અનુકૂળ એવો નિશ્ચય સમજવો અને જેને યોગ
નિષ્પન્ન થયો છે, એવા પુરુષની અપેક્ષાએ શુદ્ધોપયોગરૂપ વિવક્ષિતએકદેશશુદ્ધનિશ્ચય
સમજવો. વિશેષ નિશ્ચયનું કથન આગળ કરવાનું છે.
આ પ્રમાણે સૂત્રાર્થ છે. ૫૫.
હવે, શુભાશુભ મન
વચનકાયાનો નિરોધ કરતાં આત્મામાં સ્થિર થાય છે તે જ
પરમધ્યાન છે, એમ ઉપદેશે છેઃ
शुद्धबुद्धैकस्वभावनिजशुद्धात्मस्वरूपमेव ध्येयमित्युक्तं भवति निस्पृहवचनेन पुनर्मिथ्यात्वं
वेदत्रयं हास्यादिषट्कक्रोधादिचतुष्टयरूपचतुर्दशाऽभ्यन्तरपरिग्रहेण तथैव क्षेत्रवास्तुहिरण्यसुवर्ण-
धनधान्यदासीकुप्यभाण्डाऽभिधानदशविधबहिरङ्गपरिग्रहेण च रहितं ध्यातृस्वरूपमुक्तं भवति
एकाग्रचिन्तानिरोधेन च पूर्वोक्तविविधध्येयवस्तुनि स्थिरत्वं निश्चलत्वं ध्यानलक्षणं
भणितमिति निश्चयशब्देन तु प्राथमिकापेक्षया व्यवहाररत्नत्रयानुकूलनिश्चयो ग्राह्यः,
निष्पन्नयोगपुरुषापेक्षया तु शुद्धोपयोगलक्षणविवक्षितैकदेशशुद्धनिश्चयो ग्राह्यः विशेषनिश्चयः
पुनरग्रे वक्ष्यमाणस्तिष्ठतीति सूत्रार्थः ।।५५।।
अथ शुभाशुभमनोवचनकायनिरोधे कृते सत्यात्मनि स्थिरो भवति तदेव
परमध्यानमित्युपदिशति :
मा चिट्ठह मा जंपह मा चिन्तह किंवि जेण होइ थिरो
अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे ज्झाणं ।।५६।।
१. ‘पूर्वोक्तद्विविधं’ पाठान्तरम्
મન - વચ - કાય - ચેસટા તજો, જિમ થિર ચિત્ત હોય નિજ ભજો;
આપા માહિ આપ રત સોય, પરમધ્યાન ઇમ કરતૈં હોય. ૫૬.

Page 248 of 272
PDF/HTML Page 260 of 284
single page version

background image
ગાથા ૫૬
ગાથાર્થઃ(હે ભવ્યો!) કાંઈ પણ ચેષ્ટા ન કરો, કાંઈ પણ ન બોલો, કાંઈ
પણ ચિંતવન ન કરો, જેથી આત્મા નિજાત્મામાં તલ્લીનપણે સ્થિર થઈ જાય. આ જ
(આત્મામાં લીનતા જ) પરમ ધ્યાન છે.
ટીકાઃ‘‘मा चिट्ठइ मा जंपह मा चिंतह किंवि’’ હે વિવેકી પુરુષો! નિત્ય નિરંજન
અને નિષ્ક્રિય એવા નિજ શુદ્ધાત્માની અનુભૂતિને રોકનાર શુભાશુભ ચેષ્ટારૂપ કાયવ્યાપાર,
શુભાશુભ અંતર્બહિર્જલ્પરૂપ વચન
- વ્યાપાર અને શુભાશુભ વિકલ્પજાળરૂપ ચિત્ત - વ્યાપાર
જરા પણ ન કરો; ‘‘जेण होइ थिरो’’ જેથી અર્થાત્ ત્રણે યોગના નિરોધથી સ્થિર થાય છે.
કોણ? ‘‘अप्पा’’ આત્મા. કેવો સ્થિર થાય છે? ‘‘अपग्मि रओ’’ સહજશુદ્ધ
જ્ઞાનદર્શનસ્વભાવી પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાનજ્ઞાનઆચરણરૂપ અભેદરત્નત્રયાત્મક
પરમસમાધિથી ઉત્પન્ન, સર્વ પ્રદેશોમાં આનંદ ઉત્પન્ન કરનાર સુખના આસ્વાદરૂપ
પરિણતિસહિત નિજાત્મામાં રત
પરિણતતલ્લીનતચ્ચિત્તતન્મય થાય છે. ‘‘इणमेव परं
हवे ज्झाणं’’ આ જે આત્માના સુખસ્વરૂપમાં તન્મયપણું તે જ નિશ્ચયથી પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ
ધ્યાન છે.
તે પરમધ્યાનમાં સ્થિત જીવોને જે વીતરાગ પરમાનંદરૂપ સુખનો પ્રતિભાસ થાય
मा चेष्टत मा जल्पत मा चिन्तयत किम् अपि येन भवति स्थिरः
आत्मा आत्मनि रतः इदं एव परं ध्यानं भवति ।।५६।।
व्याख्या‘‘मा चिट्ठह मा जंपह मा चिंतह किंवि’’ नित्यनिरञ्जननिष्क्रियनिज-
शुद्धात्मानुभूतिप्रतिबन्धकं शुभाशुभचेष्टारूपं कायव्यापारं, तथैव शुभाशुभान्तर्बहिर्जल्परूपं
वचनव्यापारं, तथैव शुभाशुभविकल्पजालरूपं चित्तव्यापारं च किमपि मा कुरुत हे
विवेकीजनाः ! ‘‘जेण होइ थिरो’’ येन योगत्रयनिरोधेन स्थिरो भवति
स कः ? ‘‘अप्पा’’
आत्मा कथम्भूतः स्थिरो भवति ? ‘‘अप्पम्मि रओ’’ सहजशुद्धज्ञानदर्शनस्वभावपरमात्म-
तत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपाभेदरत्नत्रयात्मकपरमसमाधिसमुद्भूतसर्वप्रदेशाह्लादजनक-
सुखास्वादपरिणतिसहिते निजात्मनि रतः परिणतस्तल्लीयमानस्तच्चित्तस्तन्मयो भवति
‘‘इणमेव परं हवे ज्झाणं’’ इदमेवात्मसुखस्वरूपे तन्मयत्वं निश्चयेन परमुत्कृष्टं ध्यानं भवति
तस्मिन् ध्याने स्थितानां यद्वीतरागपरमानन्दसुखं प्रतिभाति, तदेव