Bruhad Dravya Sangrah (Gujarati). Darshan Ane Gyanana Swaroop Sambandhi Shanka Samadhan; Sarag Charitranu Swaroop; Vyavaharacharitrathi Sadhya Nishchy Charitranu Nirupan; Nishchay Ane Vyavahar Mokshamargane Anuroop; Dhyanana Abhyasano Upadesh, Dhyata Purushanu Lakshan; Aagam Bhashae Dhyanana Bhedonu Kathan; Adhyatmabhashae Dhyananu Swaroop; Dhyanana Pratibandhak Moh-Rag-Dweshanu Swaroop; Mantravakyama Sthit Padastha Dhyananu Vivaran.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 15

 

Page 209 of 272
PDF/HTML Page 221 of 284
single page version

background image
યોગ્ય સ્થાનમાં સ્થિત રૂપાદિ વિષયોનું ગ્રહણ કરવું તે જ સન્નિપાતસંબંધ અથવા સન્નિકર્ષ
કહેવાય છે. પરંતુ નૈયાયિકમતની જેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનું જે રૂપાદિ પોતપોતાના
વિષયોની પાસે જવું તેને સન્નિકર્ષ ન કહેવો. આવો સંબંધ જેનું લક્ષણ છે એવા લક્ષણવાળું
નિર્વિકલ્પ સત્તાવલોકનરૂપ દર્શન છે; તે દર્શનપૂર્વક ‘આ સફેદ છે’ ઇત્યાદિ અવગ્રહાદિ
વિકલ્પરૂપ, ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થતું તે મતિજ્ઞાન છે. ઉક્ત લક્ષણવાળા
મતિજ્ઞાનપૂર્વક, ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય છે તેમ, એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થના
ગ્રહણરૂપ ‘લિંગજ’ (ચિહ્નથી ઉત્પન્ન થતું) અને ઘટાદિ શબ્દોના શ્રવણરૂપ ‘શબ્દજ’
(શબ્દથી ઉત્પન્ન થતું)
એમ બે પ્રકારનું શ્રુતજ્ઞાન છે. અવધિજ્ઞાન, અવધિદર્શનપૂર્વક હોય
છે. ઇહા (નામના) મતિજ્ઞાનપૂર્વક મનઃપર્યયજ્ઞાન હોય છે.
અહીં, શ્રુતજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાનને ઉત્પન્ન કરનારું, અવગ્રહઇહા આદિરૂપ જે
મતિજ્ઞાન કહ્યું તે મતિજ્ઞાન પણ દર્શનપૂર્વક થતું હોવાથી ઉપચારથી દર્શન કહેવાય છે, તે કારણે
શ્રુતજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન
એ બન્ને પણ દર્શનપૂર્વક જાણવાં. આ રીતે છદ્મસ્થોને
આવરણવાળું ક્ષાયોપશમિક જ્ઞાન હોવાથી દર્શનપૂર્વકજ્ઞાન થાય છે. કેવળીભગવાનને નિર્વિકાર
સ્વસંવેદનથી ઉત્પન્ન નિરાવરણ ક્ષાયિકજ્ઞાન હોવાથી, મેઘરહિત સૂર્યના યુગપદ્ આતપ અને
પ્રકાશની જેમ, દર્શન અને જ્ઞાન (બન્ને) યુગપદ્ જ હોય છે, એમ જાણવું.
પ્રશ્નઃછદ્મસ્થ શબ્દનો અર્થ શું છે? ઉત્તરઃ‘છદ્મ’ શબ્દથી જ્ઞાનાવરણ અને
स्थितरूपादिविषयाणां ग्रहणमेव सन्निपातः सम्बन्धः सन्निकर्षो भण्यते न च
नैयायिकमतवच्चक्षुरादीन्द्रियाणां रूपादिस्वकीयस्वकीयविषयपार्श्वे गमनं इति सन्निकर्षो
वक्तव्यः
स एव सम्बन्धो लक्षणं यस्य तल्लक्षणं यन्निर्विकल्पं सत्तावलोकनदर्शनं तत्पूर्वं
शुक्लमिदमित्याद्यवग्रहादिविकल्परूपमिन्द्रियानिन्द्रियजनितं मतिज्ञानं भवति इत्युक्तलक्षण-
मतिज्ञानपूर्वकं तु धूमादग्निविज्ञानवदर्थादर्थान्तरग्रहणरूपं लिङ्गजं, तथैव घटादिशब्दश्रवणरूपं
शब्दजं चेति द्विविधं श्रुतज्ञानं भवति
अथावधिज्ञानं पुनरवधिदर्शनपूर्वकमिति ईहामति-
ज्ञानपूर्वकं तु मनःपर्ययज्ञानं भवति
अत्र श्रुतज्ञानमनःपर्ययज्ञानजनकं यदवग्रहेहादिरूपं मतिज्ञानं भणितम्, तदपि दर्शन-
पूर्वकत्वादुपचारेण दर्शनं भण्यते, यतस्तेन कारणेन श्रुतज्ञानमनःपर्ययज्ञानद्वयमपि दर्शनपूर्वकं
ज्ञातव्यमिति
एवं छद्मस्थानां सावरणक्षायोपशमिकज्ञानसहितत्वात् दर्शनपूर्वकं ज्ञानं भवति
केवलिनां तु भगवतां निर्विकारस्वसंवेदनसमुत्पन्ननिरावरणक्षायिकज्ञानसहितत्वान्निर्मेघादित्ये
युगपदातपप्रकाशवद्दर्शनं ज्ञानं च युगपदेवेति विज्ञेयम्
छद्मस्था इति कोऽर्थः ? छद्मशब्देन

Page 210 of 272
PDF/HTML Page 222 of 284
single page version

background image
દર્શનાવરણએ બે કહેવામાં આવે છે; તે છદ્મમાં જે રહે છે તે છદ્મસ્થ છે. આ પ્રમાણે
તર્કના અભિપ્રાયથી સત્તાવલોકનરૂપ દર્શનનું વ્યાખ્યાન કર્યું.
હવે, આગળ સિદ્ધાંતના અભિપ્રાયથી કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ
આગળના જ્ઞાનની ઉત્પત્તિ માટે જે પ્રયત્ન, તેરૂપ જે પોતાના આત્માનું પરિચ્છેદન
અવલોકન તે દર્શન કહેવાય છે. ત્યારપછી બાહ્ય વિષયમાં વિકલ્પરૂપે જે પદાર્થનું ગ્રહણ
તે જ્ઞાન છે; એ વાર્તિક છે. જેમ કોઈ મનુષ્ય પહેલાં ઘટ સંબંધી વિકલ્પ કરે છે; પછી
પટનું જ્ઞાન કરવાનું મન થતાં તે ઘટના વિકલ્પથી ખસીને જે સ્વરૂપમાં પ્રયત્ન
અવલોકન
પરિચ્છેદન કરે છે, તે દર્શન છે. ત્યારપછી ‘આ પટ છે’ એવો નિશ્ચય અથવા બાહ્ય
વિષયરૂપે પદાર્થના ગ્રહણરૂપ જે વિકલ્પ કરે છે, તે જ્ઞાન કહેવાય છે.
અહીં, શિષ્ય પૂછે છેઃજો આત્મગ્રાહક (પોતાનું ગ્રહણ કરનારું) તે દર્શન અને
પરગ્રાહક (પરને જાણે) તે જ્ઞાન કહેવાય તો જેમ નૈયાયિકમતમાં જ્ઞાન આત્માને જાણતું
નથી, તેમ જૈનમતમાં પણ જ્ઞાન આત્માને જાણતું નથી એવું દૂષણ આવે છે. તેનું સમાધાન
નૈયાયિક મતમાં જ્ઞાન જુદું અને દર્શન જુદું એમ બે ગુણ નથી. તે કારણે તેમને
(નૈયાયિકોને) આત્માના જ્ઞાનના અભાવરૂપ દોષ આવે છે. પરંતુ જૈનમતમાં તો (આત્મા)
જ્ઞાનગુણથી પરદ્રવ્યને જાણે છે અને દર્શનગુણથી આત્માને જાણે છે
એ પ્રમાણે આત્માના
ज्ञानदर्शनावरणद्वयं भण्यते, तत्र तिष्ठन्तीति छद्मस्थाः एवं तर्काभिप्रायेण सत्तावलोकनदर्शनं
व्याख्यातम्
अत ऊर्ध्वं सिद्धान्ताभिप्रायेण कथ्यते तथाहिउत्तरज्ञानोत्पत्तिनिमित्तं यत् प्रयत्नं
तद्रूपं यत् स्वस्यात्मनः परिच्छेदनमवलोकनं तद्दर्शनं भण्यते तदनन्तरं यद्बहिर्विषये
विकल्परूपेण पदार्थग्रहणं तद्ज्ञानमिति वार्त्तिकम् यथा कोऽपि पुरुषो घटविषयविकल्पं
कुर्वन्नास्ते, पश्चात् परपरिज्ञानार्थं चित्ते जाते सति घटविकल्पाद्व्यावर्त्त्य यत् स्वरूपे
प्रयत्नमवलोकनं परिच्छेदनं करोति तद्दर्शनमिति
तदनन्तरं पटोऽयमिति निश्चयं
यद्बहिर्विषयरूपेण पदार्थग्रहणविकल्पं करोति तद् ज्ञानं भण्यते
अत्राह शिष्य :यद्यात्मग्राहकं दर्शनं, परग्राहकं ज्ञानं भण्यते, तर्हि यथा
नैयायिकमते ज्ञानमात्मानं न जानाति; तथा जैनमतेऽपि ज्ञानमात्मानं न जानातीति दूषणं
प्राप्नोति
अत्र परिहारः नैयायिकमते ज्ञानं पृथग्दर्शनं पृथगिति गुणद्वयं नास्ति; तेन कारणेन
तेषामात्मपरिज्ञानाभावदूषणं प्राप्नोति जैनमते पुनर्ज्ञानगुणेन परद्रव्यं जानाति दर्शनगुणेनात्मानं

Page 211 of 272
PDF/HTML Page 223 of 284
single page version

background image
જ્ઞાનના અભાવરૂપ દોષ આવતો નથી. એ દોષ કેમ નથી આવતો? જેમ એક જ અગ્નિ
બાળે છે માટે તે દાહક છે અને પકાવે છે માટે તે પાચક છે; વિષયના ભેદથી અગ્નિ
(દાહક અને પાચક) એમ બે પ્રકારના ભેદરૂપ થાય છે; તેવી જ રીતે અભેદનયથી ચૈતન્ય
એક જ હોવા છતાં ભેદનયની વિવક્ષામાં જ્યારે આત્માનું ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે,
ત્યારે તેને ‘દર્શન’ એવું નામ મળે છે અને પછી જ્યારે પરપદાર્થનું ગ્રહણ કરવાને પ્રવૃત્ત
થાય છે, ત્યારે તેને ‘જ્ઞાન’ સંજ્ઞા મળે છે
એ રીતે વિષયના ભેદથી ચૈતન્યના બે ભેદ
થાય છે. વિશેષ એ છે કે જો દર્શનને સામાન્યનું ગ્રાહક અને જ્ઞાનને વિશેષનું ગ્રાહક
કહેવામાં આવે તો જ્ઞાનને પ્રમાણપણું પ્રાપ્ત થતું નથી. પ્રશ્નઃ
કઈ રીતે? ઉત્તરઃ
વસ્તુને ગ્રહણ કરે તે પ્રમાણ છે. વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. જ્ઞાને વસ્તુના એકદેશનું
વિશેષનું જ ગ્રહણ કર્યું, વસ્તુનું ગ્રહણ ન કર્યું. સિદ્ધાંતથી તો નિશ્ચયનયની અપેક્ષાએ ગુણ
અને ગુણી અભિન્ન છે તેથી સંશય, વિમોહ અને વિભ્રમ વિના વસ્તુનું જે જ્ઞાન તે
જ્ઞાનસ્વરૂપ આત્મા જ પ્રમાણ છે; તે દીપકની જેમ સ્વ અને પરના સામાન્ય અને વિશેષને
જાણે છે તે કારણે અભેદપણે તેને જ (તે આત્માને જ) પ્રમાણપણું છે.
શંકાઃજો દર્શન બાહ્યવિષયનું ગ્રહણ ન કરે તો આંધળાની જેમ બધા મનુષ્યોને
અંધપણાનો પ્રસંગ આવે. ઉત્તરઃએમ ન કહેવું જોઈએ, કારણ કે બાહ્ય વિષયમાં
દર્શનનો અભાવ હોવા છતાં (અર્થાત્ તેમાં દર્શન નહિ પ્રવર્તતું હોવા છતાં) આત્મા જ્ઞાન
च जानातीत्यात्मपरिज्ञानाभावदूषणं न प्राप्नोति कस्मादिति चेत् ? यथैकोऽप्यग्निर्दहतीति
दाहकः पचतीति पाचकः, विषयभेदेन द्विधा भिद्यते तथैवाभेदनयेनैकमपि चैतन्यं
भेदनयविवक्षायां यदात्मग्राहकत्वेन प्रवृत्तं तदा तस्य दर्शनमिति संज्ञा, पश्चात् यच्च
परद्रव्यग्राहकत्वेन प्रवृत्तं तस्य ज्ञानसंज्ञेति विषयभेदेन द्विधा भिद्यते
किं च, यदि
सामान्यग्राहकं दर्शनं विशेषग्राहकं ज्ञानं भण्यते, तदा ज्ञानस्य प्रमाणत्वं न प्राप्नोति
कस्मादिति चेत् ? वस्तुग्राहकं प्रमाणं; वस्तु च सामान्यविशेषात्मकं; ज्ञानेन पुनर्वस्त्वेकदेशो
विशेष एव गृहीतो; न च वस्तु
सिद्धान्तेन पुनर्निश्चयेन गुणगुणिनोरभिन्नत्वात् संशय-
विमोहविभ्रमरहितवस्तुज्ञानस्वरूपात्मैव प्रमाणम् स च प्रदीपवत् स्वपरगतं सामान्यं विशेषं
च जानाति तेन कारणेनाभेदेन तस्यैव प्रमाणत्वमिति
अथ मतंयदि दर्शनं बहिर्विषये न प्रवर्त्तते तदान्धवत् सर्वजनानामन्धत्वं
प्राप्नोतीति ? नैवं वक्तव्यम् बहिर्विषये दर्शनाभावेऽपि ज्ञानेन विशेषेण सर्वं परिच्छिनत्तीति
अयं तु विशेषःदर्शनेनात्मनि गृहीते सत्यात्माविनाभूतं ज्ञानमपि गृहीतं भवति; ज्ञाने च

Page 212 of 272
PDF/HTML Page 224 of 284
single page version

background image
વડે વિશેષરૂપ બધા પદાર્થોને જાણે છે. વળી આ વિશેષ છેઃજ્યારે દર્શન વડે આત્માનું
ગ્રહણ થાય છે ત્યારે આત્માની સાથે અવિનાભૂત જ્ઞાનનું પણ (દર્શન દ્વારા) ગ્રહણ થઈ
જાય છે, અને જ્ઞાનનું ગ્રહણ થતાં જ્ઞાનના વિષયભૂત બાહ્ય વસ્તુનું પણ ગ્રહણ થઈ
જાય છે.
પ્રશ્નઃજે આત્માને ગ્રહણ કરે છે તેને આપ જો દર્શન કહો છો, તો ‘જે પદાર્થોનું
સામાન્ય ગ્રહણ તે દર્શન છે,’ એ ગાથાનો અર્થ આપના કથનથી કેવી રીતે ઘટી શકે?
ઉત્તરઃ‘સામાન્યગ્રહણ’ એટલે ‘આત્માનું ગ્રહણ’; તે દર્શન છે.
પ્રશ્નઃ‘સામાન્ય’નો અર્થ ‘આત્મા’ કેવી રીતે છે?
ઉત્તરઃઆત્મા વસ્તુનું જ્ઞાન કરતાં, ‘હું આને જાણું’, ‘આને ન જાણું’ એવો
વિશેષપક્ષપાત કરતો નથી, પરંતુ સામાન્યરૂપે વસ્તુને જાણે છે, તે કારણે ‘સામાન્ય’ શબ્દ
વડે ‘આત્મા’ કહેવામાં આવે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ઘણું કહેવાથી શું? જો કોઈ
પણ તર્ક અને સિદ્ધાંતનો અર્થ જાણીને, એકાન્ત દુરાગ્રહનો ત્યાગ કરીને, નયવિભાગ વડે
મધ્યસ્થ વૃત્તિ રાખીને વ્યાખ્યાન કરે છે તો બન્નેય અર્થ (તર્કનો અને સિદ્ધાંતનો) સિદ્ધ
થાય છે. કેવી રીતે સિદ્ધ થાય છે? તર્કમાં મુખ્યતાથી અન્યમતનું વ્યાખ્યાન છે; ત્યાં જ્યારે
કોઈ અન્યમતી પૂછે કે, જૈનસિદ્ધાંતમાં જીવનાં દર્શન અને જ્ઞાન એ બે ગુણ કહ્યા છે તે
કેવી રીતે ઘટી શકે છે? ત્યારે તેને કહેવામાં આવે કે ‘જે આત્માને ગ્રહણ કરે છે તે દર્શન
છે’ તો તેઓ સમજી શકતા નથી, એટલે આચાર્યોએ તેમને પ્રતીતિ કરાવવા માટે સ્થૂળ
गृहीते सति ज्ञानविषयभूतं बहिर्वस्त्वपि गृहीतं भवति इति अथोक्तं भवता यद्यात्मग्राहकं
दर्शनं भण्यते, तर्हि ‘‘जं सामण्णं गहणं भावाणं तद्दर्शनम्’’ इति गाथार्थः कथं घटते ?
तत्रोत्तरं
सामान्यग्रहणमात्मग्रहणं तद्दर्शनम् कस्मादिति चेत् ? आत्मा वस्तुपरिच्छित्तिं
कुर्वन्निदं जानामीदं न जानामीति विशेषपक्षपातं न करोति; किन्तु सामान्येन वस्तु परिच्छिनत्ति
तेन कारणेन सामान्यशब्देनात्मा भण्यत इति गाथार्थः
किं बहुना, यदि कोऽपि तर्कार्थं सिद्धान्तार्थं च ज्ञात्वैकान्तदुराग्रहत्यागेन नयविभागेन
मध्यस्थवृत्त्या व्याख्यानं करोति, तदा द्वयमपि घटत इति कथमिति चेत् ? तर्के मुख्यवृत्त्या
परसमयव्याख्यानं, तत्र यदा कोऽपि परसमयी पृच्छतिजैनागमे दर्शनं ज्ञानं चेति गुणद्वयं
जीवस्य कथ्यते, तत्कथं घटत इति ? तदा तेषामात्मग्राहकं दर्शनमिति कथिते सति ते न
जानन्ति
पश्चादाचार्यैस्तेषां प्रतीत्यर्थं स्थूलव्याख्यानेन बहिर्विषये यत् सामान्यपरिच्छेदनं तस्य

Page 213 of 272
PDF/HTML Page 225 of 284
single page version

background image
વ્યાખ્યાનથી બાહ્ય વિષયમાં જે સામાન્યનું ગ્રહણ છે તેનું નામ સત્તાવલોકનરૂપ દર્શન
સ્થાપિત કર્યું. અને જે ‘આ સફેદ છે’ ઇત્યાદિ વિશેષ પરિચ્છેદન થયું તેને જ્ઞાન સંજ્ઞા આપી.
એ રીતે દોષ નથી. સિદ્ધાંતમાં મુખ્યપણે સ્વસમયનું વ્યાખ્યાન હોય છે; ત્યાં સૂક્ષ્મ વ્યાખ્યાન
કરતાં આચાર્યોએ ‘જે આત્માને ગ્રહણ કરે છે તે દર્શન છે’ એમ વ્યાખ્યાન કર્યું. એ પ્રમાણે
એમાં પણ દોષ નથી.
અહીં, શિષ્ય શંકા કરે છેઃસત્તાવલોકનરૂપ દર્શનનો જ્ઞાનની સાથે ભેદ જાણવો
પણ તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન અને વસ્તુવિચારરૂપ સમ્યગ્જ્ઞાનએ બે વચ્ચે ભેદ
જણાતો નથી. જો કહો કે ‘કેમ નથી જણાતો?’ તો કહીએ છીએ કે સમ્યગ્દર્શનમાં પદાર્થનો
નિશ્ચય છે, તેવી જ રીતે સમ્યગ્જ્ઞાનમાં પણ છે; તો તેમનામાં શો તફાવત છે?
સમાધાનઃ
પદાર્થના ગ્રહણમાં જાણવારૂપ ક્ષયોપશમિકવિશેષ ‘જ્ઞાન’ કહેવાય છે અને
તે જ્ઞાનમાં જ ભેદનયથી, વીતરાગ સર્વજ્ઞે કહેલા શુદ્ધાત્મા આદિ તત્ત્વોમાં ‘આ જ છે, આમ
જ છે’ એવો નિશ્ચય તે સમ્યક્ત્વ છે. નિર્વિકલ્પ અભેદનયથી તો જે સમ્યગ્જ્ઞાન છે તે જ
સમ્યગ્દર્શન છે.
શંકાઃએમ કઈ રીતે? ઉત્તરઃઅતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ, અદેવમાં દેવબુદ્ધિ,
અધર્મમાં ધર્મબુદ્ધિ’ ઇત્યાદિ વિપરીત અભિનિવેશરહિત જ્ઞાનની જ ‘સમ્યક્’ વિશેષણથી
કહેવામાં આવતી અવસ્થાવિશેષને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. શંકાઃ
જો
सत्तावलोकनदर्शनसंज्ञा स्थापिता, यच्च शुक्लमिदमित्यादिविशेषपरिच्छेदनं तस्य ज्ञानसंज्ञा
स्थापितेति दोषो नास्ति
सिद्धान्ते पुनः स्वसमयव्याख्यानं मुख्यवृत्त्या तत्र सूक्ष्मव्याख्याने
क्रियमाणे सत्याचार्यैरात्मग्राहकं दर्शनं व्याख्यातमित्यत्रापि दोषो नास्ति
अत्राह शिष्यःसत्तावलोकनदर्शनस्य ज्ञानेन सह भेदो ज्ञातस्तावदिदानीं
यत्तत्त्वार्थश्रद्धानरूपं सम्यग्दर्शनं वस्तुविचाररूपं सम्यग्ज्ञानं तयोर्विशेषो न ज्ञायते कस्मादिति
चेत् ? सम्यग्दर्शने पदार्थनिश्चयोऽस्ति, तथैव सम्यग्ज्ञाने च, को विशेष इति ? अत्र
परिहारः
अर्थग्रहणपरिच्छित्तिरूपः क्षयोपशमविशेषो ज्ञानं भण्यते, तत्रैव भेदनयेन
वीतरागसर्वज्ञप्रणीतशुद्धात्मादितत्त्वेष्विदमेवेत्थमेवेति निश्चयसम्यक्त्वमिति अविकल्परूपेणा-
भेदनयेन पुनर्यदेव सम्यग्ज्ञानं तदेव सम्यक्त्वमिति कस्मादिति चेत् ? अतत्त्वे तत्त्वबुद्धिरदेवे
देवबुद्धिरधर्मे धर्मबुद्धिरित्यादिविपरीताभिनिवेशरहितस्य ज्ञानस्यैव सम्यग्विशेषणवाच्यो-
ऽवस्थाविशेषः सम्यक्त्वं भण्यते यतः कारणात्

Page 214 of 272
PDF/HTML Page 226 of 284
single page version

background image
(સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં) ભેદ નથી તો તે બન્ને ગુણોના ઘાતક જ્ઞાનાવરણ અને
મિથ્યાત્વ
બે કર્મ કેમ કહ્યાં છે? સમાધાનઃજે કર્મથી પદાર્થને જાણવારૂપ ક્ષયોપશમ
ઢંકાઈ જાય છે, તેનું નામ ‘જ્ઞાનાવરણ’ છે અને તે ક્ષયોપશમવિશેષને વિષે જે કર્મ પૂર્વોક્ત
લક્ષણવાળા વિપરીત અભિનિવેશને ઉત્પન્ન કરે છે, તેનું નામ ‘મિથ્યાત્વ’ છે. એ રીતે
ભેદનયથી આવરણમાં ભેદ છે. નિશ્ચયનયથી તો અભેદવિવક્ષામાં કર્મપણાની અપેક્ષાએ તે
બે આવરણને પણ એક જ જાણવું જોઈએ.
આ રીતે દર્શનપૂર્વક જ્ઞાન થાય છે, એમ કથન કરનારી ગાથા પૂરી થઈ. ૪૪.
હવે, સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનપૂર્વક રત્નત્રયાત્મક મોક્ષમાર્ગના ત્રીજા અવયવરૂપ
અને સ્વશુદ્ધાત્માના અનુભવરૂપ શુદ્ધોપયોગરૂપ લક્ષણવાળા વીતરાગચારિત્રના પરંપરાથી
સાધક એવા સરાગચારિત્રનું પ્રતિપાદન કરે છેઃ
यदि भेदो नास्ति तर्हि कथमावरणद्वयमिति चेत् ? तत्रोत्तरम्येन
कर्मणार्थपरिच्छित्तिरूपः क्षयोपशमः प्रच्छाद्यते तस्य ज्ञानावरणसंज्ञा, तस्यैव क्षयोपशम-
विशेषस्य यत् कर्म पूर्वोक्तलक्षणं विपरीताभिनिवेशमुत्पादयति तस्य मिथ्यात्वसंज्ञेति
भेदनयेनावरणभेदः
निश्चयनयेन पुनरभेदविवक्षायां कर्मत्वं प्रत्यावरणद्वयमप्येकमेव
विज्ञातव्यम् एवं दर्शनपूर्वकं ज्ञानं भवतीति व्याख्यानरूपेण गाथा गता ।।४४।।
अथ सम्यग्दर्शनज्ञानपूर्वकं रत्नत्रयात्मकमोक्षमार्गतृतीयावयवभूतं स्वशुद्धात्मानुभूतिरूप-
शुद्धोपयोगलक्षणवीतरागचारित्रस्य पारम्पर्येण साधकं सरागचारित्रं प्रतिपादयतिः
असुहादो विणिवित्ती सुहे पवित्ती य जाण चारित्तं
वदसमिदिगुत्तिरूवं ववहारणयादु जिणभणियम् ।।४५।।
૧. સરાગચારિત્રમાં રહેલા રાગનો ક્રમેક્રમે અભાવ થતાં વીતરાગચારિત્ર પ્રગટે છે, તેથી સરાગચારિત્રને
પરંપરાથી વીતરાગચારિત્રનો સાધક વ્યવહારનયે કહેવાય છે. નિશ્ચયનયે સાધક વીતરાગચારિત્ર પહેલાં
જે શુદ્ધિ હતી તે છે. જુઓ આ શાસ્ત્ર ગાથા ૧૩ની ટીકા છેલ્લો ભાગ. શ્રી નિયમસાર ગાથા ૬૦
નીચેની ફૂટનોટ ૩ પા. ૧૧૭ તથા શ્રી પંચાસ્તિકાય ગા. ૧૫૯ની ફૂટનોટ નં. ૧ તથા ૪ પા. ૨૩૩
૨૩૪. તથા ગાથા ૧૬૨ ફૂટનોટ પા. ૨૩૮૨૩૯. ગાથા ૧૭૦ ફૂટનોટ પા. ૨૫૦. ગાથા ૧૭૨
ફૂટનોટ ૩ પા. ૨૫૪.
શુભકૂં ગહૈ અશુભતૈં દૂરિ, ચારિત સો વ્યવહારે પૂરિ,
વ્રત અરુ સમિતિ ગુપ્તિ જામાહિ, મુનિ ધારૈ અતિ યતન કરાહિ. ૪૫.

Page 215 of 272
PDF/HTML Page 227 of 284
single page version

background image
ગાથા ૪૫
ગાથાર્થઃઅશુભકાર્યની નિવૃત્તિ અને શુભકાર્યમાં પ્રવૃત્તિતેને (વ્યવહાર)
ચારિત્ર જાણો. વ્રત - સમિતિ - ગુપ્તિરૂપ એવું તે (ચારિત્ર) વ્યવહારનયથી જિનેંદ્રદેવે કહ્યું છે.
ટીકાઃઆ જ સરાગચારિત્રના એકદેશ અવયવરૂપ દેશચારિત્રનું પ્રથમ કથન કરે
છે. તે આ પ્રમાણે છેમિથ્યાત્વાદિ સાત પ્રકૃતિઓના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતાં
અથવા અધ્યાત્મભાષાએ કહીએ તો નિજશુદ્ધાત્માભિમુખ પરિણામ થતાં શુદ્ધાત્મભાવનાથી
ઉત્પન્ન, નિર્વિકાર, વાસ્તવિક સુખામૃતને ઉપાદેય કરીને, સંસાર
શરીર અને ભોગોમાં જે
હેયબુદ્ધિવાળો, સમ્યગ્દર્શનથી શુદ્ધ છે, તે ચતુર્થ ગુણસ્થાનવાળો, વ્રતરહિત દાર્શનિક કહેવાય
છે. જે અપ્રત્યાખ્યાનાવરણ નામના બીજા કષાયનો ક્ષયોપશમ થતાં પૃથ્વી આદિ (
પૃથ્વી,
જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપ) પાંચ સ્થાવરોના વધમાં પ્રવૃત્ત હોવા છતાં પણ
યથાશક્તિ ત્રસના વધથી નિવૃત્ત હોય છે, તે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક કહેવાય છે.
તે શ્રાવકના અગિયાર ભેદ કહેવામાં આવે છેઃસમ્યગ્દર્શનપૂર્વક, મદ્ય, માંસ,
મધ અને પાંચ ઉદુમ્બર ફળોના ત્યાગરૂપ આઠ મૂલગુણોનું પાલન કરતો જે જીવ, યુદ્ધાદિમાં
પ્રવૃત્ત થવા છતાં પણ પાપની વૃદ્ધિ કરનાર શિકાર આદિ સમાન પ્રયોજન વિનાના
જીવઘાતથી નિવૃત્ત થયેલ છે, તે પ્રથમ દાર્શનિક શ્રાવક કહેવાય છે. તે જ દાર્શનિક શ્રાવક
જ્યારે ત્રસ જીવોની હિંસાથી સર્વથા નિવૃત્ત થઈને પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર
अशुभात् विनिवृत्तिः शुभे प्रवृत्तिः च जानीहि चारित्रम्
व्रतसमितिगुप्तिरूपं व्यवहारनयात् तु जिनभणितम् ।।४५।।
व्याख्याअस्यैव सरागचारित्रस्यैकदेशावयवभूतं देशचारित्रं तावत्कथ्यते तद्यथा
मिथ्यात्वादिसप्तप्रकृत्युपशमक्षयोपशमक्षये सति, अध्यात्मभाषया निजशुद्धात्माभिमुखपरिणामे
वा सति शुद्धात्मभावनोत्पन्ननिर्विकारवास्तवसुखामृतमुपादेयं कृत्वा संसारशरीरभोगेषु योऽसौ
हेयबुद्धिः सम्यग्दर्शनशुद्धः स चतुर्थगुणस्थानवर्ती व्रतरहितो दार्शनिको भण्यते
यश्चाप्रत्याख्यानावरणसंज्ञद्वितीयकषायक्षयोपशमे जाते सति पृथिव्यादिपञ्चस्थावरवधे प्रवृत्तोऽपि
यथाशक्त्या त्रसवधे निवृत्तः स पञ्चमगुणस्थानवर्ती श्रावको भण्यते
तस्यैकादशभेदाः कथ्यन्ते तथाहिसम्यक्त्वपूर्वकत्वेन मद्यमांसमधुत्यागोदुम्बर-
पञ्चकपरिहाररूपाष्टमूलगुणसहितः सन् संग्रामादिप्रवृत्तोऽपि पापद्धर्यादिभिर्निष्प्रयोजन-
जीवघादादो निवृत्तः प्रथमो दार्शनिकश्रावको भण्यते
स एव सर्वथा त्रसवधे निवृत्तः सन्

Page 216 of 272
PDF/HTML Page 228 of 284
single page version

background image
શિક્ષાવ્રત સહિત થાય છે, ત્યારે ‘વ્રતી’ નામનો બીજો શ્રાવક થાય છે. તે જ જ્યારે ત્રણેકાળે
સામાયિક કરે છે ત્યારે ત્રીજી પ્રતિમાધારી, પ્રૌષધ
ઉપવાસ કરે છે ત્યારે ચોથી પ્રતિમાધારી,
સચિત્તના ત્યાગથી પાંચમી પ્રતિમાધારી, દિવસે બ્રહ્મચર્ય પાલન કરવાથી છઠ્ઠી પ્રતિમાધારી,
સર્વથા બ્રહ્મચર્ય પાલન કરવાથી સાતમી પ્રતિમાધારી, આરંભ વગેરે સંપૂર્ણ વ્યાપારના
ત્યાગથી આઠમી પ્રતિમાધારી, પહેરવા
ઓઢવાનાં વસ્ત્રો સિવાય અન્ય સર્વ પરિગ્રહોના
ત્યાગથી નવમી પ્રતિમાધારી, ઘરવ્યાપાર આદિ સંબંધી સમસ્ત પાપમય કાર્યોમાં સંમતિ
(સલાહ) આપવાનો ત્યાગ કરવાથી દશમી પ્રતિમાધારી અને ઉદ્દિષ્ટ આહારના ત્યાગથી
અગિયારમી પ્રતિમાનો ધારક શ્રાવક થાય છે. આ અગિયાર પ્રકારના શ્રાવકોમાં પહેલી છ
પ્રતિમાવાળા તારતમ્યપણે જઘન્ય શ્રાવક છે, પછીની ત્રણ પ્રતિમાવાળા મધ્યમ શ્રાવક અને
છેલ્લી બે પ્રતિમાવાળા ઉત્તમ શ્રાવકો ગણાય છે
એ પ્રમાણે સંક્ષેપમાં દેશચારિત્રના
દાર્શનિક શ્રાવક વગેરે અગિયાર ભેદ જાણવાં.
હવે, એકદેશ ચારિત્રના વ્યાખ્યાન પછી સકળ ચારિત્રનો ઉપદેશ કરે છે
‘‘असुहादो विणिवित्ती सुहे पवित्ती य जाण चारित्तं’’ હે શિષ્ય! અશુભ કાર્યોથી નિવૃત્તિ અને
શુભ કાર્યોમાં પ્રવૃત્તિને તું ચારિત્ર જાણ. તે કેવું છે? ‘‘वदसमिदिगुत्तिरूवं ववहारणयादु
जिणभणियं’’ વ્રત, સમિતિ અને ગુપ્તિરૂપ છે અને વ્યવહારનયથી શ્રી જિનેંદ્ર ભગવંતોએ
કહેલું છે. તે આ પ્રમાણે છેપ્રત્યાખ્યાનાવરણ નામના ત્રીજા કષાયનો ક્ષયોપશમ થતાં,
पञ्चाणुव्रतत्रयगुणव्रतशिक्षाव्रतचतुष्टयसहितो द्वितीयव्रतिकसंज्ञो भवति स एव त्रिकाल-
सामायिके प्रवृत्तः तृतीयः, प्रोषधोपवासे प्रवृत्तश्चतुर्थः, सचित्तपरिहारेण पञ्चमः, दिवा
ब्रह्मचर्येण षष्ठः, सर्वथा ब्रह्मचर्येण सप्तमः, आरम्भादिसमस्तव्यापारनिवृत्तोऽष्टमः, वस्त्रप्रावरणं
विहायान्यसर्वपरिग्रहनिवृत्तोनवमः, गृहव्यापारादिसर्वसावद्यानुमतनिवृत्तो दशमः, उद्दिष्टाहार-
निवृत्त एकादशम इति
एतेष्वेकादशश्रावकेषु मध्ये प्रथमषट्कं तारतम्येन जघन्यम्, ततश्च
त्रयं मध्यमम्, ततो द्वयमुत्तममिति संक्षेपेण दार्शनिकश्रावकाद्येकादशभेदाः ज्ञातव्याः
अथैकदेशचारित्रव्याख्यानानन्तरं सकलचारित्रमुपदिशति ‘‘असुहादो विणिवित्ती सुहे
पवित्ती य जाण चारित्तं’’ अशुभान्निवृत्तिः शुभे प्रवृत्तिश्चापि जानीहि चारित्रम् तच्च
कथम्भूतं ? ‘‘वदसमिदिगुत्तिरूवं ववहारणयादु जिणभणियं’’ व्रतसमितिगुप्तिरूपं
व्यवहारनयाज्जिनैरुक्तमिति
तथाहि प्रत्याख्यानावरणसंज्ञतृतीयकषायक्षयोपशमे सति
૧. દેશચારિત્ર પાંચમે ગુણસ્થાને અંતરંગમાં મિથ્યાત્વના તથા પ્રથમના બે કષાયના અભાવરૂપ હોય છે.
૨. છઠ્ઠે ગુણસ્થાને અંતરંગમાં મિથ્યાત્વનો ત્યાગ તથા પ્રથમના ત્રણ કષાયનો અભાવ હોય છે.

Page 217 of 272
PDF/HTML Page 229 of 284
single page version

background image
‘‘विषयकषाओगाढो दुस्सुदिदुच्चित्त दुट्ठगोठ्ठिजुदो उग्गो उम्मग्गपरो उवओगो जस्स सो असुहो ।।’’
[અર્થઃજેનો ઉપયોગ વિષયકષાયોમાં મગ્ન છે, દુઃશ્રુતિ (વિકથા), દુષ્ટ ચિત્ત અને
દુષ્ટ ગોષ્ઠી (ખરાબ સોબત) સહિત છે, જે ઉગ્ર છે અને ઉન્માર્ગમાં તત્પર છે, તેને તે
અશુભ ઉપયોગ
છે.]’’આ ગાથામાં કહેલ લક્ષણોવાળા અશુભોપયોગથી નિવૃત્તિ અને
તેનાથી વિપરીત શુભોપયોગમાં પ્રવૃત્તિ, તેને હે શિષ્ય! તું ચારિત્ર જાણ. આચારઆરાધના
આદિ ચરણાનુયોગનાં શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે તે ચારિત્ર પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને
ત્રણ ગુપ્તિરૂપ છે, તોપણ અપહૃતસંયમ નામનું શુભોપયોગલક્ષણવાળું સરાગચારિત્ર છે. ત્યાં,
જે બાહ્યમાં પાંચ ઇન્દ્રિયોના વિષય આદિનો ત્યાગ છે, તે ઉપચરિત
અસદ્ભૂતવ્યવહાર-
નયથી ચારિત્ર છે અને અંતરંગમાં જે રાગાદિનો ત્યાગ છે, તે અશુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર
છે;
એ રીતે નયવિભાગ જાણવો. એ પ્રમાણે નિશ્ચયચારિત્રના સાધક વ્યવહારચારિત્રનું
વ્યાખ્યાન કર્યું. ૪૫.
હવે, તે જ વ્યવહારચારિત્રથી સાધ્ય નિશ્ચયચારિત્રનું નિરૂપણ કરે છેઃ
‘‘विसयकसाओगाढो दुस्सुदिदुच्चित्तदुट्ठगोट्ठिजुदो उग्गो उम्मग्गपरो उवओगो जस्स सो
असुहो ।।।।’’ इति गाथाकथितलक्षणादशुभोपयोगान्निवृत्तिस्तद्विलक्षणे शुभोपयोगे प्रवृत्तिश्च हे
शिष्य ! चारित्रं जानीहि तच्चाचाराराधनादिचरणशास्त्रोक्तप्रकारेण पञ्चमहाव्रतपञ्च-
समितित्रिगुप्तिरूपमप्यपहृतसंयमाख्यं शुभोपयोगलक्षणं सरागचारित्राभिधानं भवति तत्र योऽसौ
बहिर्विषये पञ्चेन्द्रियविषयादिपरित्यागः स उपचरितासद्भूतव्यवहारेण यश्चाभ्यन्तरे
रागादिपरिहारः स पुनरशुद्धनिश्चयेनेति नयविभागो ज्ञातव्यः
एवं निश्चयचारित्रसाधकं
व्यवहारचारित्रं व्याख्यातमिति ।।४५।।
अथ तेनैव व्यवहारचारित्रेण साध्यं निश्चयचारित्रं निरूपयति :
बहिरब्भंतरकिरियारोहो भवकारणप्पणासट्ठं
णाणिस्स जं जिणुत्तं तं परमं सम्मचारित्तं ।।४६।।
૧. શ્રી પ્રવચનસાર ગા. ૧૫૮.
૨. આનું સ્પષ્ટીકરણ ગા. ૪૫ની ફૂટનોટમાં આવી ગયું છે.
બાહ્યાભ્યંતર કિરિયા રોકિ, આતમ શુદ્ધ ગહૈ અવલોકિ,
આસ્રવ બંધ અભાવ નિમિત્ત, જ્ઞાની ધહૈં પરમ ચારિત્ત. ૪૬.

Page 218 of 272
PDF/HTML Page 230 of 284
single page version

background image
ગાથા ૪૬
ગાથાર્થઃસંસારનાં કારણોનો નાશ કરવા માટે જ્ઞાનીને જે બાહ્ય અને અંતરંગ
ક્રિયાઓનો નિરોધ છે; શ્રી જિનેંદ્રે કહેલું તે પરમ સમ્યક્ ચારિત્ર છે.
ટીકાઃ‘‘तं’’ તે ‘‘परमं’’ પરમઉપેક્ષાલક્ષણવાળું, નિર્વિકાર સ્વસંવેદનરૂપ
શુદ્ધોપયોગનું અવિનાભૂત, પરમ ‘‘सम्मचारित्तं’’ સમ્યક્ચારિત્ર જાણવું. તે શું?
‘‘बहिरब्भंतरकिरियारोहो’’ નિષ્ક્રિય, નિત્ય નિરંજન, વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી નિજાત્માથી
પ્રતિપક્ષભૂત ક્રિયાવ્યાપારનોકે જે (ક્રિયાવ્યાપાર) બાહ્યમાં વચન અને કાયાના શુભાશુભ
વ્યાપારરૂપ છે અને અંતરંગમાં મનના શુભાશુભ વિકલ્પરૂપ છે તેનોનિરોધ અર્થાત્
ત્યાગ. (તે પણ સમ્યક્ચારિત્ર છે.) તે નિરોધ શા માટે છે? ‘‘भवकारणप्पणासट्ठं’’ પાંચ
પ્રકારના સંસારથી રહિત, નિર્દોષ પરમાત્માથી વિલક્ષણ જે સંસાર તે સંસારના વ્યાપારના
કારણભૂત જે શુભાશુભ કર્મ
આસ્રવ તેના વિનાશ માટે છે. આવું બાહ્ય અને અંતરંગ
ક્રિયાઓના નિરોધરૂપ ચારિત્ર કોને કહે છે? ‘‘णाणिस्स’’ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ અભેદજ્ઞાનીને
આવું ચારિત્ર હોય છે. વળી તે ચારિત્ર કેવું છે? ‘‘जं जिणुत्तं’’ તે ચારિત્ર જિનેન્દ્રદેવ,
વીતરાગ સર્વજ્ઞ દ્વારા કહેવાયેલું છે. આ રીતે વીતરાગ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનના
અવિનાભૂત તથા નિશ્ચયરત્નત્રયસ્વરૂપ નિશ્ચયમોક્ષમાર્ગના ત્રીજા અવયવરૂપ
વીતરાગચારિત્રનું વ્યાખ્યાન કર્યું. ૪૬.
बहिरभ्यन्तरक्रियारोधः भवकारणप्रणाशार्थम्
ज्ञानिनः यत् जिनोक्तम् तत् परमं सम्यक्चारित्रम् ।।४६।।
व्याख्या‘‘तं’’ तत् ‘‘परमं’’ परमोपेक्षालक्षणं निर्विकारस्वसंवित्त्यात्मक-
शुद्धोपयोगाविनाभूतं परमं ‘‘सम्मचारित्तं’’ सम्यक्चारित्रं ज्ञातव्यम् तत्किं‘‘बहिरब्भंतर-
किरियारोहो’’ निष्क्रियनित्यनिरञ्जनविशुद्धज्ञानदर्शनस्वभावस्य निजात्मनः प्रतिपक्षभूतस्य
बहिर्विषये शुभाशुभवचनकायव्यापाररूपस्य तथैवाभ्यन्तरे शुभाशुभमनोविकल्परूपस्य च
क्रियाव्यापारस्य योऽसौ निरोधस्त्यागः, स च किमर्थं ? ‘‘भवकारणप्पणासट्ठं’’ पञ्चप्रकार-
भवातीतनिर्दोषपरमात्मनो विलक्षणस्य भवस्य
संसारस्य व्यापारकारणभूतो योऽसौ
शुभाशुभकर्मास्रवस्तस्य प्रणाशार्थं विनाशार्थमिति इत्युभयक्रियानिरोधलक्षणचारित्रं कस्य
भवति ? ‘‘णाणिस्स’’ निश्चयरत्नत्रयात्मकाभेदज्ञानिनः पुनरपि किं विशिष्टं ? ‘‘जं
जिणुत्तं’’ यज्जिनेन वीतरागसर्वज्ञेनोक्तमिति एवं वीतरागसम्यक्त्वज्ञानाविनाभूतं
निश्चयरत्नत्रयात्मक-निश्चयमोक्षमार्गः तृतीयावयवरूपं वीतरागचारित्रं व्याख्यातम् ।।४६।।

Page 219 of 272
PDF/HTML Page 231 of 284
single page version

background image
એ પ્રમાણે બીજા સ્થળમાં આઠ ગાથાઓ પૂરી થઈ.
એ પ્રમાણે મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનાર ત્રીજા અધિકારમાં નિશ્ચય
વ્યવહારરૂપ
મોક્ષમાર્ગના સંક્ષેપકથનથી બે ગાથા, ત્યારપછી તે જ મોક્ષમાર્ગના અવયવરૂપ સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રના વિશેષ વ્યાખ્યાનરૂપે છ ગાથાએમ બે સ્થળોના સમુદાયરૂપ આઠ
ગાથાઓ દ્વારા પ્રથમ અંતરાધિકાર સમાપ્ત થયો.
હવે, આગળ ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનફળના (ધ્યાનના ફળના) કથનની
મુખ્યતાથી પ્રથમ સ્થળમાં ત્રણ ગાથા, ત્યારપછી પંચ પરમેષ્ઠિના વ્યાખ્યાનરૂપે બીજા
સ્થળમાં પાંચ ગાથા અને ત્યારપછી તે જ ધ્યાનના ઉપસંહારરૂપ વિશેષ વ્યાખ્યાન દ્વારા
ત્રીજા સ્થળમાં ચાર ગાથાઓ છે; એ રીતે ત્રણે સ્થળોના સમુદાય વડે બાર ગાથાઓ સંબંધી
બીજા અંતરાધિકારની સમુદાયરૂપ ભૂમિકા છે.
હવે, નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગનું જે ધ્યાન તેનો અભ્યાસ કરો, એમ ઉપદેશ
આપે છેઃ
इति द्वितीयस्थले गाथाष्टकं गतम्
एवं मोक्षमार्गप्रतिपादकतृतीयाधिकारमध्ये निश्चयव्यवहारमोक्षमार्गसंक्षेपकथनेन
सूत्रद्वयम्, तदनन्तरं तस्यैव मोक्षमार्गस्यावयवभूतानां सम्यग्दर्शनज्ञानचारित्राणां विशेष-
विवरणरूपेण सूत्रषट्कं चेति स्थलद्वयसमुदायेनाष्टगाथाभिः प्रथमोऽन्तराधिकारः समाप्तः
अतः परं ध्यानध्यातृध्येयध्यानफलकथनमुख्यत्वेन प्रथमस्थले गाथात्रयं, ततः परं
पञ्चपरमेष्ठिव्याख्यानरूपेण द्वितीयस्थले गाथापञ्चकं, ततश्च तस्यैव ध्यानस्योपसंहार-
रूपविशेषव्याख्यानेन तृतीयस्थले सूत्रचतुष्टयमिति स्थलत्रयसमुदायेन द्वादशसूत्रेषु
द्वितीयान्तराधिकारे समुदायपातनिका
तथाहिनिश्चयव्यवहारमोक्षमार्गसाधकध्यानाभ्यासं कुरुत यूयमित्युपदिशति :
दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा
तह्मा पयत्तचित्ता जूयं झाणं समब्भसह ।।४७।।
ઇમ દો વિધિ ચારિત મુનિરાજ, ધ્યાનયોગ પાવૈ સુ સમાજ;
જાતૈં યત્ન ધારિ યહ ધરો, નિયમ રૂપ ભાષૈ મુનિવરો. ૪૭

Page 220 of 272
PDF/HTML Page 232 of 284
single page version

background image
ગાથા ૪૭
ગાથાર્થઃધ્યાન કરવાથી મુનિ નિયમથી નિશ્ચય અને વ્યવહારરૂપ મોક્ષમાર્ગ
પામે છે. તેથી તમે ચિત્તને એકાગ્ર કરીને ધ્યાનનો સારી રીતે અભ્યાસ કરો.
ટીકાઃ‘‘दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा’’ કારણ કે, મુનિ
નિયમથી ધ્યાન દ્વારા બન્ને પ્રકારના મોક્ષનાં કારણોને પ્રાપ્ત કરે છે. વિશેષઃ
કારણ કે, નિશ્ચયરત્નત્રયસ્વરૂપ નિશ્ચયમોક્ષહેતુ અર્થાત્ નિશ્ચય મોક્ષમાર્ગ અને
વ્યવહારરત્નત્રયાત્મક વ્યવહારમોક્ષહેતુ અર્થાત્ વ્યવહાર મોક્ષમાર્ગ જેમનું સાધ્ય
સાધક ભાવરૂપે પહેલાં કથન કર્યું છે, તે બન્ને પ્રકારના મોક્ષમાર્ગોને નિર્વિકાર
સ્વસંવેદનરૂપ પરમધ્યાન વડે મુનિ પ્રાપ્ત કરે છે
‘‘तह्मा पयत्तचित्ता जूयं झाणं
समब्भसह’’ તે કારણે એકાગ્રચિત્ત થઈને હે ભવ્યજનો! તમે ધ્યાનનો સમ્યક્ પ્રકારે
અભ્યાસ કરો. વિસ્તારથી કહીએ તોતે કારણે દેખેલા, સાંભળેલા અને પૂર્વે
અનુભવેલા અનેક મનોરથરૂપ સમસ્ત શુભાશુભ રાગાદિ વિકલ્પજાળનો ત્યાગ કરીને,
પરમ સ્વાસ્થ્યથી ઉત્પન્ન સહજાનંદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસાસ્વાદના
અનુભવમાં સ્થિર થઈને, તમે ધ્યાનનો અભ્યાસ કરો. ૪૭.
द्विविधं अपि मोक्षहेतुं ध्यानेन प्राप्नोति यत् मुनिः नियमात्
तस्मात् प्रयत्नचित्ताः यूयं ध्यानं समभ्यसत ।।४७।।
व्याख्या‘‘दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा’’ द्विविधमपि
मोक्षहेतुं ध्यानेन प्राप्नोति यस्मात् मुनिर्नियमात् तद्यथानिश्चयरत्नत्रयात्मकं निश्चयमोक्षहेतुं
निश्चयमोक्षमार्गं तथैव व्यवहाररत्नत्रयात्मकं व्यवहारमोक्षहेतुं व्यवहारमोक्षमार्गं च यं
साध्यसाधकभावेन कथितवान् पूर्वं, तद् द्विविधमपि निर्विकारस्वसंवित्त्यात्मकपरमध्यानेन मुनिः
प्राप्नोति यस्मात्कारणात् ‘‘तह्मा पयत्तचित्ता जूयं झाणं समब्भसह’’ तस्मात् प्रयत्नचित्ताः
सन्तो हे भव्या यूयं ध्यानं सम्यगभ्यसत
तथाहितस्मात्कारणात् दृष्टश्रुतानुभूतना-
नामनोरथरूपसमस्तशुभाशुभरागादिविकल्पजालं त्यक्त्वा, परमस्वास्थ्यसमुत्पन्नसहजानन्दैक-
लक्षणसुखामृतरसास्वादानुभवे स्थित्वा च ध्यानाभ्यासं कुरुत यूयमिति
।।४७।।
૧. સાથે બંને રહે છે તેથી સહચારી, સહકારી, નિમિત્ત, સાધન કહેવામાં આવે છે, પણ તે નિશ્ચય સાધન
નથી. તે તો શુભાશુભબંધનું કારણ છે, પરિહરવા યોગ્ય છે, માહાત્મ્યથી વારવા યોગ્ય છે. શ્રી
પંચાસ્તિકાય ગાથા ૧૬૬ થી ૧૭૨.

Page 221 of 272
PDF/HTML Page 233 of 284
single page version

background image
હવે, ધ્યાતાપુરુષનું (ધ્યાન કરનાર પુરુષનું) લક્ષણ કહે છેઃ
ગાથા ૪૮
ગાથાર્થઃજો તમે વિચિત્ર (અનેક પ્રકારના) અથવા વિચિત્ત (વિકલ્પજાળ
રહિત) ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તને સ્થિર કરવા ઇચ્છતા હો, તો ઇષ્ટ અને અનિષ્ટ
ઇન્દ્રિય
વિષયોમાં મોહ, રાગ અને દ્વેષ ન કરો.
ટીકાઃ‘‘मा मुज्झह मा रज्जह मा दूसह’’ સમસ્ત મોહરાગદ્વેષજનિત
વિકલ્પજાળથી રહિત નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન પરમાનંદ જેનું એક લક્ષણ
છે, એવા સુખામૃતના રસથી ઉત્પન્ન થયેલ અને તે જ પરમાત્મસુખના આસ્વાદમાં લીન
તન્મયરૂપ જે પરમકળા અર્થાત્ પરમ સંવિત્તિ, તેમાં સ્થિર થઈને હે ભવ્ય જીવો! મોહ,
રાગ અને દ્વેષ ન કરો. ક્યા વિષયોમાં?
‘‘इट्ठणिट्ठअट्ठेसु’’ માળા, સ્ત્રી, ચન્દન, તાંબૂલ આદિ
ઇષ્ટ ઇન્દ્રિયવિષયોમાં અને સાપ, વિષ, કંટક, શત્રુ, રોગ વગેરે અનિષ્ટ ઇન્દ્રિયવિષયોમાં.
શું ઇચ્છતા હો તો રાગ
દ્વેષ ન કરવા? ‘‘थिरमिच्छहि जइ चित्तं’’ જો તે જ પરમાત્માના
अथ ध्यातृपुरुषलक्षणं कथयति :
मा मुज्झह मा रज्जह मा दूसह इट्ठणिट्ठअट्ठेसु
थिरमिच्छहि जइ चित्तं विचित्तझाणप्पसिद्धीए ।।४८।।
मा मुह्यत मा रज्यत मा द्विष्यत इष्टानिष्टार्थेषु
स्थिरं इच्छत यदि चित्तं विचित्रध्यानप्रसिद्ध्यै ।।४८।।
व्याख्या‘‘मा मुज्झह मा रज्जह मा दूसह’’ समस्तमोहरागद्वेषजनितविकल्पजाल-
रहितनिजपरमात्मतत्त्वभावनासमुत्पन्नपरमानंदैकलक्षणसुखामृतरसात्सकाशादुद्गता संजाता तत्रैव
परमात्मसुखास्वादे लीना तन्मया या तु परमकला परमसंवित्तिस्तत्र स्थित्वा हे भव्या
मोहरागद्वेषान्मा कुरुत
केषु विषयेषु ? ‘‘इट्ठणिट्ठअट्ठेसु’’ स्रग्वनिताचन्दनताम्बूलादय
इष्टेन्द्रियार्थाः, अहिविषकण्टक शत्रुव्याधिप्रभृतयः पुनरनिष्टेन्द्रियार्थास्तेषु यदि किम् ?
‘‘थिरमिच्छहि जइ चित्तं’’ तत्रैव परमात्मानुभवे स्थिरं निश्चलं चित्तं यदीच्छत यूयं
ઇષ્ટઅનિષ્ટ વસ્તુકૂં દેખિ, રાગદ્વેષ અરુ મોહ ન પેખિ;
જો ચિત્તકૂં થિર કરના હોય, ઐસૈં કિયે ધ્યાન સિધિ હોય. ૪૮.

Page 222 of 272
PDF/HTML Page 234 of 284
single page version

background image
અનુભવમાં તમે સ્થિરનિશ્ચલ ચિત્ત ઇચ્છતા હો તો. શા માટે સ્થિર ચિત્ત ઇચ્છતા હો?
‘‘विचित्त झाणप्पसिद्धीए’’ ‘વિચિત્ત’ અર્થાત્ અનેક પ્રકારના ધ્યાનની પ્રસિદ્ધિને માટે; અથવા
જે ધ્યાનમાંથી, ચિત્ત વિગત (નષ્ટ) થયું હોય અર્થાત્ ચિત્તમાં ઉત્પન્ન થતી શુભાશુભ
વિકલ્પજાળ નષ્ટ થઈ હોય, તે ‘વિચિત્ત’ ધ્યાન છે, એવા ‘વિચિત્ત ધ્યાન’ની સિદ્ધિને માટે.
હવે, પ્રથમ જ આગમભાષાએ તે જ ધ્યાનના અનેક પ્રકારના ભેદોનું કથન કરવામાં
આવે છે. તે આ પ્રમાણે છેઇષ્ટ-વિયોગ, અનિષ્ટ - સંયોગ અને રોગએ ત્રણેને દૂર
કરવામાં અને ભોગનાં કારણોમાં વાંછારૂપએમ ચાર પ્રકારનું આર્ત્તધ્યાન છે. તે
આર્ત્તધ્યાન તારતમ્યતાથી મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનથી માંડીને છઠ્ઠા ગુણસ્થાન સુધીના જીવોને
સંભવે છે. તે આર્ત્તધ્યાન જોકે મિથ્યાદ્રષ્ટિ જીવોને તિર્યંચગતિના બંધનું કારણ થાય છે,
તોપણ જે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પહેલાં તિર્યંચનું આયુષ્ય બંધાઈ ગયું હોય, તે
સિવાયના અન્ય સમ્યગ્દ્રષ્ટિને તે આર્ત્તધ્યાન તિર્યંચગતિનું કારણ થતું નથી. પ્રશ્નઃ
કેમ
કારણ થતું નથી? ઉત્તરઃ‘સ્વ શુદ્ધાત્મા જ ઉપાદેય છે’ એવી વિશિષ્ટ ભાવનાના બળથી
તિર્યંચ ગતિના કારણભૂત સંક્લેશ ભાવનો તેમને અભાવ છે, તેથી.
હવે, રૌદ્રધ્યાનનું કથન કરે છેઃ હિંસામાં આનંદ, જૂઠું બોલવામાં આનંદ, ચોરીમાં
આનંદ અને વિષયોનું સંરક્ષણ કરવામાં આનંદથી ઉત્પન્ન થતું ચાર પ્રકારનું રૌદ્રધ્યાન છે.
તે રૌદ્રધ્યાન તારતમ્યતાથી મિથ્યાદ્રષ્ટિથી માંડીને પાંચમા ગુણસ્થાન સુધીના જીવોને સંભવે
છે. તે રૌદ્રધ્યાન મિથ્યાદ્રષ્ટિ જીવોને નરકગતિનું કારણ છે, તોપણ જે જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત
કર્યા પહેલાં નરકનું આયુષ્ય બાંધ્યું હોય તે સિવાયના અન્ય સમ્યગ્દ્રષ્ટિઓને તે નરકગતિનું
किमर्थम् ? ‘‘विचित्तझाणप्पसिद्धीए’ विचित्रं नानाप्रकारं यद्ध्यानं तत्प्रसिद्ध्यै निमित्तं अथवा
विगतं चित्तं चित्तोद्भवशुभाशुभविकल्पजालं यत्र तद्विचित्तं ध्यानम् तदर्थमिति
इदानीं तस्यैव ध्यानस्य तावदागमभाषया विचित्रभेदाः कथ्यन्ते तथाहि
इष्टवियोगानिष्टसंयोगव्याधिप्रतीकारभोगनिदानेषु वाञ्छारूपं चतुर्विधमार्त्तध्यानम् तच्च
तारतम्येन मिथ्यादृष्ट्यादिषट्गुणस्थानवर्तिजीवसम्भवम् यद्यपि मिथ्यादृष्टीनां तिर्यग्गतिकारणं
भवति तथापि बद्धायुष्कं विहाय सम्यग्दृष्टीनां न भवति कस्मादिति चेत् ?
स्वशुद्धात्मैवोपादेय इति विशिष्टभावनाबलेन तत्कारणभूतसंक्लेशाभावादिति
अथ रौद्रध्यानं कथ्यतेहिंसानन्दमृषानन्दस्तेयानन्दविषयसंरक्षणानन्दप्रभवं रौद्रं
चतुविधम् तारतम्येन मिथ्यादृष्टयादिपञ्चमगुणस्थानवर्त्तिजीवसम्भवम् तच्च मिथ्यादृष्टीनां
नरकगतिकारणमपि बद्धायुष्कं विहाय सम्यग्दृष्टीनां तत्कारणं न भवति तदपि कस्मादिति

Page 223 of 272
PDF/HTML Page 235 of 284
single page version

background image
કારણ થતું નથી. પ્રશ્નઃકેમ કારણ થતું નથી? ઉત્તરઃ‘નિજ શુદ્ધાત્મતત્ત્વ જ ઉપાદેય
છે’ એવા વિશિષ્ટ ભેદજ્ઞાનના બળથી નરકગતિના કારણભૂત તીવ્ર સંક્લેશભાવનો તેમને
અભાવ છે, તેથી.
હવે, આગળ આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિત્યાગરૂપ આજ્ઞાવિચય, અપાયવિચય,
વિપાકવિચય અને સંસ્થાનવિચય નામના ચાર ભેદવાળું, તારતમ્યવૃદ્ધિક્રમે અસંયત
સમ્યગ્દ્રષ્ટિ, દેશવિરત, પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત
એ ચાર ગુણસ્થાનવાળા જીવોને
સંભવતું, મુખ્યપણે પુણ્યબંધનું કારણ હોવા છતાં પણ પરંપરાએ મોક્ષના કારણભૂત એવું
ધર્મધ્યાન હવે કહેવાય છે. તે આ પ્રમાણેઃ
પોતે મંદબુદ્ધિ હોય અને વિશિષ્ટ જ્ઞાની ગુરુની
પ્રાપ્તિ ન હોય ત્યારે શુદ્ધ જીવાદિ પદાર્થો સૂક્ષ્મ હોવાથી, ‘‘सूक्ष्मं जिनोदितं वाक्यं हेतुभिर्यन्न
हन्यते आज्ञासिद्धं तु तद्ग्राह्यं नान्यथावादिनो जिनाः ।।’’ [અર્થઃશ્રી જિનેન્દ્રનું કહેલું જે
સૂક્ષ્મ તત્ત્વ છે તે હેતુઓથી ખંડિત થતું નથી, માટે જે સૂક્ષ્મ તત્ત્વ છે તેને જિનેન્દ્રદેવની
આજ્ઞા પ્રમાણે ગ્રહણ કરવું જોઈએ, કેમ કે શ્રી જિનેન્દ્રદેવ અન્યથાવાદી હોતા
નથી.]
એ શ્લોકમાં કહ્યા પ્રમાણે પદાર્થનો નિશ્ચય કરવો તે ‘આજ્ઞાવિચય’ નામનું પ્રથમ ધર્મધ્યાન
કહેવાય છે. તેવી જ રીતે ભેદાભેદ રત્નત્રયની ભાવનાના બળથી અમારા અથવા અન્ય
જીવોનાં કર્મોનો નાશ ક્યારે થશે, એ પ્રકારનું ચિંતન તેને ‘અપાયવિચય’ નામનું બીજું
ધર્મધ્યાન જાણવું. શુદ્ધ નિશ્ચયનયથી આ જીવ શુભાશુભ કર્મોના ઉદયથી રહિત છે, છતાં
चेत् ? निजशुद्धात्मतत्त्वमेवोपादेयमिति विशिष्टभेदज्ञानबलेन तत्कारणभूततीव्रसंक्लेशा-
भावादिति
अतः परम् आर्त्तरौद्रपरित्यागलक्षणमाज्ञापायविपाकसंस्थानविचयसंज्ञचतुर्भेदभिन्नं,
तारतम्यवृद्धिक्रमेणासंयतसम्यग्दृष्टि देशविरतप्रमत्तसंयताप्रमत्ताभिधान चतुर्गुणस्थानवर्त्तिजीव-
सम्भवं, मुख्यवृत्त्या पुण्यबन्धकारणमपि परम्परया मुक्तिकारणं चेति धर्मध्यानं कथ्यते
तथाहिस्वयं मन्दबुद्धित्वेऽपि विशिष्टोपाध्यायाभावे अपि शुद्धजीवादिपदार्थानां सूक्ष्मत्वेऽपि
सति ‘‘सूक्ष्मं जिनोदितं वाक्यं हेतुभिर्यन्न हन्यते आज्ञासिद्धं तु तद्ग्राह्यं नान्यथावादिनो
जिनाः ।।।।’’ इति श्लोककथितक्रमेण पदार्थनिश्चयकरणमाज्ञाविचयध्यानं भण्यते तथैव
भेदाभेदरत्नत्रयभावनाबलेनास्माकं परेषां वा कदा कर्मणामपायो विनाशो भविष्यतीति
चिन्तनमपायविचयं ज्ञातव्यम्
शुद्धनिश्चयेन शुभाशुभकर्मविपाकरहितोऽप्ययं जीवः
૧. શ્રી આલાપ પદ્ધતિ ૫.

Page 224 of 272
PDF/HTML Page 236 of 284
single page version

background image
પણ અનાદિ કર્મબંધના વશે પાપના ઉદયથી નારક આદિનાં દુઃખરૂપ ફળનો અનુભવ કરે
છે અને પુણ્યના ઉદયથી દેવાદિનાં સુખરૂપ ફળને ભોગવે છે, એવી વિચારણાને
‘વિપાકવિચય’ નામનું ત્રીજું ધર્મધ્યાન જાણવું. પહેલાં કહેલી લોક
અનુપ્રેક્ષાના ચિંતનને
‘સંસ્થાનવિચય’ નામનું ચોથું ધર્મધ્યાન કહે છે.
હવે, પૃથકત્વવિતર્કવિચાર, એકત્વવિતર્કઅવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને
વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામના ચાર પ્રકારના શુક્લધ્યાનનું કથન કરે છે. તે આ પ્રમાણે
પ્રથમ પૃથક્ત્વવિતર્કવિચાર નામના શુક્લધ્યાનનું કથન કરે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયના
ભિન્નપણાને ‘પૃથક્ત્વ’ કહે છે. સ્વ શુદ્ધાત્માની અનુભૂતિ જેનું લક્ષણ છે તેવા ભાવશ્રુતને
અને તેના (સ્વશુદ્ધાત્માના) વાચક અંતર્જલ્પરૂપ વચનને ‘વિતર્ક’ કહે છે. ઇચ્છા વિના એક
અર્થથી બીજા અર્થમાં, એક વચનથી બીજા વચનમાં, મન
વચનકાય એ ત્રણ યોગોમાંથી
કોઈ એક યોગમાંથી બીજા યોગમાં જે પરિણમન (પલટવું તે) થાય છે તેને ‘વિચાર’ કહે
છે. એનો અર્થ આ પ્રમાણે છે
જોકે ધ્યાન કરનાર પુરુષ નિજ શુદ્ધાત્માનું સંવેદન છોડીને
બાહ્ય પદાર્થોનું ચિંતન કરતો નથી, તોપણ જેટલા અંશે તેને સ્વરૂપમાં સ્થિરતા નથી તેટલા
અંશે ઇચ્છા વિના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે કારણે આ ધ્યાનને ‘પૃથકત્વવિતર્કવિચાર’
કહેવાય છે. આ પ્રથમ શુક્લધ્યાન ઉપશમ શ્રેણીની વિવક્ષામાં અપૂર્વકરણ
ઉપશમક,
અનિવૃત્તિકરણઉપશમક, સૂક્ષ્મસાંપરાયઉપશમક અને ઉપશાન્તકષાયએ ચાર
पश्चादनादिकर्मबन्धवशेन पापस्योदयेन नारकादिदुःखविपाकफलमनुभवति, पुण्योदयेन
देवादिसुखविपाकमनुभवतीति विचारणं विपाकविचयं विज्ञेयम्
पूर्वोक्तलोकानुप्रेक्षाचिन्तनं
संस्थानविचयम् इति चतुर्विधं धर्मध्यानं भवति
अथ पृथक्त्ववितर्कवीचारं एकत्ववितर्कावीचारं सूक्ष्मक्रियाप्रतिपातिसंज्ञं
व्युपरतक्रियानिवृत्तिसंज्ञं चेति भेदेन चतुर्विधं शुक्लध्यानं कथयति तद्यथापृथक्त्व-
वितर्कविचारं तावत्कथ्यते द्रव्यगुणपर्यायाणां भिन्नत्वं पृथक्त्वं भण्यते, स्वशुद्धात्मानुभूतिलक्षणं
भावश्रुतं तद्वाचकमन्तर्जल्पवचनं वा वितर्को भण्यते, अनीहितवृत्त्यार्थान्तरपरिणमनम्
वचनाद्वचनान्तरपरिणमनम् मनोवचनकाययोगेषु योगाद्योगान्तरपरिणमनं वीचारो भण्यते
अयमत्रार्थःयद्यपि ध्याता पुरुषः स्वशुद्धात्मसंवेदनं विहाय बहिश्चिन्तां न करोति तथापि
यावतांशेन स्वरूपे स्थिरत्वं नास्ति तावतांशेनानीहितवृत्त्या विकल्पाः स्फु रन्ति, तेन कारणेन
पृथक्त्ववितर्कवीचारं ध्यानं भण्यते
तच्चोपशमश्रेणिविवक्षायामपूर्वोपशमकानिवृत्त्युपशम-
वसूक्ष्मसाम्परायोपशमकोपशान्तकषायपर्यन्तगुणस्थानचतुष्टये भवति क्षपकश्रेण्यां पुनरपूर्व-

Page 225 of 272
PDF/HTML Page 237 of 284
single page version

background image
ગુણસ્થાનોમાં હોય છે, અને ક્ષપકશ્રેણીની વિવક્ષામાં અપૂર્વકરણક્ષપક, અનિવૃત્તિકરણ
ક્ષપક અને સૂક્ષ્મસાંપરાયક્ષપકએ ત્રણ ગુણસ્થાનોમાં હોય છે. એ રીતે પ્રથમ
શુક્લધ્યાનનું વ્યાખ્યાન થયું.
નિજ શુદ્ધાત્મદ્રવ્યમાં અથવા વિકાર રહિત આત્મસુખના અનુભવરૂપ પર્યાયમાં
અથવા ઉપાધિરહિત સ્વસંવેદન ગુણમાંઆ ત્રણેમાંથી જે એકમાં (દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં)
પ્રવૃત્ત હોય તેમાં જ વિતર્ક નામના સ્વસંવેદન લક્ષણવાળા ભાવશ્રુતના બળથી સ્થિર થઈને
અવિચારરૂપ હોય છે એટલે દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં પરાવર્તન કરતું નથી; તે
‘‘એકત્વવિતર્કઅવિચાર’’ નામનું ક્ષીણકષાય નામના ગુણસ્થાનમાં હોતું બીજું શુક્લધ્યાન
કહેવાય છે. આ બીજા શુક્લધ્યાનથી જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે.
હવે, સૂક્ષ્મકાયની ક્રિયાના વ્યાપારરૂપ અને અપ્રતિપાતિ (ન પડે તેવું) એવું
‘‘સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ’’ નામનું ત્રીજું શુક્લધ્યાન છે. તે ઉપચારથી ‘સયોગિકેવળી જિન’
ગુણસ્થાનમાં હોય છે.
વિશેષપણે ઉપરત અર્થાત્ નિવૃત્ત થઈ છે ક્રિયા જેમાંથી તે ‘વ્યુપરતક્રિય’ છે.
વ્યુપરતક્રિય હોય, (સર્વ ક્રિયાની નિવૃત્તિ થઈ હોય) અને અનિવૃત્તિ હોય અર્થાત્ મુક્તિ
ન થઈ હોય, તે ‘‘વ્યુપરતક્રિયાનિવૃત્તિ’’ નામનું ચોથું શુક્લધ્યાન છે. તે ઉપચારથી
‘અયોગિકેવળી જિન’ ગુણસ્થાનમાં હોય છે. એ રીતે સંક્ષેપમાં આગમભાષાએ જુદા જુદા
પ્રકારનાં ધ્યાનોનું વ્યાખ્યાન કર્યું.
करणक्षपकानिवृत्तिकरणक्षपकसूक्ष्मसाम्परायक्षपकाभिधानगुणस्थानत्रये चेति प्रथमं शुक्लध्यानं
ब्याख्यातम्
निजशुद्धात्मद्रव्ये वा निर्विकारात्मसुखसंवित्तिपर्याये वा निरुपाधिस्वसंवेदनगुणे वा
यत्रैकस्मिन् प्रवृत्तं तत्रैव वितर्कसंज्ञेन स्वसंवित्तिलक्षणभावश्रुतबलेन स्थिरीभूयावीचारं
गुणद्रव्यपर्यायपरावर्त्तनं न करोति यत्तदेकत्ववितर्कावीचारसंज्ञं क्षीणकषायगुणस्थानसम्भवं
द्वितीयं शुक्लध्यानं भण्यते
तेनैव केवलज्ञानोत्पत्तिः इति अथ सूक्ष्मकायक्रियाव्यापाररूपं
च तदप्रतिपाति च सूक्ष्मक्रियाप्रतिपातिसंज्ञं तृतीयं शुक्लध्यानम् तच्चोपचारेण
सयोगिकेवलिजिने भवतीति विशेषेणोपरता निवृत्ता क्रिया यत्र तद् व्युपरतक्रियं च तदनिवृत्ति
चानिवर्तकं च तद्व्युपरतक्रियानिवृत्तिसंज्ञं चतुर्थं शुक्लध्यानं तच्चोपचारेणायोगिकेवलिजिने
भवतीति इति संक्षेपेणागमभाषया विचित्रध्यानं व्याख्यातम्

Page 226 of 272
PDF/HTML Page 238 of 284
single page version

background image
અધ્યાત્મભાષાએ સહજશુદ્ધપરમચૈતન્યશાળી, પરિપૂર્ણ આનંદના ધારક
ભગવાન નિજાત્મામાં ઉપાદેયબુદ્ધિ કરીને, પછી ‘હું અનંત જ્ઞાનમય છું, હું અનંત સુખરૂપ
છું,’ ઇત્યાદિ ભાવનારૂપ અંતરંગ ધર્મધ્યાન કહેવાય છે. પંચ પરમેષ્ઠિઓની ભક્તિ આદિ
તેને અનુકૂળ (
અંતરંગ ધર્મધ્યાનને વ્યવહારથી અનુકૂળ) શુભ અનુષ્ઠાન તે બહિરંગ
ધર્મધ્યાન છે. તેવી જ રીતે નિજ શુદ્ધાત્મામાં વિકલ્પ રહિત સમાધિરૂપ શુક્લધ્યાન છે.
અથવા
‘‘पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिन्तनम् रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम् ।।’’
[અર્થઃમંત્રવાક્યોમાં સ્થિત ‘પદસ્થધ્યાન’ છે, નિજ આત્માનું ચિંતન તે ‘પિંડસ્થ’ ધ્યાન
છે; સર્વ ચિદ્રૂપનું ચિંતન તે ‘રૂપસ્થ ધ્યાન’ છે અને નિરંજનનું ધ્યાન ‘રૂપાતીત ધ્યાન’
છે.] એ શ્લોકમાં કહ્યા પ્રમાણે જુદા જુદા પ્રકારનું ધ્યાન જાણવું.
હવે, ધ્યાનના પ્રતિબંધક મોહ, રાગ અને દ્વેષનું સ્વરૂપ કહે છે. શુદ્ધાત્મા આદિ
તત્ત્વોમાં વિપરીત અભિપ્રાય ઉત્પન્ન કરનાર તે મોહ, દર્શનમોહ અથવા મિથ્યાત્વ છે.
નિર્વિકાર સ્વસંવેદન જેનું લક્ષણ છે એવા વીતરાગ ચારિત્રને ઢાંકનાર ચારિત્રમોહ તે રાગ
દ્વેષ કહેવાય છે. પ્રશ્નઃચારિત્રમોહ શબ્દથી રાગદ્વેષ કેવી રીતે કહેવાય છે? ઉત્તર
કષાયોમાં ક્રોધમાન એ બે દ્વેષના અંશ છે અને માયાલોભ એ બે રાગના અંશ
છે. નોકષાયોમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એત્રણ વેદ તથા હાસ્ય અને રતિ
अध्यात्मभाषया पुनः सहजशुद्धपरमचैतन्यशालिनि निर्भरानन्दमालिनि भगवति
निजात्मन्युपादेयबुद्धिं कृत्वा पश्चादनन्तज्ञानोऽहमनन्तसुखोऽहमित्यादिभावनारूपमभ्यन्तर-
धर्मध्यानमुच्यते
पञ्चपरमेष्ठिभक्त्यादितदनुकूलशुभानुष्ठानं पुनर्बहिरङ्गधर्मध्यानं भवति तथैव
स्वशुद्धात्मनि निर्विकल्पसमाधिलक्षणं शुल्कध्यानम् इति अथवा ‘‘पदस्थं मन्त्रवाक्यस्थं
पिण्डस्थं स्वात्मचिन्तनम् रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम् ’’ इति श्लोक-
कथितक्रमेण विचित्रध्यानं ज्ञातव्यमिति
अथ ध्यानप्रतिबन्धकानां मोहरागद्वेषाणां स्वरूपं कथ्यते शुद्धात्मादितत्त्वेषु
विपरीताभिनिवेशजनको मोहो दर्शनमोहो मिथ्यात्वमिति यावत् निर्विकारस्वसंवित्ति-
लक्षणवीतरागचारित्रप्रच्छादकचारित्रमोहो रागद्वेषौ भण्येते चारित्रमोहो शब्देन रागद्वेषौ कथं
भण्येते ? इति चेत्कषायमध्ये क्रोधमानद्वयं द्वेषाङ्गम्, मायालोभद्वयं च रागाङ्गम्,
नोकषायमध्ये तु स्त्रीपुंनपुंसकवेदत्रयं हास्यरतिद्वयं च रागाङ्गम्, अरतिशोकद्वयं भयजुगुप्साद्वयं
૧. શ્રી પરમાત્મપ્રકાશ ગાથા ૧ ની ટીકામાં આધારરૂપ લીધેલ છે.

Page 227 of 272
PDF/HTML Page 239 of 284
single page version

background image
એ બે (એ પાંચ નોકષાય) રાગના અંશ છે. અરતિ અને શોકએ બે તથા ભય અને
જુગુપ્સાએ બે (એ ચાર નોકષાયો) દ્વેષના અંશ છે, એમ જાણવું.
અહીં, શિષ્ય પૂછે છેઃરાગ, દ્વેષ આદિ કર્મજનિત છે કે જીવજનિત છે? તેનો
ઉત્તરઃસ્ત્રી અને પુરુષ એ બન્નેના સંયોગથી ઉત્પન્ન થતા પુત્રની જેમ, ચૂનો અને
હળદરના મિશ્રણથી ઉત્પન્ન થતા વર્ણવિશેષની જેમ, રાગ - દ્વેષ આદિ જીવ અને કર્મ એ
બન્નેના સંયોગજનિત છે. નયની વિવક્ષા પ્રમાણે, વિવક્ષિત એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી
રાગદ્વેષ કર્મજનિત કહેવાય છે અને અશુદ્ધ નિશ્ચયનયથી જીવજનિત કહેવાય છે. આ
અશુદ્ધ નિશ્ચયનય, શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહાર જ છે. પ્રશ્નઃસાક્ષાત્ શુદ્ધ
નિશ્ચયનયથી આ રાગ - દ્વેષ કોના છે એમ અમે પૂછીએ છીએ, ઉત્તરઃસાક્ષાત્ શુદ્ધ
નિશ્ચયથી, સ્ત્રી અને પુરુષના સંયોગરહિત પુત્રની જેમ, ચૂના અને હળદરના સંયોગ રહિત
રંગ વિશેષની જેમ, તેમની (રાગ
- દ્વેષાદિની) ઉત્પત્તિ જ નથી; તો કઈ રીતે ઉત્તર આપીએ?
એ રીતે ધ્યાતાના વ્યાખ્યાનની મુખ્યતાથી, તેના આશ્રયે, વિચિત્ર ધ્યાનના કથન દ્વારા
આ ગાથા પૂરી થઈ. ૪૮.
હવે, આગળ ‘મંત્રવાક્યમાં સ્થિત પદસ્થ’ ધ્યાન જે કહ્યું હતું, તેનું વિવરણ કરે
છેઃ
च द्वेषाङ्गमिति ज्ञातव्यम् अत्राह शिष्य :रागद्वेषादयः किं कर्मजनिताः किं जीवजनिता
इति ? तत्रोत्तरम्स्त्रीपुरुषसंयोगोत्पन्नपुत्र इव सुधाहरिद्रासंयोगोत्पन्नवर्णविशेष
इवोभयसंयोगजनिता इति पश्चान्नयविवक्षावशेन विवक्षितैकदेशशुद्धनिश्चयेन कर्मजनिता
भण्यन्ते तथैवाशुद्धनिश्चयेन जीवजनिता इति स चाशुद्धनिश्चयः शुद्धनिश्चयापेक्षया व्यवहार
एव अथ मतम्साक्षाच्छुद्धनिश्चयनयेन कस्येति पृच्छामो वयम् तत्रोत्तरम्
साक्षाच्छुद्धनिश्चयेन स्त्रीपुरुषसंयोगरहितपुत्रस्यैव, सुधाहरिद्रासंयोगरहितरङ्गविशेषस्यैव
तेषामुत्पत्तिरेव नास्ति कथमुत्तरं प्रयच्छाम इति
एवं ध्यातृव्याख्यानमुख्यत्वेन तद्व्याजेन
विचित्रध्यानकथनेन च सूत्रं गतम् ।।४८।।
अतः ऊर्ध्वं पदस्थं ध्यानं मन्त्रवाक्यस्थं यदुक्तं तस्य विवरणं कथयति :
૧. બે દ્રવ્યો ભેગાં મળીને કાંઈ કાર્ય કદી કરી શકે નહિ,પણ જીવના ક્ષણિક અશુદ્ધ ઉપાદાને પરનિમિત્ત
એવાં કર્મનો આશ્રય લીધો છે તેથી તે પરાશ્રિત ભાવ છે, એમ અહીં બતાવ્યું છે. તેનો આશય
પરાશ્રિતભાવ છોડી આત્માશ્રિતભાવ પ્રગટ કરાવવાનો છે.

Page 228 of 272
PDF/HTML Page 240 of 284
single page version

background image
ગાથા ૪૯
ગાથાર્થઃપંચ પરમેષ્ઠીના વાચક પાંત્રીસ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક
અક્ષરરૂપ મંત્રપદોનો જાપ કરો, ધ્યાન કરો; તે સિવાય અન્યનાં પણ, ગુરુના ઉપદેશ પ્રમાણે
જાપ અને ધ્યાન કરો.
ટીકાઃ‘‘पणतीस’’ ‘ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં, ણમો આઇરિયાણં, ણમો
ઉવજ્ઝાયાણં, ણમો લોએ સવ્વસાહૂણં’ આ પાંત્રીસ અક્ષરો ‘સર્વપદ’ કહેવાય છે. ‘‘सोल’’
‘અરિહંતસિદ્ધઆઇરિયઉવજ્ઝાયસાહૂ’ આ સોળ અક્ષરો ‘નામપદ’ કહેવાય છે. ‘‘छ’’
‘અરિહંતસિદ્ધ’ આ છ અક્ષરો અરિહંતસિદ્ધ એ બે પરમેષ્ઠીઓનાં ‘નામપદ’ કહેવાય
છે. ‘‘पण’’ ‘અ, સિ, આ, ઉ, સા’ આ પાંચ અક્ષરો પંચ પરમેષ્ઠીનાં ‘આદિપદ’ કહેવાય
છે. ‘‘चउ’’ ‘અરિહંત’ આ ચાર અક્ષર અરિહંત પરમેષ્ઠીનું ‘નામપદ’ છે. ‘‘दुगं’’ ‘સિદ્ધ’
એ બે અક્ષર સિદ્ધ પરમેષ્ઠીનું ‘નામપદ’ છે. ‘‘एगं च’’ ‘अ’ આ એક અક્ષર અરિહંત
પરમેષ્ઠીનું ‘આદિપદ’ છે, અથવા ‘ઓં’ એ એક અક્ષર પાંચે પરમેષ્ઠીઓનું ‘આદિપદ છે.
पणतीससोलछप्पणचउदुगमेगं च जवह ज्झाएह
परमेट्ठिवाचयाणं अण्णं च गुरूवएसेण ।।४९।।
पञ्चत्रिंशत् षोडश षट् पञ्च चत्वारि द्विकं एकं च जपत ध्यायत
परमेष्ठिवाचकानां अन्यत् च गुरूपदेशेन ।।४९।।
व्याख्या‘‘पणतीस’’ णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आइरियाणं, णमो
उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं’ एतानि पञ्चत्रिंशदक्षराणि सर्वपदानि भण्यन्ते ‘‘सोल’’
‘अरिहंतसिद्धआइरियउवज्झायसाहू’ एतानि षोडशाक्षराणि नामपदानि भण्यन्ते
‘‘छ’’ ‘अरिहन्तसिद्ध’ एतानि षडक्षराणि अर्हत्सिद्धयोर्नामपदे द्वे भण्येते ‘‘पण’’ ‘अ सि
आ उ सा’ एतानि पञ्चाक्षराणि आदिपदानि भण्यन्ते ‘‘चउ’’ ‘अरिहंत’
इदमक्षरचतुष्टयमर्हतो नामपदम् ‘‘दुगं’’ ‘सिद्ध’ इत्यक्षरद्वयं सिद्धस्य नामपदम् ‘‘एगं च’’
‘अ’ इत्येकाक्षरमर्हत आदिपदम् अथवा ‘ओं’ एकाक्षरं पञ्चपरमेष्ठिनामादिपदम्
પરમેષ્ઠી - વાચક પૈંતીસ, વર્ણ સોલ છહ પણ ચતુ ઇશ;
દોય એક પુનિ ધ્યાવો જપો, ઔર બતાયે ગુરુકે લપો. ૪૯.