અધ્યાત્મભાષાએ સહજ – શુદ્ધ – પરમ – ચૈતન્યશાળી, પરિપૂર્ણ આનંદના ધારક
ભગવાન નિજાત્મામાં ઉપાદેયબુદ્ધિ કરીને, પછી ‘હું અનંત જ્ઞાનમય છું, હું અનંત સુખરૂપ
છું,’ ઇત્યાદિ ભાવનારૂપ અંતરંગ ધર્મધ્યાન કહેવાય છે. પંચ પરમેષ્ઠિઓની ભક્તિ આદિ
તેને અનુકૂળ ( – અંતરંગ ધર્મધ્યાનને વ્યવહારથી અનુકૂળ) શુભ અનુષ્ઠાન તે બહિરંગ
ધર્મધ્યાન છે. તેવી જ રીતે નિજ શુદ્ધાત્મામાં વિકલ્પ રહિત સમાધિરૂપ શુક્લધ્યાન છે.
અથવા ‘‘पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिन्तनम् । रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम् ।।’’
[અર્થઃ — મંત્રવાક્યોમાં સ્થિત ‘પદસ્થધ્યાન’ છે, નિજ આત્માનું ચિંતન તે ‘પિંડસ્થ’ ધ્યાન
છે; સર્વ ચિદ્રૂપનું ચિંતન તે ‘રૂપસ્થ ધ્યાન’ છે અને નિરંજનનું ધ્યાન ‘રૂપાતીત ૧ધ્યાન’
છે.] એ શ્લોકમાં કહ્યા પ્રમાણે જુદા જુદા પ્રકારનું ધ્યાન જાણવું.
હવે, ધ્યાનના પ્રતિબંધક મોહ, રાગ અને દ્વેષનું સ્વરૂપ કહે છે. શુદ્ધાત્મા આદિ
તત્ત્વોમાં વિપરીત અભિપ્રાય ઉત્પન્ન કરનાર તે મોહ, દર્શનમોહ અથવા મિથ્યાત્વ છે.
નિર્વિકાર સ્વસંવેદન જેનું લક્ષણ છે એવા વીતરાગ ચારિત્રને ઢાંકનાર ચારિત્રમોહ તે રાગ –
દ્વેષ કહેવાય છે. પ્રશ્નઃ — ચારિત્રમોહ શબ્દથી રાગ – દ્વેષ કેવી રીતે કહેવાય છે? ઉત્તર
ઃ — કષાયોમાં ક્રોધ – માન એ બે દ્વેષના અંશ છે અને માયા – લોભ એ બે રાગના અંશ
છે. નોકષાયોમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ — ત્રણ વેદ તથા હાસ્ય અને રતિ —
अध्यात्मभाषया पुनः सहजशुद्धपरमचैतन्यशालिनि निर्भरानन्दमालिनि भगवति
निजात्मन्युपादेयबुद्धिं कृत्वा पश्चादनन्तज्ञानोऽहमनन्तसुखोऽहमित्यादिभावनारूपमभ्यन्तर-
धर्मध्यानमुच्यते । पञ्चपरमेष्ठिभक्त्यादितदनुकूलशुभानुष्ठानं पुनर्बहिरङ्गधर्मध्यानं भवति । तथैव
स्वशुद्धात्मनि निर्विकल्पसमाधिलक्षणं शुल्कध्यानम् इति । अथवा ‘‘पदस्थं मन्त्रवाक्यस्थं
पिण्डस्थं स्वात्मचिन्तनम् । रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम् ।१।’’ इति श्लोक-
कथितक्रमेण विचित्रध्यानं ज्ञातव्यमिति ।
अथ ध्यानप्रतिबन्धकानां मोहरागद्वेषाणां स्वरूपं कथ्यते । शुद्धात्मादितत्त्वेषु
विपरीताभिनिवेशजनको मोहो दर्शनमोहो मिथ्यात्वमिति यावत् । निर्विकारस्वसंवित्ति-
लक्षणवीतरागचारित्रप्रच्छादकचारित्रमोहो रागद्वेषौ भण्येते । चारित्रमोहो शब्देन रागद्वेषौ कथं
भण्येते ? इति चेत् — कषायमध्ये क्रोधमानद्वयं द्वेषाङ्गम्, मायालोभद्वयं च रागाङ्गम्,
नोकषायमध्ये तु स्त्रीपुंनपुंसकवेदत्रयं हास्यरतिद्वयं च रागाङ्गम्, अरतिशोकद्वयं भयजुगुप्साद्वयं
૧. શ્રી પરમાત્મપ્રકાશ ગાથા ૧ ની ટીકામાં આધારરૂપ લીધેલ છે.
૨૨૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ