એ બે ( – એ પાંચ નોકષાય) રાગના અંશ છે. અરતિ અને શોક — એ બે તથા ભય અને
જુગુપ્સા — એ બે ( – એ ચાર નોકષાયો) દ્વેષના અંશ છે, એમ જાણવું.
અહીં, શિષ્ય પૂછે છેઃ — રાગ, દ્વેષ આદિ કર્મજનિત છે કે જીવજનિત છે? તેનો
ઉત્તરઃ — સ્ત્રી અને પુરુષ એ બન્નેના સંયોગથી ઉત્પન્ન થતા પુત્રની જેમ, ચૂનો અને
હળદરના મિશ્રણથી ઉત્પન્ન થતા વર્ણવિશેષની જેમ, રાગ - દ્વેષ આદિ જીવ અને કર્મ એ
બન્નેના ૧સંયોગજનિત છે. નયની વિવક્ષા પ્રમાણે, વિવક્ષિત એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી
રાગ – દ્વેષ કર્મજનિત કહેવાય છે અને અશુદ્ધ નિશ્ચયનયથી જીવજનિત કહેવાય છે. આ
અશુદ્ધ નિશ્ચયનય, શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહાર જ છે. પ્રશ્નઃ — સાક્ષાત્ શુદ્ધ
નિશ્ચયનયથી આ રાગ - દ્વેષ કોના છે એમ અમે પૂછીએ છીએ, ઉત્તરઃ — સાક્ષાત્ શુદ્ધ
નિશ્ચયથી, સ્ત્રી અને પુરુષના સંયોગરહિત પુત્રની જેમ, ચૂના અને હળદરના સંયોગ રહિત
રંગ વિશેષની જેમ, તેમની (રાગ - દ્વેષાદિની) ઉત્પત્તિ જ નથી; તો કઈ રીતે ઉત્તર આપીએ?
એ રીતે ધ્યાતાના વ્યાખ્યાનની મુખ્યતાથી, તેના આશ્રયે, વિચિત્ર ધ્યાનના કથન દ્વારા
આ ગાથા પૂરી થઈ. ૪૮.
હવે, આગળ ‘મંત્રવાક્યમાં સ્થિત પદસ્થ’ ધ્યાન જે કહ્યું હતું, તેનું વિવરણ કરે
છેઃ —
च द्वेषाङ्गमिति ज्ञातव्यम् । अत्राह शिष्य : — रागद्वेषादयः किं कर्मजनिताः किं जीवजनिता
इति ? तत्रोत्तरम् — स्त्रीपुरुषसंयोगोत्पन्नपुत्र इव सुधाहरिद्रासंयोगोत्पन्नवर्णविशेष
इवोभयसंयोगजनिता इति । पश्चान्नयविवक्षावशेन विवक्षितैकदेशशुद्धनिश्चयेन कर्मजनिता
भण्यन्ते । तथैवाशुद्धनिश्चयेन जीवजनिता इति । स चाशुद्धनिश्चयः शुद्धनिश्चयापेक्षया व्यवहार
एव । अथ मतम् — साक्षाच्छुद्धनिश्चयनयेन कस्येति पृच्छामो वयम् । तत्रोत्तरम् —
साक्षाच्छुद्धनिश्चयेन स्त्रीपुरुषसंयोगरहितपुत्रस्यैव, सुधाहरिद्रासंयोगरहितरङ्गविशेषस्यैव
तेषामुत्पत्तिरेव नास्ति कथमुत्तरं प्रयच्छाम इति । एवं ध्यातृव्याख्यानमुख्यत्वेन तद्व्याजेन
विचित्रध्यानकथनेन च सूत्रं गतम् ।।४८।।
अतः ऊर्ध्वं पदस्थं ध्यानं मन्त्रवाक्यस्थं यदुक्तं तस्य विवरणं कथयति : —
૧. બે દ્રવ્યો ભેગાં મળીને કાંઈ કાર્ય કદી કરી શકે નહિ, — પણ જીવના ક્ષણિક અશુદ્ધ ઉપાદાને પરનિમિત્ત
એવાં કર્મનો આશ્રય લીધો છે તેથી તે પરાશ્રિત ભાવ છે, એમ અહીં બતાવ્યું છે. તેનો આશય
પરાશ્રિતભાવ છોડી આત્માશ્રિતભાવ પ્રગટ કરાવવાનો છે.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૨૭