ગાથા ૪૯
ગાથાર્થઃ — પંચ પરમેષ્ઠીના વાચક પાંત્રીસ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક
અક્ષરરૂપ મંત્રપદોનો જાપ કરો, ધ્યાન કરો; તે સિવાય અન્યનાં પણ, ગુરુના ઉપદેશ પ્રમાણે
જાપ અને ધ્યાન કરો.
ટીકાઃ — ‘‘पणतीस’’ ‘ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં, ણમો આઇરિયાણં, ણમો
ઉવજ્ઝાયાણં, ણમો લોએ સવ્વસાહૂણં’ આ પાંત્રીસ અક્ષરો ‘સર્વપદ’ કહેવાય છે. ‘‘सोल’’
‘અરિહંત – સિદ્ધ – આઇરિય – ઉવજ્ઝાય – સાહૂ’ આ સોળ અક્ષરો ‘નામપદ’ કહેવાય છે. ‘‘छ’’
‘અરિહંત – સિદ્ધ’ આ છ અક્ષરો અરિહંત – સિદ્ધ એ બે પરમેષ્ઠીઓનાં ‘નામપદ’ કહેવાય
છે. ‘‘पण’’ ‘અ, સિ, આ, ઉ, સા’ આ પાંચ અક્ષરો પંચ પરમેષ્ઠીનાં ‘આદિપદ’ કહેવાય
છે. ‘‘चउ’’ ‘અરિહંત’ આ ચાર અક્ષર અરિહંત પરમેષ્ઠીનું ‘નામપદ’ છે. ‘‘दुगं’’ ‘સિદ્ધ’
એ બે અક્ષર સિદ્ધ પરમેષ્ઠીનું ‘નામપદ’ છે. ‘‘एगं च’’ ‘अ’ આ એક અક્ષર અરિહંત
પરમેષ્ઠીનું ‘આદિપદ’ છે, અથવા ‘ઓં’ એ એક અક્ષર પાંચે પરમેષ્ઠીઓનું ‘આદિપદ છે.
पणतीससोलछप्पणचउदुगमेगं च जवह ज्झाएह ।
परमेट्ठिवाचयाणं अण्णं च गुरूवएसेण ।।४९।।
पञ्चत्रिंशत् षोडश षट् पञ्च चत्वारि द्विकं एकं च जपत ध्यायत ।
परमेष्ठिवाचकानां अन्यत् च गुरूपदेशेन ।।४९।।
व्याख्या — ‘‘पणतीस’’ णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आइरियाणं, णमो
उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं’ एतानि पञ्चत्रिंशदक्षराणि सर्वपदानि भण्यन्ते । ‘‘सोल’’
‘अरिहंत – सिद्ध – आइरिय – उवज्झाय – साहू’ एतानि षोडशाक्षराणि नामपदानि भण्यन्ते ।
‘‘छ’’ ‘अरिहन्तसिद्ध’ एतानि षडक्षराणि अर्हत्सिद्धयोर्नामपदे द्वे भण्येते । ‘‘पण’’ ‘अ सि
आ उ सा’ एतानि पञ्चाक्षराणि आदिपदानि भण्यन्ते । ‘‘चउ’’ ‘अरिहंत’
इदमक्षरचतुष्टयमर्हतो नामपदम् । ‘‘दुगं’’ ‘सिद्ध’ इत्यक्षरद्वयं सिद्धस्य नामपदम् । ‘‘एगं च’’
‘अ’ इत्येकाक्षरमर्हत आदिपदम् । अथवा ‘ओं’ एकाक्षरं पञ्चपरमेष्ठिनामादिपदम् ।
પરમેષ્ઠી - વાચક પૈંતીસ, વર્ણ સોલ છહ પણ ચતુ ઇશ;
દોય એક પુનિ ધ્યાવો જપો, ઔર બતાયે ગુરુકે લપો. ૪૯.
૨૨૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ