Bruhad Dravya Sangrah (Gujarati). Om Ae Panche Parameshthionu Aadi Pad Kevee Reete Chhe!.

< Previous Page   Next Page >


Page 229 of 272
PDF/HTML Page 241 of 284

 

background image
પ્રશ્નઃ‘ઓં’ એ પાંચે પરમેષ્ઠીઓનું આદિપદ કેવી રીતે છે?
ઉત્તરઃ‘‘अरिहंता असरीरा आइरिया तह उवज्झाया मुणिणो पढमक्खरणिप्पण्णो
ओंकारो पंच परमेट्ठी ।। [અર્થઃઅરિહંતનો પ્રથમ અક્ષર ‘અ’, અશરીર (સિદ્ધ)નો પ્રથમ
અક્ષર ‘અ’, આચાર્યનો પ્રથમ અક્ષર ‘આ’, ઉપાધ્યાયનો પ્રથમ અક્ષર ‘ઉ’, મુનિનો પ્રથમ
અક્ષર ‘મ્’
એ રીતે પાંચે પરમેષ્ઠીઓના પ્રથમ અક્ષરોથી બનેલો ‘ઓંકાર’ છે, તે જ પંચ
પરમેષ્ઠીઓનાં નામનું આદિપદ છે.]’’આ ગાથામાં કહેલા જે પ્રથમ અક્ષર છે, તેમાં
પહેલા ‘समानः सवर्णे दीर्घो भवति’ એ સૂત્રથી ‘અ, અ, આ,’ મેળવીને દીર્ઘ ‘આ’ બનાવીને
‘परश्च लोपम्’ એ સૂત્રથી પછીના ‘આ’ નો લોપ કરીને, અ અ આ એ ત્રણેનો ‘આ’ સિદ્ધ
કર્યો. પછી ‘उवर्णे ओ’ એ સૂત્રથી આ + ઉ ના સ્થાનમાં ‘ઓ’ બનાવ્યો, એવી રીતે
સ્વરસંધિ કરવાથી ‘ઓમ્’ એ શબ્દ નિષ્પન્ન થયો. ‘‘जवह ज्झाएह’’ મંત્રશાસ્ત્રના સર્વપદોમાં
સારભૂત, આ લોક અને પરલોકમાં ઇષ્ટ ફળ આપનાર આ પદોનો અર્થ જાણીને પછી
અનંતજ્ઞાનાદિ ગુણોના સ્મરણરૂપે અને વચનના ઉચ્ચારણરૂપે જાપ કરો, તેમજ
શુભોપયોગરૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌનપૂર્વક ધ્યાન કરો. વળી તે પદો કેવાં છે?
‘‘परमेट्ठिवाचयाणं’’ ‘અરિહંત’ પદ વાચક છે અને અનંતજ્ઞાનાદિ ગુણોથી યુક્ત શ્રીઅરિહંત
એ પદનું વાચ્ય અર્થાત્ અભિધેય (કહેવા યોગ્ય) છે. ઇત્યાદિ પ્રકારે પંચ પરમેષ્ઠીના
વાચક છે. ‘‘अण्णं च गुरुवएसेण’’ પૂર્વોક્ત પદો સિવાય બીજાનું પણ બાર હજાર
શ્લોકપ્રમાણ પંચનમસ્કારમાહાત્મ્ય નામના ગ્રંથમાં કહ્યા પ્રમાણે લઘુ સિદ્ધચક્ર, બૃહત્
तत्कथमिति चेत् ? ‘‘अरिहंता असरीरा आइरिया तह उवज्झाया मुणिणो
पढमक्खरणिप्पण्णो ओंकारो पंच परमेट्ठि ’’ इति गाथाकथितप्रथमाक्षराणां ‘समानः सवर्णे
दीर्घो भवति’ ‘परश्च लोपम्’ ‘उवर्णे ओ’ इति स्वरसन्धिविधानेन ‘ओं’ शब्दो निष्पद्यते
कस्मादिति ? ‘जवह ज्झाएह’ एतेषां पदानां सर्वमंत्रवादपदेषु मध्ये सारभूतानां
इहलोकपरलोकेष्टफलप्रदानामर्थं ज्ञात्वा पश्चादनन्तज्ञानादिगुणस्मरणरूपेण वचनोच्चारणेन च
जापं कुरुत
तथैव शुभोपयोगरूपत्रिगुप्तावस्थायां मौनेन ध्यायत पुनरपि कथम्भूतानां ?
‘परमेट्ठिवाचयाणं’ ‘अरिहंत’ इति पदवाचकमनन्तज्ञानादिगुणयुक्तोऽर्हद्वाच्योऽभिधेय
इत्यादिरूपेण पञ्चपरमेष्ठिवाचकानां
‘अण्णं च गुरूवएसेण’ अन्यदपि द्वादशसहस्रप्रमित-
पञ्चनमस्कारग्रन्थकथितक्रमेण लघुसिद्धचक्रं, बृहत्सिद्धचक्रमित्यादिदेवार्चनविधानं भेदाभेद-
૧. આ શુભોપયોગીરૂપ ભાવો હેયબુદ્ધિએ સમ્યગ્દ્રષ્ટિ જીવોને ૪-૫-૬ ગુણસ્થાને આવ્યા વિના રહે નહિ,
અજ્ઞાની તેને ઉપાદેય માને છે.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૨૯