સિદ્ધચક્ર ઇત્યાદિ દેવપૂજનના વિધાનનું — ૧ભેદાભેદ રત્નત્રયના આરાધક ગુરુના પ્રસાદથી
જાણીને, ધ્યાન કરવું. એ પ્રમાણે પદસ્થ ધ્યાનનું સ્વરૂપ કહ્યું. ૪૯.
એ પ્રમાણે ‘‘गुप्तेन्द्रियमना ध्याता ध्येयं वस्तु यथास्थितम् । एकाग्रचिन्तनं ध्यानं फलं
संवरनिर्जरौ ।। [અર્થઃ — ઇન્દ્રિય અને મનને રોકનાર ધ્યાતા છે, યથાસ્થિત પદાર્થ ધ્યેય છે,
એકાગ્રચિન્તન ધ્યાન છે, સંવર૨ અને નિર્જરા — એ ધ્યાનનું ફળ છે.]’’૩ — આ શ્લોકમાં
કહેલ લક્ષણવાળાં ધ્યાતા, ધ્યેય, ધ્યાન અને ફળનું સંક્ષેપમાં વ્યાખ્યાન કરીને ત્રણ ગાથા
દ્વારા બીજા અંતરાધિકારમાં પ્રથમ સ્થળ સમાપ્ત થયું.
હવે આગળ, રાગાદિ વિકલ્પરૂપ ઉપાધિથી રહિત નિજ પરમાત્મપદાર્થની ભાવનાથી
ઉત્પન્ન સદાનંદ (નિત્યઆનંદ) જેનું એક લક્ષણ છે, એવા સુખામૃતના રસાસ્વાદથી તૃપ્તિરૂપ
નિશ્ચયધ્યાનનું પરંપરાએ કારણભૂત જે શુભોપયોગ લક્ષણવાળું વ્યવહારધ્યાન છે, તેના
ધ્યેયભૂત પંચ પરમેષ્ઠીઓમાંથી પ્રથમ અરિહંત પરમેષ્ઠીનું સ્વરૂપ હું કહું છું — એ એક
પાતનિકા છે. પહેલાંની ગાથામાં કહેલ સર્વપદ – નામપદ – આદિપદરૂપ વાચકોના વાચ્ય જે
પંચ પરમેષ્ઠી છે તેમનું વ્યાખ્યાન કરતાં પ્રથમ જ હું શ્રી જિનેન્દ્રનું સ્વરૂપ નિરૂપણ કરું
છું — એ બીજી પાતનિકા છે; અથવા પદસ્થ, પિંડસ્થ અને રૂપસ્થ — એ ત્રણ ધ્યાનના
ધ્યેયભૂત શ્રીઅરિહંત – સર્વજ્ઞનું સ્વરૂપ હું દર્શાવું છું — એ ત્રીજી પાતનિકા છે. આ ત્રણ
रत्नत्रयाराधकगुरुप्रसादेन ज्ञात्वा ध्यातव्यम् । इति पदस्थध्यानस्वरूपं व्याख्यातम् ।।४९।।
एवमनेन प्रकारेण ‘‘गुप्तेन्द्रियमना ध्याता ध्येयं वस्तु यथास्थितम् । एकाग्रचिन्तनं ध्यानं
फलं संवरनिर्जरौ ।।१।।’’ इति श्लोककथितलक्षणानां ध्यातृध्येयध्यानफलानां संक्षेप-
व्याख्यानरूपेण गाथात्रयेण द्वितीयान्तराधिकारे प्रथमं स्थलं गतम् ।
अतः परं रागादिविकल्पोपाधिरहितनिजपरमात्मपदार्थभावनोत्पन्नसदानन्दैकलक्षण-
सुखामृतरसास्वादतृप्तिरूपस्य निश्चयध्यानस्य परम्परया कारणभूतम् यच्छुभोपयोगलक्षणं
व्यवहारध्यानं तद्ध्येयभूतानां पंचपरमेष्ठिनां मध्ये तावदर्हत्स्वरूपं कथयामीत्येका पातनिका ।
द्वितीया तु पूर्वसूत्रोदितसर्वपदनामपदादिपदानां वाचकभूतानां वाच्या ये
पञ्चपरमेष्ठिनस्तद्व्याख्याने क्रियमाणे प्रथमतस्तावज्जिनस्वरूपं निरूपयामि । अथवा तृतीया
૧. ભેદાભેદ રત્નત્રય એકીસાથે મુનિઓને યથાખ્યાતચારિત્ર થયા પહેલાં હોય છે અને તે એકી સાથે પ્રથમ
ધ્યાનમાં પ્રગટે છે. જુઓ આ શાસ્ત્રની ગાથા – ૪૭.
૨. ભૂમિકા પ્રમાણમાં શુદ્ધિને અનુસાર સંવર – નિર્જરા થાય છે. ૩. શ્રી તત્ત્વાનુશાસન ગાથા – ૩૮.
૨૩૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ