પાતનિકાઓને મનમાં ધારણ કરીને શ્રીનેમિચન્દ્ર આચાર્યદેવ આ (હવેની) ગાથાનું પ્રતિપાદન
કરે છેઃ —
ગાથા ૫૦
ગાથાર્થઃ — ચાર ઘાતીકર્મો જેણે નષ્ટ કર્યાં છે, જે (અનંત) દર્શન – સુખ – જ્ઞાન –
વીર્યમય છે, જે ઉત્તમ દેહમાં બિરાજમાન છે અને જે શુદ્ધ (અઢાર દોષ રહિત) છે —
એવો આત્મા અર્હંત છે, તેનું ધ્યાન કરવા યોગ્ય છે.
ટીકાઃ — ‘‘णट्ठचदुघाइकम्मो’’ નિશ્ચયરત્નત્રયાત્મક, શુદ્ધોપયોગી ધ્યાન વડે પહેલાં
ઘાતીકર્મોમાં મુખ્ય એવા મોહનીયનો નાશ કરીને અને પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા
અંતરાય — એ ત્રણે ઘાતીકર્મોનો એક સાથે નાશ કરીને જે ચાર ઘાતીકર્મોના નષ્ટ કરનાર
થયા છે. ‘‘दंसणसुहणाणवीरियमईओ’’ તે ઘાતીકર્મોના નાશથી અનંત ચતુષ્ટય (અનંત જ્ઞાન,
દર્શન, સુખ અને વીર્ય) ને પ્રાપ્ત કરેલ હોવાથી સહજ શુદ્ધ, અવિનાશી દર્શન – જ્ઞાન – સુખ
અને વીર્યમય છે. ‘‘सुहदेहत्थो’’ નિશ્ચયથી શરીર રહિત છે, તોપણ વ્યવહારનયથી સાત
पातनिका पदस्थपिण्डस्थरूपस्थध्यानत्रयस्य ध्येयभूतमर्हत्सर्वज्ञस्वरूपं दर्शयामीति पातनिकात्रयं
मनसि धृत्वा भगवान् सूत्रमिदं प्रतिपादयति : —
णट्ठचदुघाइकम्मो दंसणसुहणाणवीरियमईओ ।
सुहदेहत्थो अप्पा सुद्धो अरिहो विचिंतिज्जो ।।५०।।
नष्टचतुर्घातिकर्म्मा दर्शनसुखज्ञानवीर्यमयः ।
शुभदेहस्थः आत्मा शुद्धः अर्हन् विचिन्तनीयः ।।५०।।
व्याख्या — ‘‘णट्ठचदुघाइकम्मो’’ निश्चयरत्नत्रयात्मकशुद्धोपयोगध्यानेन पूर्वं घातिकर्म-
मुख्यभूतमोहनीयस्य विनाशनात्तदनन्तरं ज्ञानदर्शनावरणान्तरायसंज्ञयुगपद्घातित्रयविनाशकत्वाच्च
प्रणष्टचतुर्घातिकर्मा । ‘‘दंसणसुहणाणवीरियमईओ’’ तेनैव घातिकर्माभावेन लब्धानन्त-
चतुष्टयत्वात् सहजशुद्धाविनश्वरदर्शनज्ञानसुखवीर्यमयः । ‘‘सुहदेहत्थो’’ निश्चयेनाशरीरोऽपि
ચ્યારિ ઘાતિયા કર્મ નશાય, દર્શન જ્ઞાન સુખ વીરજિ પાય;
પરમ - દેહમેં તિષ્ઠૈ સંત, સો આતમ ચિતવો અરહંત. ૫૦.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૩૧